Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૧૪૬
તત્વાર્થસૂત્રને કઈ પણ વસ્તુ સત્ રૂપથી ઉત્પન્ન થતી નથી તેમજ નાશ પણ થતી નથી આથી સૂત્રમાં ભાવ શબ્દના ગ્રહણથી પરિણામી નિત્યતા જ સમજવી જોઈએ, કૂટસ્થનિત્યતા નહીં. જે કૂટસ્થ નિત્યતા જ ગ્રહણ કરવાની હાત તે “તાથી નિચ” એવું સૂત્ર હેત.
જે વસ્તુમાં કઈ પણ રૂપમાં વિકાર થતું નથી તે નિત્યસ્વરૂપ જ હોય છે એવી જ રીતે બધી અન્વયી મૃત્પિન્ડ તથા સુવર્ણ આદિનું ઉપલક્ષણ જાણવું જોઈએ. સત્ત્વ છએ દ્રવ્યમાં વ્યાપક સત્ત્વ” જ છે. જીવ સત્ છે તે પોતાના ચૈતન્ય અમૂર્તત્વ અસંખ્યાતપ્રદેશત્વ સ્વભાવને પરિત્યાગ કરતા નથી. પિતાના આ ગુણધર્મોથી તેને કોઈ કાળે નાશ થય નથી, નાશ પામતું નથી અને નાશ પામશે નહીં. આથી જ જીવ અવિનાશી, નિત્ય અને અવ્યય કહેવાય છે પરંતુ એમ સમજવાની ભૂલ ન કરવી કે જીવ દેવ નારક આદિ પર્યાયની દૃષ્ટિથી પણ નિત્ય છે એવી જ રીતે પુગલ દ્રવ્ય સત્વ મૂક્તત્વ, અચેતનત્વ ધર્મોને પરિત્યાગ કરતું નથી આથી તેમાં નિત્યતા છે. ઘટ આદિ પર્યાયની અપેક્ષાથી નિત્યતા નથી.
ધર્મદ્રવ્ય સત્ત્વ અમૂત્વ અસંખેય પ્રદેશવ લેકવ્યાપિત્ત્વ વગેરે ધર્મોને પરિત્યાગ ન કરતે થકે હમેશાં સ્થિર રહે છે, પર્યાયની દૃષ્ટિથી નહીં અર્થાત્ પરમાણુ અગર યજ્ઞદત્તની ગતિમાં નિમિત્ત હોવા રૂપ પર્યાયની અપેક્ષાથી તેમાં નિત્યતા નથી. ગમનકર્તાને ભેદથી ગતિ ઉપકારિત્વ પણ ભિન્ન થતું રહે છે અર્થાત તેના પૂર્વાપર પર્યાયમાં પરિવર્તન થતું રહે છે. એવી જ રીતે અધમ દ્રવ્ય પણ સત્ત્વ અમૂત્તત્વ આદિ ધર્મોને કદી પરિત્યાગ ન કરવાના કારણે નિત્ય છે. પરંતુ વિભિન્ન પદાર્થોની સ્થિતિમાં નિમિત્ત બનવા રૂપ પર્યાની અપેક્ષાથી અનિત્ય છે.
આકાશ સત્વ અમૂવ અનન્તપ્રદેશિત્વ અવગાહના આદિ ગુણોને કારણે નિત્ય છે પરંતુ અવગાહક વસ્તુઓના ભેદના કારણે તેના અવગાહમાન પરિણામમાં પણ ભેદ થતું રહે છે. એ દૃષ્ટિએ તે અનિત્ય છે. અલકાકાશમાં છવપુદ્ગલ વગેરે અવગાહક નથી તે પણ ત્યાં અગુરૂલઘુ વગેરે પર્યાય ભિન્નભિન્ન હોય છે. જે એવું ન માનીએ તે અલકાકાશમાં સ્વતઃ ઉત્પાદ તથા વ્યય થશે નહીં તેમજ ન પરાપેક્ષ થશે. આવી સ્થિતિમાં ત્યાં ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય ન હેવાથી સતનું લક્ષ્ય પણ ઘટિત થશે નહીં આથી જે પદાર્થ સત ભાવથી નષ્ટ થયે નથી, થતું નથી અને થશે નહીં તે જ નિત્ય કહેવાય છે,
અથવા-ક્ષણ-ક્ષણમાં વિવિધ પ્રકારના પરિણમન થતા રહેવા છતાં પણ વસ્તુનું પિતાના મૂળ અસ્તિત્વથી અર્થાત્ ધ્રૌવ્ય રૂપ અંશથી ન ખસવું નિત્યત્વ કહેવાય છે.
શંકા–ઉત્પત્તિ અને વિનાશ પર્યાય વ્યથી અભિન્ન છે આથી પર્યાયને વિનાશ થવાથી દ્રશ્યને પણ વિનાશ થઈ જવો જોઈએ.
સમાધાન-જે ઘટ પર્યાયને વિનાશ થવા પર માટીને પણ વિનાશ જોઈ શકાત અને માટીને વિનાશ થવા પર પુદ્ગલ દ્રવ્યને પણ નાશ થઈ જાત તે આ પ્રમાણે કહી શકાત પરંતુ એવું તે દેખાતું નથી અન્વયી માટીને અથવા પુદ્ગલજાતિને કોઈ પણ અવસ્થામાં અભાવ જોઈ શકાતું નથી કારણ કે તેનું તે હતું તે જ નામ કાયમ રહે છે, તેનું જ્ઞાન પણ થતું રહે છે અને મૃત્તિકાસાધ્ય વ્યવહાર પણ થતો રહે છે. જે ઘડાને અભાવ થયા પછી કશું પણ ઉપલબ્ધ ન થાત તો બુદ્ધિમાન પુરૂષ વિશ્વાસ કરી લેત કે પર્યાયને અભાવ થવાથી
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧