Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ અ. ૨ પુદ્ગલઆદિના સ્વરૂપનું નિરૂપણ સૂ. ૧૯ છે. કાળમાં રહેલી શક્તિઓ કદી કદી જ પરિપાકને પ્રાપ્ત થઈને પોતાનું કાર્ય કરવા માટે પ્રવૃત્ત થાય છે, હમેશાં નહીં.
કિયાગતિ ત્રણ પ્રકારની છે–પ્રયોગગતિ, વિસસાગતિ અને મિશ્રગતિ જીવના પરિણામથી શરીર આહાર વર્ણ ગબ્ધ રસ સ્પર્શ અને સંસ્થાન વિષયક ગતિ પ્રગતિ કહેવાય છે. વિસસાગતિ વગર પ્રાગે જ થાય છે અને તે જીવથી ભિન્ન દ્રવ્યોનું પરિણમન છે. પરમાણુ ઈન્દ્રધનુષ્ય મેઘપરિવેષ આદિ, તેના વિવિધ આકાર પ્રકાર હોય છે. મિશ્રગતિ પ્રયોગ અને સ્વભાવ બંનેથી થાય છે. તે જીવના પ્રગની સાથે અચેતનના પરિણામથી કુંભ સ્તંભ વગેરેમાં ઉત્પન્ન થાય છે. કુમ્ભ આદિ તે તે રૂપમાં સ્વયં જ ઉત્પન્ન થવામાં સમર્થ થતા થકાં કુંભારના સાનિધ્યથી તે રૂપમાં પરિણત થઈ જાય છે.
પરત્વ અને અપરત્વે ત્રણ પ્રકારનાં છે–પ્રશંસાકૃત ક્ષેત્રકૃત અને કાલકૃત. પ્રશંસાકૃત-દા. ત. ધર્મ પર અર્થાત્ શ્રેષ્ઠ છે. જ્ઞાન પર–શ્રેષ્ઠ છે અને અજ્ઞાન અપર છે... ... ...વગેરે.
એક જ દિશા અને એકજ કાળમાં સ્થિત બે પદાર્થોમાંથી જે દૂર હોય છે તે પર કહેવાય છે અને જે નજીક-નિકટ હોય તે અપર કહેવાય છે.
કાલકૃત પરત્વ અને અપરત્વ છતા અને કનિષ્ઠતા છે. જેમ ૧૬ વર્ષવાળાની અપેક્ષાએ સે વર્ષવાળે પર કહેવાય છે જ્યારે ૧૦૦ વર્ષવાળાની અપેક્ષાએ ૨૬ વર્ષવાળ અપર કહેવાય છે આમાથી પ્રશંસાકૃત અને ક્ષેત્રકૃત પરત્વ-અપરત્વને છેડીને તેમના સિવાય બધાં વર્તના પરિણામ કિયા પરત્વ અને અપરત્વ કાલકૃત છે. કારણ કે કાળ તે બધામાં અપેક્ષા કારણ છે તેમનાથી કાળદ્રવ્યની સિદ્ધિ થાય છે. જે ૧૮ છે
'पोग्गलेसु वण्णगंधरसफासा' ॥ મૂળ સૂવાથપુદ્ગલમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે. જે ૧૯ છે
તત્વાર્થદીપિકા–પહેલાં ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ તથા જીના ઉપકાર વગેરે દર્શાવીને સામાન્ય રૂપથી સ્વરૂપ-નિરૂપણ કરવામાં આવ્યું હવે વિશેષ રૂપથી પુદ્ગલ આદિના સ્વરૂપનું નિરૂપણ કરવા માટે કહીએ છીએ–
જેમાં પૂરણ અને ગલન અર્થાત મિલન અને વિગ હોય છે તે પુદ્ગલ કહેવાય છે. પુદ્ગલમાં વર્ણ, ગંધ રસ તથા સ્પર્શ હોય છે. પુદૂગલ પરમાણુંથી માંડીને મહાત્કંધ સુધીના હોય છે.
આથી કાળે વાદળી વગેરે વર્ણ, સુરભિ અને અસુરભિ ગંધ, તીખે, ખાટો, મીઠે વગેરે રસ, કમળ, કઠોર વગેરે સ્પર્શ પુદ્ગલેના વિશેષ લક્ષણ જાણવા જેઈએ. આ રીતે જે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાન હોય તે પુદ્ગલ છે. જે ૧૯ /
તત્વાર્થનિર્યુકિત-પુદ્ગલના વિષયમાં અન્ય તીથિકેની વિવિધ પ્રકારની વિરોધી માન્યતાઓ છે. દા. ત. સૌત્રાન્તિક પુદ્ગલ શબ્દનો અર્થ જીવ કહે છે કારણ કે તે ફરી ફરી ગતિને ગ્રહણ કરે છે. બૌદ્ધોને એક સમ્પ્રદાય જે યૌગાચાર કહેવાય છે તે વિજ્ઞાનના પરિણામને પુદ્ગલ કહે છે-કહ્યું પણ છે-આત્મધર્મને જે ઉપકાર વિવિધ પ્રકારથી પ્રવૃત્ત થાય છે તે વિજ્ઞાનનું પરિણામ છે. તે પરિણામ ત્રણ પ્રકારનું છે.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧