Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
- ૧૯
ગુજરાતી અનુવાદ અ. ૨ ધર્માદિ દ્રવ્યનું લક્ષણ સૂ. ૧૫
ઉપાદાન કારણ તે જીવની ગતિમાં સ્વયં પુદ્ગલ જ છે ધર્મ અને અધર્મદ્રવ્ય તે સહાયક માત્ર છે. ઉપકારી છે, નિમિત્ત છે. જેવી રીતે નદી, તળાવ, સમુદ્રોમાં સ્વયં જ ગમન કરનાર માછલી માટે પાણુ સહાયક થઈ પડે છે, પાણી માછલીને ચલાવતું નથી, એ રીતે ધર્માસ્તિકાય ગતિક્રિયામાં મદદરૂપ થાય છે, પ્રેરક નહીં. અથવા તો જેમ ઘડા વગેરે રૂપમાં પરિણત થનારી મૂતિ માટે દંડ વગેરે સહાયક થઈ જાય છે તેવી જ રીતે ઉપર જણાવેલા દ્રવ્ય સહાયક થાય છે-કંટ્યુ પણ છે
કારણ ત્રણ પ્રકારના હોય છે-નિર્વત્તક નિમિત્ત અને પરિણામી આજ અત્રે બતાવીએ છીએ-ઘડામાં ત્રણ કારણ માનવામાં આવે છે-નિર્વત્તક નિમિત્ત અને પરિણામી કારણ. ઘડાનું નિર્વત્તક કારણ કુંભાર છે, નિમિત્ત કારણ દેરી અને ચાક આદિ છે તથા પરિણામી કારણ માટી છે.
પાણુ માછલીની ગતિનું કારણ તો છે પરંતુ ગમન કરનાર માછલીને બળજબરીથી ચલાવતું નથી. ભૂમિ સ્થિતિમાં સહાયક છે પણ ગમન કરનારને ફરજીયાત ઉભા રાખતી નથી આકાશ અવગાહનામાં કારણ રૂપ છે પણ સ્વયં અવગાહ દ્રવ્યના અવગાહમાં તે નિમિત્ત થાય છે જબરદસ્તીથી અવગાઢ કરતું નથી. જેવી રીતે સ્વયં ખેતર ખેડનાર ખેડુત માટે વરસાદ નિમિત્ત કારણ થાય છે. ખેતર ન ખેડનારા ખેડુતેને વરસાદ જાતે જ બળજબરીથી તેમ કરવામાં ખેડુતને પ્રવૃત્ત કરતું નથી. વર્ષાકાળમાં નવા વાદળાઓને ગડગડાટ સાંભળીને બકમાદા સ્વયં ગર્ભ ધારણ કરીને પ્રસવ કરે છે, પ્રસવ કરનારી બકમાદાને નવીન વાદળા જબરદસ્તી પ્રસવ કરાવતાં નથી કેઈ ઉપદેશકનું નિમિત્ત મેળવીને મનુષ્ય પ્રતિબોધહેતુક વિરતિને ધારણ કરતે થકે પાપથી વિરત થતે જોવામાં આવે છે. પરંતુ વિરત ન થનાર પુરુષને ઉપદેશ બળજબરીથી વિરત કરતો નથી.
શંકા–જો આવું જ છે તે ગતિ સ્થિતિ તથા અવગાહમાં ધર્મ, અધમ અને આકાશ નિમિત્ત કારણ જ હોવા જોઈએ, અપેક્ષા કારણ નહી. આવા સંજોગોમાં અપેક્ષા કારણનું જ નુકશાન થશે. કારણ કે અપેક્ષા કારણે વ્યાપારરહિત હોય છે.
સમાધાન–આમ ન કહો. કેઈપણ કારણ વ્યાપારરહિત હોતું નથી. વ્યાપાર કરનાર જ કારણ કહી શકાય છે. ધર્માદિને એ કારણથી અપેક્ષાકારણ કહેવામાં આવે છે કે જીવાદિ દ્રવ્ય ધર્માદિગત કિયા પરિણામની અપેક્ષા રાખતા થકા જ ગતિ આદિ ક્રિયા કરે છે.
શંકા–જે એ પ્રમાણે છે તે પછી નિમિત્તકારણ અને અપેક્ષાકારણમાં કઈ તફાવત રહેતું નથી.
સમાધાન–દંડ આદિમાં પ્રાયોગિકી તથા વસસિકી બંને પ્રકારની ક્રિયા થાય છે. ધર્મ અધર્મ અને આકાશમાં વૈસિકી જ કિયા થાય છે. બંનેમાં આ તફાવત છે. આ રીતે ગતિમાં સહાયક થવું. અવગાહ લક્ષણવાળા આકાશમાં ઘટિત થતું નથી પરંતુ ગતિમાં સહાયક થવું ધર્મદ્રવ્યને જ ઉપકાર છે. એવી જ રીતે સ્થિતિમાં સહાયક થવું અધર્મદ્રવ્યને જ ઉપકાર છે અવગાહ લક્ષણવાળા આકાશને નહીં. અવગાહરૂપ ઉપકાર આકાશને જ છે ધર્મ અને અધર્મ દ્રવ્યને નહીં.
એક દ્રવ્યનો બીજા દ્રવ્યથી ભિન્ન કઈ વિશિષ્ટ ગુણ અવશ્ય સ્વીકારવું જોઈએ. ધર્મ અધર્મ તથા આકાશ દ્રવ્ય પરસ્પર ભિન્ન છે. એ સત્ય બુદ્ધિથી અથવા આગમથી સમજવું ઘટે.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧