Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૧૪૦
તત્વાર્થસૂત્રને - દ્રવ્ય સામાન્યનું લક્ષણ સતું છે. આ કથનથી શું વિકારની ગ્રન્થિથી રહિત સત્તા માત્ર (ધ્રૌવ્ય) ધર્માદિનું લક્ષણ છે ? અથવા ઉત્પાદ અને વિનાશ રૂપ વિકાર જ તેમનું લક્ષણ છે ? આ તમામ વિપ્રતિપત્તિઓનું પણ નિવારણ થઈ જાય છે. કારણ કે સત્તા જ ધર્મ આદિનું સામાન્ય લક્ષણ છે. એ રીતે ગતિ, સ્થિતિ, અવગાહ આદિ ઉપકાર દ્વારા તેમનું અસ્તિત્વ નક્કી થાય છે.
શંકા–ગતિ સ્થિતિ આદિમાં નિમિત્ત થવાવાળા ધર્માદિ કેઈ અપ્રસિદ્ધ સત્તાવાળા છે ?
સમાધાન—ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય રૂપ સર્વ ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ અને જીવદ્રવ્યમાં ઉપલબ્ધ થાય છે. આથી તેમની સત્તા પ્રસિદ્ધ છે. તેઓ સત્વથી જુદા થઈ શતા નથી.
અહીં એ હકીકત સમજી લેવાની જરૂર છે કે ધર્મ અધર્મ, આકાશ, કાળ, પગલા અને જીવ એ છ દ્રવ્યો જગતનું સ્વરૂપ છે. આમાં છવદ્રવ્ય જ ધર્મ અધર્મ વગેરેના અને પિત પિતાના સ્વરૂપના ગ્રાહક છે. સંક્ષેપથી શબ્દ, અર્થ અને જ્ઞાન બધામાં સર્વ લક્ષણ જડી આવે છે, આથી આ લક્ષણ સર્વવ્યાપી છે. તાત્પર્ય એ છે કે ધર્મ, અધર્મ આદિ દ્રવ્યનું સામાન્ય લક્ષણ સર્વ જ સંગત હોય છે. ભગવતીસૂત્રના ૮માં શતકના માં ઉદ્દેશકમાં સત્પદ દ્વારમાં કહ્યું છે-દ્રવ્યનું લક્ષણ સતુ છે ૨૪ છે
SHથવા ઘsayત્તર રહ્યા મૂળ સૂવાથ–જે સતું છે, ઉત્પાદું વ્યય તથા ધ્રૌવ્યથી યુક્ત હોય છે. જે ૨૫ છે
તત્વાર્થદીપિકા—પૂર્વ સૂત્રમાં દ્રવ્ય સામાન્યનું લક્ષણ સહુ કહેવામાં આવ્યું છે. પરંતુ “સ” કોને કહેવું જોઈએ ? એવી જિજ્ઞાસા થવાથી સનું સ્વરૂપ કહીએ છીએ–
જે વસ્તુ ઉત્પાદ વ્યય અને દ્રવ્યથી યુક્ત હોય છે તે જ સત્ કહેવાય છે.
જીવ અથવા ધર્મ વગેરે અજીવ દ્રવ્યમાં પોતાની મૂળ જાતિને પરિત્યાગ ન કરતા થકા અન્તરંગ અને બહિરંગ નિમિત્તોથી નૂતન પર્યાયનું ઉત્પન્ન થવું ઉત્પાદ કહેવાય છે જેમ માટીના પિન્ડામાંથી ઘડાનું સર્જન થાય છે એવી જ રીતે પૂર્વ પર્યાયને વિનાશ થઈ જ વ્યય કહેવાય છે જેમ ઘડા પર્યાયની ઉત્પત્તિ થવાથી માટીના પિન્ડ પર્યાયનુંના રહેવું વ્યય છે. આજ રીતે અનાદિ અનાદિ પારિણામિક ભાવથી વ્યય અને ઉત્પાદન થ અર્થાત મૂળભૂત દ્રવ્યનું જેમને તેમ સ્થિર રહેવું ધ્રૌવ્ય ધ્રુવતા સ્થિરતા આદિ સમાનાર્થક શબ્દ છે જેમ સેનાને ટુકડે, કડા, કાનની વેલી, હાર આદિ સેનાની એકની પછી બીજી થનાર અનેક સ્થિતિમાં સુવર્ણ દ્રવ્ય કાયમ રહે છે. (અંતે તે હેમનું હેમ હોય છે) એજ રીતે ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્યથી યુક્ત વસ્તુ સત્ કહેવાય છે.
“તમ ધાતુથી “યુક્ત” શબ્દ નિષ્પન્ન થયો છે આથી યુક્ત અર્થ થાયસમાહિત જે ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્યથી સમાહિત છે, ઉત્પાદ-વ્યય ઘીવ્યાત્મક છે ઉત્પાદવ્યય-ધ્રૌવ્યમય છે અગર ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વભાવવાળી હોય છે તે જ સતુ કહેવાય છે.
આ પ્રકારે ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય સદ્રપ દ્રવ્યના લક્ષણ છે. સદ્રપ દ્રવ્ય લક્ષ્ય છે. પર્યાયાથિકનયની અપેક્ષાથી ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય પરસ્પર ભિન્ન છે અને દ્રવ્યથી પણ
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧