________________
૧૨૨
તત્વાર્થસૂત્રને ચલના પવનના વેગથી કમ્પિત ચમ્પાના પરાગસમૂહથી પિતાના નયન-પાંપણેને બંધ કરીને પથિક જન પોત પોતાની પ્રેયસીઓના ઘરની તરહ જવા લાગે છે. - ગ્રીષ્મ ઋતુમાં સૂર્ય પોતાના પ્રચંડ કિરણોથી ભૂતળને એટલું બધું તપાવે છે કે જાણે પૃથ્વી ઉપર અંગારાને સમૂહ પાથરી દીધો હોય પથિક જનનું મન અત્યન્ત વ્યાકુલ થઈ જાય છે. તેઓ યેન કેન પ્રકારેણ ઘણા લાંબા દિવસેને પૂરાં કરે છે. ભેગાવિલાસી લેકે પોતાના શરીર પર ચન્દનને લેપ કરે છે. નેકરે પાસે વીંઝણ ઝુલાવે છે અથવા વીજળીના પંખાથી મળતા અત્યન્ત ચંચળ વાયુથી પોતાના દેહને ઠંડક બક્ષે છે. શીતળ ગ્રહો ઉપવને સરિતા અગર સરોવર કાંઠે વિવિધ પ્રકારનાં કુવારાઓની અંદર રહીને પોતાની ગરમી દૂર કરે છે. હાથીદાંતના જેમ વેતવર્ણ મલ્લિકાની કળિઓ, પુષ્કળ સુવાસથી સમ્પન્ન પાટલ-પુષ્પ અને સાયંકાળ તથા પ્રાતઃકાળની સુવાસિત હવા વિલાસી માણસેના જંગમ શરીરને સુવાસિત
વર્ષાઋતુમાં ભૂતળ વીજળીના ચમકારાથી પ્રકાશિત થઈ જાય છે. મેઘમાળાના આડમ્બરથી આકાશ આચ્છાદિત થઈ જાય છે. મેઘધનુષ્ય પોતાની અનુપમ છટા દેખાડે છે. મૂશળધાર વારિવર્ષોથી પૃથ્વી ઉપરની બધી ધૂળ બેસી જાય છે. કદમ્બ કેતકીના સૌરભમય પરાગથી યુક્ત સુગંધિત વાયુ વિલાસી જનનાં અંગોને પ્રકમ્પિત કરવા લાગે છે. વર્ષાના જળના પ્રવાહથી સુન્દર કાંઠાવાળી નદિઓ પ્રવાહિત થાય છે. પર્વતની ખીણો ખીલેલાં કુટજ પુષ્પોથી તથા શિલીન્ધોથી સુશોભિત થઈ જાય છે.
વાદળાની ઘોર ઘટાની ગર્જના સાંભળીને પ્રવાસી જનોના મનમાં તીવ્ર ઉત્કંઠા જાગૃત થઈ જાય છે. તેઓ મંત્ર-મુગ્ધ થઈ જાય છે. મેર, ચાતક તથા દેડકાને અવાજ સાંભળવાથી સ્ત્રીઓના મનમાં કામ સતેજ થઈ જાય છે અને તેઓ ક્ષણભર માટે વિદ્યુત રૂપી પ્રદીપ દ્વારા પ્રકાશિત રજનીમાં પોતાના પ્રિયતમના ઘર તરફ પ્રસ્થાન કરવા લાગે છે. રસ્તે કાદવની બહલતાવાળે અને કોઈ કોઈ ઠેકાણે જળબંબાકાર દેખાય છે.
શરદ ઋતુમાં સૂર્યનાં કિરણો કાદવને શેષતાં તીવ્ર સત્તાપને ધારણ કરે છે. વનમાં કમળ અને કુમુદ વિકસીત થઈ જાય છે. સરેવર હંસો અને સારસથી સુશોભિત તથા સ્ફટિક મણિની દીવાળની માફક વેત પાણીથી પરિપૂર્ણ થાય છે. વેલાના-નિયમથી પ્રાપ્ત પાંખડીવાળા કમળને સમૂહ પ્રાતઃકાળના સૂર્યના કિરણોને સમ્પર્ક પામીને ખીલે છે. ચન્દ્રમાના કિરણોના સમૂહથી પૃષ્ટ કુમુદો અને કુવલયના વન સૌરભનું વમન કરે છે.
આ રીતે છ ઋતુઓને વિભાગ અને વેલાનો નિયમ નિયામક કારણ કાળ વગર, અન્ય કારણે હોવા છતાં પણ ઘટિત થઈ શકતા નથી. અનેક પ્રકારની શકિતઓથી સમ્પન્ન કાલદ્રવ્યનું કારણ જ પૂર્વોક્ત ઋતુવિભાગ આદિ પરિણામ ઉત્પન્ન થાય છે. આથી આ બધાં કાર્યોથી કાળદ્રવ્યનું અનુમાન કરી શકાય છે.
અન્યથા કોઈ પણ નિયામક હેતુના અભાવમાં એક જ સાથે પૂર્વોક્ત બધા ભાવ થઈ જવા જોઈએ કારણ કે તેઓ પરાધીન નહીં હોય. પરંતુ એમ થતું નથી. આ બધાં પરિણામ પિતાના નિયત કાળમાં જ થાય છે. આથી અનેક શકિતસમૂહથી યુક્ત કાળ જ એમનું કારણ
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧