Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ અ. ૨ પુદ્ગલના લક્ષણનું નિરૂપણ સૂ. ૧૬
અશાતા વેદનીય કર્મના ઉદય અનિષ્ટ બાહ્યપુદ્ગલેના કારણે આમામાં સંકલેશ રૂપ પરિસુતિ થવું દુઃખ કહેવાય છે. આમાં પણ પુદ્ગલ નિમિત્ત હોય છે.
ભવસ્થિતિને કારણભૂત આયુષ્ય કર્મના સંબંધવાળા પુરુષની શ્વાસોચ્છવાસ ક્રિયાનું સંપૂર્ણ રીતે બંધ થઈ જવું મરણ કહેવાય છે.
શંકા-મરણ આત્મા માટે પ્રતિકૂળ છે આથી તેને અનુગ્રાહક ઉપકારક કેવી રીતે કહી શકીએ?
સમાધાન–પંડિતમરણ સદ્ગતિને પ્રાપ્ત કરાવનાર છેઆથી તે મરણ પ્રિય હોય છે આવી રીતે વિરક્ત પુરુષને પણ મરણ પ્રિય હોય છે. સ્પ, રસ, ગંધ, વર્ણ અને શબ્દનું ઈષ્ટ અથવા અનિષ્ટ થવાનું જીવની પિતાની ચિત્તવૃત્તિ પર નિર્ભર છે. કહ્યું પણ છે-નિશ્ચય નયથી અર્થાત્ વાસ્તવિક રૂપથી ન કેઈ પદાર્થ ઈષ્ટ હોય છે કે ન અનિષ્ટ, પરંતુ જે પદાર્થ પર દ્વેષ ઉત્પન્ન થાય છે તેજ અનિષ્ટ બની જાય છે અને જેના પર રાગવૃત્તિ ઉત્પન્ન થાય છે તે ઈષ્ટ પ્રતિત થવા લાગે છે.
શંકા–જે જીવ સેપક્રમ આયુષ્યવાળા છે, અનશન અગર રોગ આદિના કારણે જેમનું આયુષ્ય ક્ષીણ થઈ જાય છે, જેમનું આયુષ્ય અપવર્તનીય છે, એવા છે માટે પુગલ ઉપકારક ભલે હોય પરંતુ અનાવર્તનીય આયુષ્યવાળા અર્થાત દેવતા અને નારકી, ચરમ શરીરધારીઓ, ઉત્તમ પુરુષે તથા અસંખ્યાત વર્ષોના આયુષ્યવાળા માટે પુદ્ગલ મરણોપકારક કેવી રીતે હોઈ શકે ?
સમાધાન–સાંભળો ભલે કેઈ અપવર્તનીય આયુષ્યવાળો હોય અગર તે અનપવર્તનીયવાળે; બધાનું જીવન અને મરણ પુદ્ગલેને જ આધીન છે. અનપવર્તનીય આયુષ્યવાળા જેના આયુષ્યને નથી કઈ વધારી શકતું કે નથી ઘટાડી શકતું આવી સ્થિતિમાં તેમના જીવન અને મરણને પુદ્ગલકૃત ઉપગ્રહ કેવી કહી શકાય ? એને જવાબ એ છે કે પૌગલિક આયુષ્ય કર્મ
જ્યાં સુધી બન્યું રહે છે ત્યાં સુધી જીવન રહે છે અને જ્યારે તેને ક્ષય થઈ જાય છે તે મરણ થાય છે. આ રીતે સઘળાં જીવેનું જીવન તથા મરણ પુદ્ગલોને આધીન છે.
અનાવર્તનીય આયુષ્યવાળાઓનું જીવન પણ આયુષ્ય કર્મ વગર ટકી શકતું નથી અને આયુષ્યકર્મના ક્ષય વગર મરણ થઈ શકતું નથી આ કારણથી અનપવર્તનીય આયુષ્યવાળાનું જીવન-મરણ પણ પુદ્ગલને આધીન છે. ભગવતીસૂત્રના શતક ૧૩ ઉદ્દેશક ૪ માં કહે છે કે–
પ્રશ્ન-પુદ્ગલાસ્તિકાયના વિષયમાં પ્રશ્ન ?
ઉત્તર–ગૌતમ! પુદ્ગલાસ્તિકાયના નિમિત્તથી જીવોના ઔદારિક, વૈકિય, આહારક, તેજસ, કામણ શરીર ગેન્દ્રીય, ચક્ષુરિન્દ્રીય, ધ્રાણેન્દ્રિય, જિહેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, મગ, વચનગ, કાયયોગ તથા શ્વાસોચ્છવાસનું ગ્રહણ પ્રવૃત્ત થાય છે. પુદ્ગલાસ્તિકાય ગ્રહણ લક્ષણવાળું છે કે ૧૬
'परीप्परनिमित्ता जीवा' મૂળસ્ત્રાર્થ–જીવ પરસ્પરમાં નિમિત્ત હોય છે. ૧૭
તત્વાર્થદીપિકા-જીવ પરસ્પર એકબીજાના ઉપકારક હોય છે. રાજા અને સેવક, આચાર્ય અને શિષ્ય જેવી રીતે એક બીજાના ઉપકારક છે તેવી જ રીતે જીવને પણ પરસ્પર ઉપકાર
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧