Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ અ. ૨ શબ્દાદિ પણ પુદ્ગલના જ ભેદ હેાવાનુ નિરૂપણુ સૂ. ૨૦ ૧૨૯
એજ પ્રમાણે પદ્મરાગ, નીલમ, હીરા વગેરે મણિએના ઉદ્યોત પણ પુદ્ગલદ્રવ્યના જ પર્યાય છે કારણ કે તે અનુષ્ટુ—અશીત (ન ગરમ ન શીતળ) હેાય છે. દાખલા તરીકે પાણી વિગેરે એવી રીતે અન્ધકાર અને છાંયડો વગેરે મૂત્ત દ્રવ્યનું કાર્ય હાવાથી તે પૌદ્ગગલિક છે.
શંકા——અન્ધકાર પૌલિક નથી કારણ કે તે દ્રવ્ય ગુણુ અને કમથી વિલક્ષણ છે, તે ભાવાભાવ રૂપ છે અન્ધકાર જો દ્રવ્ય હેાત તે અનિત્ય હૈાવાના સબંધે ઘડા આદિની જેમ તેની ઉત્પત્તિ થવી જોઇતી હતી પરંતુ દ્રવ્યની જેમ ઉત્પન્ન ન થવાના કારણે, અમૂત્ત હાવાથી સ્પર્શીથી રહિત હોવાથી, પ્રકાશથી, વિરૂદ્ધ હોવાથી અને પરમાણુએ દ્વારા ઉત્પન્ન ન થવાના કારણે તે પુદ્ગલ, દ્રવ્યનું પરિણામ હોઈ શકે નહીં.
અન્ધકાર ગુણુ પણ ન હોઇ શકે કારણ કે તેના આધાર ઉપલબ્ધ થતા નથી. ગુણ દ્રવ્યને આશ્રીત જ હોય છે. પ્રકાશનું વિરેાધી હોવાથી પણ અન્ધકાર ગુણુ થઇ શકે નહીં
અન્ધકાર કર્મ પણ નથી કારણ કે કર્મ પણ કોઇને કાઈ દ્રવ્યને આશ્રિત જ હાય છે અને અન્ધકારના કોઈ આશ્રય ઉપલબ્ધ થતા નથી. જો અન્ધકાર ક્રિયારૂપ હાત તા તેના કોઈ આશ્રય પણ પ્રતીત થાત પરંતુ તેના કોઈ આશ્રય ઉપલબ્ધ થતા નથી તેને ક્રિયાં માની શકાય નહી. જ્યાં તેજના અભાવ હાય છે ત્યાં જ અન્ધારાની પ્રતીતિ થાય છે. તેજ જ્યારે બીજા કોઈ દ્રવ્યથી ઢંકાઈ જાય છે ત્યારે અન્ધકાર હોય છે આથી એ સાખીત થાય છે કે અન્ધકાર પુન્દ્ગલનું પિરણામ નહીં પરંતુ તેજના અભાવ જ છે.
સમાધાન—આમ કહેવું એ ન્યાયપદ્ધ નથી. અન્ધકાર પૌદ્ગલિક છે કારણ કે તે વ્યવધાન ક્રિયામાં સમ હાય છે, સૂત્ત છે, સ્પવાન છે અને પરમાણુઓથી ઉત્પન્ન થાય છે જેમ દિવાળ. આથી અન્ધકાર ને અપૌદ્ગલિક સિદ્ધ કરવા માટે પ્રયુક્ત આપના અમૂત્વ સ્પરહિતત્વ અને પરમાણુ-અકૃતકત્વ, આ ત્રણે હેતુ અસિદ્ધ છે.
શંકા—જો અન્ધકાર મૂત્ત છે તેા આપણને તેના સ્પર્શ આદિની પ્રતીતિ કેમ થતી નથી ? સમાધાન—જેમ ગવાક્ષમાં રજકણુ દેખાય છે પરંતુ તેમના સ્પર્શ પ્રતીત થતે નથી તેવી જ રીતે અન્ધકારનુ પરિણમન એવું વિલક્ષણ છે કે આપણને તેના સ્પર્શેની ખાત્રી થતી નથી. જેવી રીતે અગ્નિને પાણી સાથે તેવી જ રીતે પ્રકાશ સાથે અન્ધકારને વેર છે. કોઇ વરડામાં રાખેલા દીપકના કિરણાના ઉપઘાત પુષ્કરાવત્ત મેઘની મૂશળ તેવી ધારાઓ પણ નથી કરી શકતી આથી જળ તથા અગ્નિના સર્વથા જ વિરાધ હાય એમ નથી તેા પણ ઉદ્ભગમ સ્થાનમાં જ તેમના વિરાધ હાય છે.
અગર અન્ધકાર પૌદ્ગલિક ન હેાત તા તેની સાથે પ્રકાશના વિરોધ પણ ન થઈ શકત. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૮માં અધ્યયનમાં કહ્યું છે
શબ્દ અન્ધકાર ઉદ્યોત પ્રભા, છાયા, આતપ, વણુ, રસ, ગંધ અને સ્પર્શ આ બધાં પુદ્દગલાનાં લક્ષણ છે. પૃથકત્વ સંખ્યા સંસ્થાન, સંચાગ અને વિભાગ આ બધાં પર્યાયાનાં લક્ષણ છે. | ૨૦ |
पोग्गला दुविधा परमाणुणो खंधा ॥
મૂલસૂત્રા—પુદ્ગલ એ પ્રકારના હાય છે. પરમાણું અને સ્કંધ, ॥ ૨૧ ॥
૧૭
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧