Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ અ. ૨ કાળના લક્ષણનું નિરૂપણ સૂ. ૧૭
૧૧૯ શંકા-કાલદ્રવ્ય તે સિદ્ધ છે પરંતુ સમય વગેરેની સત્તામાં શું પ્રમાણ છે ?
સમાધાન–ચોખાનું રંધાવું રાંધણ કહેવાય છે. ચઢતા ચોખા ધીમે-ધીમે ભાત રૂપમાં પરિણત થઈ જાય છે કારણ કે તેમના સખ્ત અવયવ શિથિલ થતાં જોવાય છે. આથી સાબીત થાય છે કે સમય સમયની પ્રતિ સૂફમ કાળનું અસ્તિત્વ છે. જે એક એક સમયમાં ચોખા છેડા ચેડા ન રંધાત તે તેમાં સ્થૂળ પાક ન લેવામાં આવત. આ રીતે બધા દ્રવ્યોમાં પ્રતિ સમય સ્થૂલ પર્યાય જોવામાં આવે છે આથી જાતે જ વર્તન સ્વભાવ હોવાથી બાહા નિશ્ચયાળ જે પરમાણુરૂપ છે તેની અપેક્ષા રાખીને ઉત્તરોત્તર સૂફમ પર્યાયમાં જે વર્તન પરિણમન થાય છે તે વર્તન છે એવું નક્કી હોત તે દ્રવ્યનું સમયે-સમયે પરિણમન થાત પછી તે દ્રવ્યોના સ્થળ પર્યાય પણ ન હોત આથી તે વર્તાના પરમાણુરૂપ મુખ્ય કાળને સમજવામાં કારણ છે. આ કારણથી વર્તાના દ્વારા આણુરૂપ મુખ્ય કાળનું અસ્તિત્વ નિશ્ચિત હોય છે. આ રીતે વર્તાના નિશ્ચય કાળનો ઉપકાર સમજવું જોઈ એ
આ પ્રકારના કાળનું અસ્તિત્વ મનુષ્યલેકમાં જ કેમ સ્વીકારવામાં આવે છે ? મનુષ્યલોકથી બહાર કેમ નથી સ્વીકારાતું ? મનુષ્યકથી બહાર પણ કાળનું લક્ષણ ઘટત થાય છે જેવી રીતે વર્તાના રૂપ કાળનું હોવું મનુષ્યલોકથી બહાર પણ પ્રતિત થાય છે. “પ્રાણાપાન” શ્વાસે
છુવાસ નિમેષ, ઉન્મેષ, આયુષ્યનું પ્રમાણ આદિ કાળ તથા પરત્વ અપરત્વ આદિ લિંગ મનુષ્યલેકથી બહાર પણ મળી આવે છે. આનું સમાધાન એ છે કે ત્યાં ભાવોની વૃત્તિ હોવા છતાં પણ તે વૃત્તિ કાળનું કારણ માનવામાં આવતી નથી પરંતુ સત્ પદાર્થ સ્વયં જ ઉત્પન્ન થાય છે. સ્વયં જ નષ્ટ થાય છે. એ સ્વયં જ સ્થિર રહે છે. પદાર્થોનું અસ્તિત્વ કેઈ બીજા પદાર્થની અપેક્ષા રાખતું નથી.
મનુષ્યલેકથી બહાર જે પ્રાણાપાન આદિ વ્યવહાર છે તે કાળની અપેક્ષા રાખતા નથી કારણ કે સમાન જાતીય બધાં એકી સાથે જ ઉત્પન્ન થતાં નથી. સમાન જાતીયવાળાઓના કાળની અપેક્ષા રાખનારા અર્થ એક કાળમાં થાય છે, વિજાતીયેના નહીં. તુલ્ય જાતીઓના પ્રાણ આદિ વ્યાપાર એક જ કાળમાં ઉત્પન્ન થતાં નથી તેમજ બન્ધ પણ થતું નથી આથી પ્રાણ આદિ વૃત્તિઓ કાલાપેક્ષ નથી તેમજ મનુષ્યલોકથી બહાર જે પરત્વ અને અપરત્વ છે તેમને કાળની અપેક્ષા હોય છે.
પરત્વ અને અપરત્વ સ્થિતિ વિશેષની અપેક્ષાથી થાય છે. જેમ ૭૦ વર્ષવાળાની અપેક્ષા ૧૦૦ વર્ષવાળો “પર” કહેવાય છે અને ૭૦ વર્ષવાળો “અપર” કહેવાય છે. આ વ્યવહાર પદાર્થોના અસ્તિત્વથી જ થાય છે. અને કેઈનું અસ્તિત્વ કેઈ બીજી વસ્તુની અપેક્ષા રાખતું નથી તે કહેવાઈ ગયું છે
શંકા–જો એવું છે તે મનુષ્યલોકમાં પણ વર્ણના, પરિણામ, ક્રિયા આદિ કાળ વગર જ થઈ જશે ત્યાં કાળના અસ્તિત્વને સ્વીકાર કરવાથી શું ફાયદો ?
સમાધાન –મનુષ્ય લેકમાં કાળને જે વત્તના આદિના જનક કારણ તરીકે માન્યું હેત અગર તે ઉપાદાન કારણ માન્યું હોત તો આવી કલ્પના કરવાની આવશ્યકતા ન હતી. પરંતુ એવું તે માન્યું નથી. વર્તાના આદિમાં કાળ અપેક્ષા કારણે જ કહેવામાં આવેલ છે જેમ કુંભાર માટી લઈને ઘડો બનાવે છે તેમ કાળ પુદ્ગલ વગેરેને લઈને તેમની વ7ના વગેરે કરતે
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧