Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ અ. ૨ પરમાણુ અને સ્કંધની ઉત્પત્તિના કારણોનું નિરૂપણ સૂ. ૨૨ ૧૩૭
વિનાશ થયે ત્યારે જ તેમાં પરમાણુરૂપ ઉત્તર પર્યાયનું ઉત્પન્ન થવું. ઉત્તરકાલીન પર્યાયમાં પૂર્વ કાલીન પર્યાયનું રહેવું શક્ય નથી કારણ કે પરિણામને અર્થ જ છે ભવાન્તરનું હોવું. ઓથી સૂફમ પરિણામથી બાદર પરિણામ ભિન્ન છે, આથી સ્કન્ધ પરિણામમાં પરમાણુ પરિણામ હેતે નથી.
જેમ ગોળ, પાણી અને મહુડાના પુષના સંયોગથી સરક (દા) દ્રવ્યરૂપ પરિણમન ઉત્પન્ન થાય છે તેજ વિભિન્ન દ્રવ્યના સંગ વિશેષથી કાલાન્તરમાં એક નવીન રૂપ ધારણ કરી લે છે જેમાં તેમના ભેદને સમજવું મુશ્કેલ થઈ પડે છે પરંતુ તે દ્રવ્ય વગર તે સમયે પિતાના પૂર્વ રૂપમાં રહે છે. જે તે સમયે પણ તે દ્રવ્યો પિતાના પૂર્વ રૂપમાં જ રહે તે પૂર્વકાળની માફક તે સમયે પણ તે પરિણામ ન હોવું જોઈએ.
એ રીતે બાદર પરિણામના રૂપમાં પરિણત મહાદ્રવ્યમાં પરમાણું પોતાના રૂપમાં અર્થાત્ પરમાના રૂપમાં હેતા નથી કારણ કે તે બીજા પરિણામમાં પરિણત થાય છે જેમ દારુ પર્યાયના હોવાથી ગોળ વગેરે પિતાના રૂપમાં રહેતાં નથી આથી પરમાણુ દ્વયાણુક વગેરેના કારણ “જ” છે અહીં “જ”ને પ્રયોગ કરે ગ્ય નથી.
સમાધાન–કોઈ પણ સ્થળ મૂર્તદ્રવ્યનું જે પૃથકકરણ કરવામાં આવે તે પરમાણુઓના રૂપમાં જ તેને અંત થશે જેમનું પુનઃ પૃથકકરણ થઈ જ શકતું નથી તે દ્રવ્યનું આકાશપુષ્પની જેમ સર્વથા શૂન્ય રૂપ થશે નહીં. અથવા એમ કહીએ કે દ્રવ્યમયની અપેક્ષાથી દ્વયશુક આદિ દ્રવ્યોના કારણે પરમાણુ જ છે અને પર્યાયની અપેક્ષાથી તેમની ઉત્પત્તિ થાય છે. એવી રીતે કેઈ અપેક્ષાથી ઉત્પન્ન થવાના કારણે પરમાણુંને કાર્ય પણ કરી શકાય છે. તે પરમાણું સ્વયં કોઈ પણ દ્રવ્યના અવયવ દ્વારા ભેદી શકાતા નથી.
હા, રૂપ રસ આદિ પરિણામ તેમનામાં મળી આવે છે એ અપેક્ષાથી તે ભેદવાનું પણ હોય છે-તેમનામાં ભેદ કરી શકાય છે.?
શંકા–પરમાણુ પ્રદેશહીન હોવાના કારણે શશકવિષાણુની સમાન અસત છે?
સમાધાન–પરમાણુ સાવયવ દ્રવ્ય નથી, સાવયવ દ્રવ્યનું પ્રતિપક્ષી છે અને સાવયવ દ્રવ્યના પ્રતિપક્ષી હોવાથી અવશ્ય જ સત્ હોવું જોઈએ. અને નિરવયવ હોવું જોઈએ. તે તે પ્રદેશ રહિત છે. આ દલીલ અને આગમ પ્રમાણથી દ્રવ્ય પરમાણુની સિદ્ધી થાય છે. દ્રવ્ય પરમાણુની સિદ્ધી થઈ જવા પર ક્ષેત્રપરમાણુ અને ભાવપરમાણુની પણ સિદ્ધી થઈ જાય છે તે જાતે સમજી લેવું જોઈએ. ૨૨
एगत्त पुहुत्तेहिं चक्खुसा ॥ મૂળસૂત્રાર્થ–સંઘાત અને ભેદથી સ્કંધ ચક્ષુગ્રાહ્ય થઈ જાય છે . ૨૩
તત્ત્વાર્થદીપિકા–અનન્તાનન્ત પરમાણુઓના સમૂહથી નિષ્પન્ન થયેલે કોઈ પણ સ્કંધ ચક્ષુ દ્વારા ગ્રાહ્ય હોય છે અને કેઈ હેતા નથી. આ સંજોગોમાં જે ચક્ષુગ્રાહ્ય નથી તે ચક્ષુગ્રાહ્ય કેવી રીતે થઈ જાય છે ? આ શંકાનું સમાધાન કરવા માટે કહીએ છીએ–
૧૮
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧