Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૧૨૦
તત્વાર્થસૂત્રને નથી. કાળ માટી આદિની જેમ ઉપાદાન કારણ પણ હોતું નથી પરંતુ જાતે જ થનારા પુદ્ગલ આદિ પદાર્થ આ કાળમાં હોય અન્ય કાળમાં નહીં એ રીતે કાળ માત્ર અપેક્ષા કારણ છે જેમ પુદ્ગલાદિ દ્રવ્યની ગતિમાં ધર્મ દ્રવ્ય અપેક્ષા કારણ છે તેવી જ રીતે મનુષ્યલેકમાં પુગલાદિ દ્રવ્યની વર્ણનામાં કાળને અપેક્ષા કારણ માનવું તે અતિ જરૂરનું છે એવી રીતે મનુષ્યલેકમાં કાળનું અસ્તિત્વ સ્વીકારવામાં કઈ દોષ નથી.
જો હિછ લકના પદાર્થોનો ઉપકાર ચન્દ્ર-સૂર્ય આદિની ગતિ ક્વિાથી થાય છે તે તે સૂર્ય આદિની ગતિક્રિયાથી તિછલકમાં તેમને ઉપકાર સ્પષ્ટ જ છે. દેવલેક આદિમાં ચન્દ્ર સૂર્ય વગેરેની ગતિક્રિયા થતી નથી તેનાથી તેમને ઉપકાર થતું નથી. આ રીતે અન્યત્ર તેમને ઉપકાર સ્પષ્ટ જ છે. આથી મનુષ્યલેકવત્તી કાળ દ્વારા જ અન્યત્ર પણ કાળને વ્યવહાર સમજી લેવો જોઈએ. સહુથી નાને જે સમય છે તે પણ સૂર્ય આદિની ક્રિયાથી પ્રગટ થનારા દિવસ વગેરેના પરમ લવ જ જાણવા જોઈએ.
સૂર્ય આદિની ગતિમાં પણ પ્રાચીન કાળગતિ કારણ હોય છે આથી મનુષ્યલોકમાં જ કાળ દ્રવ્યને સદ્ભાવ માનવ ગ્ય છે અન્યથા લેક અને અલેકમાં વર્ણના આદિને સદભાવ હેવાથી સર્વત્ર જ તેની સત્તા કેમ ન મનાય ? કહેવાનું એ છે કે આનાથી કાળની પર્યાયતા યણ સંગત થઈ જાય છે.
આ રીતે વર્ણના કાળાશ્રિત વૃત્તિ કહેવાય છે. વર્તાના, ઉત્પત્તિ સ્થિતિ અને ગતિ છે જે પ્રથમ સમય આશ્રિત છે. વર્તના આદિ સમસ્ત ભાવરૂપ પદાર્થોમાં વ્યાપક છે. પદાર્થ સ્વયં જ વર્તન કરે છે તે વર્તનશીલ પદાર્થો માટે કાળાશ્રયવૃત્તિ નિમિત્ત થઈ જાય છે. તેના દ્વારા પદાર્થ વર્તન કરે છે તે વર્તન; એવી વત્તના શબ્દની વ્યુત્પત્તિ છે. કાલાશ્રયવૃત્તિ જ વર્તના અગર વર્તનશીલતા કહેવાય છે. વૃત્તિ, વર્તન અગર વર્તનશીલતા આ બધાં એક જ અર્થ સૂચવે છે. “અનુવાન સ્ત્રા” આ સૂત્રથી યુચ પ્રત્યય થાય છે તેને “જુવો ના આ સૂત્રથી આદેશ થતો નથી. પ્રથમ વ્યુત્પત્તિમાં “વારો યુવ' એ સૂત્રથી યુગૂ પ્રત્યય થાય છે. તે વર્તના પ્રત્યેક દ્રવ્ય અને પર્યાયમાં એક સમયે સમ્બન્ધી સત્તાનું અનુભવ રૂપ છે. ઉત્પાદ્ય અગર તેનાથી બીજા પદાર્થના પ્રથમ સમયને વ્યવહાર અનુમાન ગમ્ય છે ચોખા વગેરેના પાકની જેમ અગ્નિ અને જળ હેતુક પ્રાથમિક વિક્રિયા અતીત અને અનાગત વિશેષથી રહિત જાણવા જોઈએ. તે વર્ણના અત્યન્ત કુશળ બુદ્ધિમાન પુરુષની જ સમજમાં આવે છે. કહ્યું પણ છે –
-વિસરા વાટી વગેરે. શંકા–-વર્તમાન સૂર્યના ઉદયથી પ્રતીત થનારા ભાવરૂપ પદાર્થોની વિશિષ્ટ ક્રિયા જ વર્તના કરે છે એમ વ્યવહારને વિષય હોય છે તેનાથી ભિન્ન કેઈ કાળ વ્યવહારને વિષય હોતો નથી. એવી જ રીતે “ઢ” (વીતેલા દિવસ) અને “ધ” (આવનારો દિવસ) આ પ્રકારે અતીત અને અનાગત ઉદયરૂપ, સૂર્યમંડળના જમણથી અનુમાન કરાનારી વસ્તુની ક્રિયા જ વર્તશે વગેરે રૂપે વ્યવહાર કરાય છે.
સમાધાન–કાળ ભલે ધર્મ આદિ દ્રવ્યનું પરિણમન માત્ર હેય અગર ભલે તેનાથી કંઈ જુદો જ હોય, બંને પક્ષમાં કઈ દોષ નથી પણ સૂર્યની ગતિથી પ્રતીત થનારી વસ્તુની ક્રિયા
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧