Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૧૩૦
તત્વાર્થસૂત્રને તત્વાર્થદીપિકા-પૂર્વોક્ત રૂપ, રસ, ગંધ અને સ્પર્શવાળા-પુદ્ગલ બે પ્રકારનાં કહેવાયા છે–પરમાણું અને સ્કન્ધ. જે કે આ બંનેમાં પુદ્ગલત્વ જાતિ સમાન છે તે પણ અવયવરહિત હોવાથી આણુ સૂક્ષમ છે અને સાવયવ હોવાથી સ્કંધ સ્થૂળ હોય છે. આ જ બંનેમાં અંતર છે. પરમાણુ આપણી ઇન્દ્રિયેથી અગેચર છે, માત્ર અનુમાન અને આરામથી જાણી શકાય છે. તે નિરવયવ અને સૂક્ષ્મ હોય છે.
સ્કંધરૂપ પુદ્ગલ આપણું ગ્રહણમાં આવી શકે છે કારણ કે તે સાવયવ અને સ્થૂળ હોય છે. સ્થાનાંગસૂત્રના બીજા સ્થાનકના ત્રીજા ઉદ્દેશકના ૮રમાં સૂત્રમાં કહે છે –
પુદ્ગલ બે પ્રકારના છે–પરમાણુ પુદ્ગલ તથા પરમાણુ પુદ્ગલ છે ૨૧ "
તત્વાર્થનિયુક્તિ–પહેલાં પુદ્ગલેનું પ્રતિપાદન કર્યું હવે ટુંકમાં તેમના ભેદોનું નિરૂપણ કરીએ છીએ-પુદ્ગલ બે પ્રકારના છે–પરમાણુ અને સ્કંધ.
પરમ આને પરમાણુ કહે છે. પરમાણુ એટલા સૂક્ષમ હોય છે કે તે આપણી ઈન્દ્રિયના વિષય થઈ શક્તાં નથી તેમને અનુમાન અને આગમના પ્રમાણથી જ જાણી શકાય છે.
કહ્યું પણ છે–પરમાણુ કારણ જ હોય છે કાય નહીં તથા સૂક્ષમ અને નિત્ય હોય છે તેમાં એક રસ, એક ગંધ, એક વર્ણ અને બે સ્પર્શ હોય છે. કાર્ય જ તેનું લિંગ છે અર્થાત સ્કંધથી તેનું અનુમાન કરી શકાય છે.
જેટલાં પણ કચણુથી લઈને અચિત્ત મહાત્કંધ પર્વત સ્કંધ છે તેમનું કારણ પરમાણું છે, કેમકે પરમાણુઓના મિલનથી જ તેમની નિષ્પત્તિ થાય છે તે અન્ય છે કારણ કે સમસ્ત ભેદના અંત સુધી વ્યાપ્ત રહે છે.
દ્વચામુંકથી લઈને મહાત્કંધ સુધીની મૂર્ત વસ્તુઓનું કારણ પરમાણું છે. અમૂર્ત જ્ઞાનાદિનું કારણ આત્મા આદિ છે. આ બંને કારણોને સર્વથા વિનાશ થતું નથી જે એમ હેત તે તેની અસત્તાની પ્રાપ્તિ થઈ જાય અને તે સંજોગોમાં કેઈને ઉત્પન્ન ન કરી શકે. દા. ત. આકાશપુષ્ય કેઈને ઉત્પન્ન કરી શકતું નથી.
પરમાણુ સૂકમ, નિરવયવ અને નિત્ય છે. પ્રત્યેક પરમાણુમાં એક રસ, એક ગંધ એક વણ તથા બે સ્પર્શ હોય છે. કાર્યથી પરમાણુઓનું અનુમાન કરી શકાય છે. પરમાણુ દ્વયાક આદિનું ઉપાદાન કારણ છે અને આત્મા જ્ઞાનના ઉપાદાન કારણ છે. પરમાણુ અને આત્માના અસ્તિત્વમાં દ્વચક્ષુક આદિ અને જ્ઞાન આદિ કાર્ય થાય જ છે. જે પરમાણુને તથા આત્માને અભાવ માનવામાં આવે તે તેમના પૂર્વોક્ત કાર્ય ઉત્પન્ન થઈ શકે નહીં, - જેના અસ્તિત્વથી જે થાય છે અને જેના અભાવમાં જે થતું નથી, તે તેનું કાર્ય-કારણ કહેવાય છે.
અમુકના હેવા પર જ અમુકનું થવું-જેમ અગ્નિનું હોવાથી જ ધુમાડાનું હોવું અને અમુકના ન હોવા પર અમુકનું ન હોવું–જેમ અગ્નિના અભાવમાં ધુમાડાનું ન હોવું–આ અન્વયવ્યતિરેક કહેવાય છે. આના જ આધારે કાર્ય કારણભાવનો નિશ્ચય કરાય છે અર્થાત આનાથી આપણે જાણીએ છીએ કે અગ્નિ કારણ અને ધુમાડો કાર્ય છે.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧