Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ અ. ૨. અનેકાન્તત્વની સિદ્ધિ થવાનું નિરૂપણ સૂ. ૨૭ ૧૪૯ આ સંજોગોમાં વસ્તુનું લક્ષણ ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય કહેવું વિદ્વત જન માટે મને રંજક હેઈ શકતું નથી આ શંકાનું સમાધાન કરવા માટે કવ્યાર્થિક તથા પર્યાયાર્થિફ નય અનુસાર કઈ ધર્મને પ્રધાન અને કેઈને અપ્રધાન વિવક્ષિત કરીને એક જ વસ્તુમાં સત્તા, અસત્તા, નિત્યતા અને અનિત્યતાને સદ્દભાવ બતાવીને ઉક્ત વિરોધનું ખંડન કરીએ છીએ. - પ્રધાન અને અપ્રધાન રૂપથી વિરક્ષા કરવાથી અર્થાત કેઈ ધર્મને પ્રધાન રૂપમાં અને કોઈને ગૌણ રૂપમાં વિવક્ષિત કરવાથી એક જ વસ્તુ અનેકાન્તાત્મક-થોડી નિત્ય અને ડી અનિત્ય થઈ જાય છે તે આ રીતે ઘટાદિ વસ્તુઓમાં દ્રવ્યાર્થિકનયની પ્રધાનતાથી વિવક્ષા કરીને, મૃત્તિકા દ્રવ્યને અન્વય જેવાથી ધ્રૌવ્ય રૂપ સ્થિતિ–અંશને અર્પિત-ગ્રહણ કરવાથી તેનાથી સાક્ષાત વિરૂદ્ધ અનર્પિત ઉત્પાદ અને વ્યયનું પણ ગ્રહણ થઈ જાય છે.
ધ્રૌવ્ય દ્રવ્ય ઉત્પાદ રૂપ, વ્યય રૂપ પૂર્વોત્તર પર્યાયને ધારણ કરે છે, ઉત્પાદ પર્યાય અગર વ્યયપર્યાય પૂર્વોત્તર પર્યામાં અનુગમન કરતાં નથી આથી ઉત્પાદ અને વ્યય વિભિન્ન અને વિલક્ષણ છે એ સ્વાભાવિક રીતે જ જ્ઞાત થઈ જાય છે. આ રીતે અર્પણ અને અર્પણ દ્વારા ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય સ્વરૂપ વસ્તુ નિત્ય અને અનિત્ય સિદ્ધ થાય છે.
પ્રોજન અનુસાર કદાચિત કઈ ધર્મ વચનથી અર્પિત વિવક્ષિત કરવામાં આવે છે અને બીજે ધર્મ અધિકાર હોવા છતાં પણ પ્રયજન ન હોવાથી અનર્પિત-અવિવક્ષિત હોય છે. પરંતુ આટલાથી એમ ન સમજવું જોઈએ કે તે વસ્તુમાં વિવણિત ધર્મ જ છે. તેમાં અવિવક્ષિત ધર્મ પણ રહે જ છે. આથી જ્યારે નિત્યતાને પ્રધાનતા આપવામાં આવે છે ત્યારે પણ વસ્તુમાં પર્યાયની અપેક્ષાથી અનિત્યતા રહે છે અને પ્રજનવશાતું જ્યારે પર્યાયની મુખ્યતાથી અનિત્યતાનું વિધાન કરવામાં આવે છે ત્યારે વસ્તુમાં નિત્યતા પણ વિદ્યમાન રહે છે.
સ્થાનાંગસૂત્રના ૧૦માં સ્થાનમાં કહ્યું છે અર્પિત અને અનપિત. પાર્. રા 'वेमाणिद्ध लुक्खत्तणेण संधाण बंधो' । ॥सू० २८॥ મૂળસૂવાથ_વિસદશ પરિમાણમાં સ્નિગ્ધતા અને રૂક્ષતા હોવાથી સ્કંધન બન્ધ થાય છે.
તત્વાર્થદીપિકા–પહેલા કહેવાયું કે ભેદ અને સંઘાત રૂપે પૃથફવથી પરમાણું પુદ્ગલેને સ્કંધ રૂપમાં ઉત્પાદ થાય છે. તો શું બે પરમાણુઓને સંગ થવાથી જ દ્રયાગુક આદિ સ્કંધ ઉત્પન્ન થઈ જાય છે અથવા અન્ય કેઈ વિશેષતાથી ઉત્પન્ન થાય છે ? એવી શંકા થવા પર એકત્વ પરિણામ રૂપ બન્ધથી સ્કંધની નિષ્પત્તિ થાય છે એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે આમાં પણ આ શંકા ઉત્પન્ન થાય છે કે પુગલ જાતિની સમાનતા હોવા છતાં પણ કઈ પુદ્ગલેને બધે થાય છે અને કેઈન કેમ બન્ધ થતો નથી ? આ શંકાનું સમાધાન કરવા માટે કહીએ છીએ–
વિસદશ અંશવાળા સ્નિગ્ધ અને રૂક્ષ પુદ્ગલનો બંધ થાય છે આથી એ સાબીત થયું કે જે કે સમસ્ત પુદ્ગલેમાં પુદ્ગલપણું સરખું છે તે પણ અનન્ત પર્યાયવાળા કેઈ પુદ્ગલેને વિલક્ષણ પરિણામથી પ્રાપ્ત સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વનાં સામર્થ્યથી બન્ધ થાય છે. જે પુદ્ગલેમાં પૂર્વોત પ્રકારનું પરિણમન થતું નથી, તેને બન્ધ થતો નથી.
જે પુદ્ગલમાં બાહ્ય અને આત્યંતર કારણેને સંજોગ મળવાથી સ્નેહ પર્યાય પ્રકટ થઈ જાય છે, તે સ્નિગ્ધ પુદ્ગલ કહેવાય છે. તે ચિકણે હોય છે તેનાથી વિપરીત પરિણામને રૂક્ષત્વ
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧