Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તત્વાર્થસૂત્રને કઈ વસ્તુ કાળના વિપકર્ષના કારણે આવિર્ભીત રહેતી નથી. તે તિભાવ હેવાના કારણે ઉપલબ્ધિને યંગ્ય રહેતી નથી. કેઈ–કેઈ ભાવ સંબંધી વિપ્રકર્ષના કારણે ઉપલબ્ધિને ગોચર હેતી નથી જેમ પરકીય આત્મામાં રહેલું મતિજ્ઞાન આદિ તથા પરમાણુ આદિમાં રહેલાં રૂપ, રસ ગંધ, અને સ્પર્શ વગેરે પર્યાને સમૂહ હાજર હોવા છતાં પણ ઉપલબ્ધ થતું નથી. કેઈ એક ઉપલબ્ધિથી ભિન્ન બીજી ઉપલબ્ધિ જ અનુપલબ્ધિ કહેવાય છે, ઉપલબ્ધિને અભાવ અનુપલબ્ધિ નથી કારણ કે પહેલા જ કહેવાઈ ગયું છે કે અભાવ કે શૂન્ય રૂપ-નિઃસ્વરૂપ વસ્તુ નથી બલ્ક ભાવ જ કવચિત અભાવ શબ્દ દ્વારા પ્રકટ કરવામાં આવે છે. આ રીતે જેની ઉપલબ્ધિનું કારણ વિદ્યમાન હોય, તેની ઉપલબ્ધિ થાય છે. જેની ઉપલબ્ધિનું સમસ્ત કારણ ન હોય અને એથી જે ઉપલબ્ધિને યોગ્ય ન હોય, તેની ઉપલબ્ધિ થતી નથી. આથી સાબિત થાય છે કે અભાવ કેવળ પ્રતિષેધ રૂપ નથી બલ્ક ભાવાર રૂપ જ હોય છે
ધ્રોવ્યનો અર્થ છે દ્રવ્યનું હોવું. મોરના ઈંડાના રસની જેમ તેમાં ભેદનું બીજ વિદ્યમાન રહે છે, પણ તે જાતે તે ભેદવિહીન છે. દેશ-કાળ-કમથી તેમાં ભેદ વ્યક્ત હોવા યોગ્ય છે. તે સ્વયં સમરસ અવસ્થામાં રહે છે, અને અભિન્ન હોવા છતાં પણ ભેદ પ્રતિભાસી હોવાના કારણે ભિન્ન જેવું પ્રતીત થાય છે. ભવનને આશ્રય હોવાથી ભાવિ વિશેષમાં ભાવત્વ છે. અન્યથા ભાવી વિશેષ ભાવ જ ન કહેવાય કારણ કે તે ભવનથી ભિન્ન છે. ભાવિ વિશેષ તેનાથી અભિન્ન રૂપ છે આથી તેના સ્વરૂપની જેમ ભાવ જ છે એથી અભિન્ન રૂપવાળે છે. એ રીતે આ જે કંઈ પણ છે તે બધું ભવન માત્ર જ છે. ભેદ રૂપમાં પ્રતીત થવાવાળી સમસ્ત વૃત્તિઓ તેની પણ છે, ભિન્ન જાતિની નહીં. - પર્યાયાર્થિક નય અપવાદ સ્વભાવવાળું છે કારણ કે અન્ય નિષેધ અપવાદ છેપર્યાયાર્થિક નય કઈ વસ્તુનું પ્રતિપાદન બીજવસ્તુઓને નિષેધ કરીને કરે છે કારણ કે તેનું સ્વરૂપ નિષેધ કરવાનું છે.
જે ઘડે નથી તે ઘડો છે, એ રીતે પર્યાનું જ અસ્તિત્વ છે. પર્યાથી પૃથફ દ્રવ્યની કેઈ સત્તા નથી. આ રીતે દ્રવ્યાર્થિક નય દ્વારા સમર્થિત ધ્રૌવ્યને નિષેધ કરીને ભેદને જ સ્વીકાર કરવામાં આવે છે. આથી પર્યાયાર્થિક નયનું અસ્તિત્ત્વ છે. ઉપલબ્ધિ થનારા લોખંડના સળીયાઓની જેમ ભેદ-સમૂહને છોડીને દ્રવ્યની ઉપલબ્ધિ થતી નથી પરંતુ માટી દ્રવ્ય રૂપ આદિથી ભિન્ન એક વસ્તુ છે એ રીતે એક વસ્તુને વિષય કરવાવાળી ચક્ષુજન્ય પ્રતીતિને અપલાપ કરી શકાતું નથી.
ઘોર અન્ધકારના સમૂહથી વ્યાપ્ત કઈ પ્રદેશમાં રહેલા માટી દ્રવ્યનું જે સ્પશેન્દ્રિયજનિત જ્ઞાન થાય છે. તે મૃત્તિ અદ્રવ્યને જ વિષય કરે છે તેને કઈ રીતે અસત્વ કહી શકાય ? આથી એક અભિન્ન દ્રવ્યનું અસ્તિત્વ અવશ્ય સાબીત થાય છે. અભિન્ન દ્રવ્યનું અસ્તિત્વ ન હોત તે અભેદનું જ્ઞાન પણ ન થાત. અભેદનું આ જ્ઞાન ભ્રમાત્મક હોઈ શકતું નથી કારણ કે બુદ્ધિમાન મનુષ્યને વારંવાર એવું જ્ઞાન થાય છે. આ કારણે ઉત્પાદ અને વ્યયથી ભિન્ન એક પ્રૌવ્ય અંશ પણ છે જેના કારણે દ્રવ્ય એક અગર અભિન્ન પ્રતીતિ વિષય હોય છે.
આ ધ્રૌવ્ય રૂપ દ્રવ્ય અને ઉત્પાદ-વ્યય રૂપ પર્યાય પરસ્પર નિરપેક્ષ થઈને સતનું લક્ષણ કહેવાય નહીં. દ્રવ્યાર્થિક નય દ્રવ્યને વિષય કરે છે અને પર્યાયાર્થિક નય ઉત્પાદ અને વ્યયને
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧