Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૧૩૨
તત્વાર્થસૂત્રને આમ તે અનન્ત ભેદ છે પણ પરમાણું અને સ્કંધના ભેદથી તે બે પ્રકારના જ છે. આ બે ભેદોમાં જ તે સર્વેને સમાવેશ થઈ જાય છે. વ્યક્તિશઃ આમ પરમાણું પણ અનન્ત છે અને સ્કન્ધ પણ અનન્ત છે, એવું સૂચિત કરવા માટે બહુવચનને પ્રયોગ કરવામાં આવ્યું છે.
આમાંથી પુદ્ગલપરમાણુ સ્પર્શ રસ ગંધ અને વર્ણ વાળા હોય છે અને સ્કન્ધપુદ્ગલ શબ્દ અન્ધકાર, ઉદ્યોત પ્રભા છાંયડે તાપ સૂક્ષ્મત્વ, બાદરવા સંસ્થાન અને ભેટવાળા હોય છે અને સ્પર્શ, રસ, ગંધ, વર્ણવાળા પણ. આથી એ કથન સંગત થઈ જાય છે કે–
અણુ પિતાના કાર્ય (ઘટ આદિ) દ્વારા જ જાણી શકાય છે, બે સ્પર્શવાળા એક વર્ણ એક રસ અને એક ગંધવાળા હોય છે. દ્રવ્યની અપેક્ષાથી નિત્ય અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય પણ હોય છે. તે ૨૧ છે
एगत्तपुहुसेहिं कंधा पुहुत्तेण परमाणू य ॥
મૂળ સૂવાથ–સ્કન્ધની ઉત્પત્તિ એકત્વથી, પૃથર્વથી તથા એકત્વપૃથફત્વથી થાય છે, પરમાણુ માત્ર પૃથત્વથી જ ઉત્પન્ન થાય છે.
તત્વાર્થદીપિકા–પરમાણુ અને સ્કન્ધના ભેદથી પુદ્ગલના બે ભેદ પ્રથમ કહેવાઈ ગયા હવે પરમાણુ અને સ્ક-ધની ઉત્પત્તિના કારણે બતાવીએ છીએ
કન્ય એકૃત્વથી પૃથફત્વથી તથા એફ-પૃથકૃત્ય બંનેથી ઉત્પન્ન થાય છે પરમાણુઓની ઉત્પત્તિ માત્ર પૃથફત્વથી જ થાય છે.
જે પરમાણુ અગર સ્કન્ધ અલગ-અલગ હોય તેમને એકબીજામાં મળી જવું એકત્વ કહેવાય છે. આથી વિપરીત કઈ અન્ય નિમિત્ત મળવાથી મળેલા પુદ્ગલેનું જુદા-જુદા થઈ જવું પૃથકૃત્વ કહેવાય છે. સ્કોની ઉત્પત્તિ આ બંને કારણેથી થાય છે. જેમ બે પરમાણુએના મળવાથી ઢિપ્રદેશી સ્કન્ય ઉત્પન્ન થાય છે એવી જ રીતે દ્વિદેશી સ્કન્ધ અને એક પરમાણુ ના મળવાથી અથવા ત્રણ પરમાણુઓના મળવાથી ત્રિપ્રદેશી સ્કન્ધ બની જાય છે. બે ઢિપ્રદેશી સ્કાના મળવાથી અથવા એક ત્રિપ્રદેશી સ્કન્ધ અને એક પરમાણુના મળવાથી અથવા ચાર પરમાણુઓના મળવાથી ચતુઃપ્રદેશી સ્કન્ધ બની જાય છે.
એવી જ રીતે સંખ્યાત, અસંખ્યાત, અનન્ત, અને અનન્તાનન્ત પરમાણુઓ અથવા નાના નાના સ્કન્ધ અગર સ્કન્ધો અને પરમાણુઓના મીલનથી તેટલા જ પ્રદેશવાળા સ્કલ્પ ઉત્પન્ન થાય છે.
એવી રીતે જેમ એકત્વથી સ્કન્ધ ઉત્પન્ન થાય છે, તેવી જ રીતે પૃથફત્વ અર્થાત્ ભેદથી ઉત્પન્ન થાય છે. જ્યારે કઈ કઈ સ્કન્દમાંથી એ, પરમાણુ પૃથક થઈ જાય છે તે તે નાને સ્કન્દ રહી જાય છે. આ પણ સ્કન્દની ઉત્પત્તિ છે. જ્યારે એક મોટો સ્કન્ધ બે ભાગોમાં અગર અનેક ભાગોમાં વહેંચાઈ જાય છે ત્યારે અપેક્ષાકૃત નાના-નાના અનેક સ્કન્ધાની ઉત્પત્તિ થાય છે અથવા તે નાના નાના રકામાં પણ પૃથકત્વ પેદા થઈ જાય તે અધિક બીજા નાના અનેક સ્કન્ધ ઉત્પન્ન થાય છે. આ રીતે ક્રિપ્રદેશી સ્કંધ સુધી ભેદથી ઉત્પન્ન થઈ શકે છે.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧