________________
૧૧૪
તત્વાર્થસૂત્રને ગુણદોષની વિચારણા રૂપ સ...ધારણ સંજ્ઞાના વેગથી સંસી પ્રાણી જ મનેયેગ્ય મને વર્ગણાના પુદ્ગલેને સર્વગથી ગ્રહણ કરે છે અને તેમને મનના રૂપમાં પરિણત કરીને તેમનાથી ગુણ-દેષની વિચારણા કરે છે.
એકેન્દ્રિયથી લઈને અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવ તે સંપ્રધારણ સંજ્ઞાથી યુક્ત હતા નથી. મનપર્યાપ્તિનો અભાવ હોવાથી તેમનામાં મનન કરવાની શક્તિ હતી નથી જે અસંશી બેઈન્દ્રિય પ્રાણી પોતાના દરની તરફ જતાં-ભાગતા દેખાય છે અથવા કૃમિ, કીડી વગેરે ખાના કણોને સંગ્રહ કરે છે. તે મન વગર જ અવગ્રહની પુટતાને કારણે એવું કરે છે તેમનામાં એવી જ લબ્ધિ હોય છે તેઓ ગુણદોષની વિશિષ્ટ વિચારણા કરી શક્યાં નથી.
શંકા–જીવ દારિક આદિ શરીરને યોગ્ય પુદ્ગલેને કેવી રીતે ગ્રહણ કરે છે ? અને ગ્રહણ કરવામાં આવેલા તે પુદ્ગલ ભેગાં જ કેવી રીતે રહે છે ? વિખેરાઈ કેમ જતાં નથી ?
સમાધાન–જીવ ક્રોધાદિ કષાયથી યુક્ત થઈને જ્ઞાનાવરણ આદિ કર્મો અને કર્મોને યોગ્ય પુદ્ગલેને સમસ્ત આત્મપ્રદેશથી ગ્રહણ કરે છે, ગ્રહણ કરેલાં તે પુદ્ગલ બંધના કારણે મળેલાં જ રહે છે, વિખેરાઈ જતાં નથી કહ્યું પણ છે –
ઉષ્ણતા ગુણવાળે દીપક વાટ વડે તેલને ગ્રહણ કરે છે તેવી જ રીતે રાગાદિની ઉષ્ણતાથી યુક્ત થઈને વેગ રૂપી વાટ દ્વારા આત્મા રૂપી દીપક કર્મ સ્કંધ રૂપી તેજને ગ્રહણ કરીને તેમને કર્મરૂપમાં પરિણત કરે છે.”
એ રીતે પુગલ જ ઔદારિક વગેરે શરીરેનાં રૂપમાં જીવને ઉપકારક થાય છે. પ્રકૃત, વિજ્ઞાન, સ્વભાવ પરમેશ્વર, નિયતિ, અષ્ટપુરુષ અથવા કાળ આદિ શરીર વગેરે આકાર રૂપમાં પરિણમતા નથી. તેમને સ્વીકાર કરવા માટે કઈ દલીલ નથી. આ રીતે જીવોની તરફ પુદ્ગલેને ઉપકાર પ્રતિપાદિત કરવામાં આવ્યું. છે.
હવે બીજા પ્રકારથી એ બતાવીએ છીએ કે નિમિત્ત બનીને પુદ્ગલ કઈ રીતે જીવને ઉપકાર કરે છે ? જીથી સુખ, દુઃખ જીવન અને મરણ રૂપ ઉપગ્રહમાં પણ પુગલ કારણ હોય છે. શાતા અને અશાતવેદનીય કર્મના ઉદયમાં પુદ્ગલ નિમિત્ત કારણ હોય છે.
એવી જ રીતે ઈષ્ટ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ રૂપ પુદ્ગલ સુખના નિમિત્ત કારણ હોય છે અને અનિષ્ટ સ્પર્શ આદિ દુઃખના કારણ હોય છે સ્થાન, આચ્છાદાન, લેપન ભેજન આદિ સંબંધી પુદ્ગલ જીવનના ઉપકારક છે અને આયુષ્યના અનાવર્તક હોય છે એમનાથી વિપરીત, વિષ, શસ્ત્ર, અગ્નિ આદિના પુગલ મરણના કારણ બની જાય છે–આયુષ્યનું અપવર્તન કરવાવાળા હોય છે. ઔદારિક શરીર આદિના રૂપમાં પરિણત થયેલા પુદગલ આત્માનો સાક્ષાત્ ઉપકાર કરે છે.
સુખ-દુઃખ પર્યાયમાં આત્મા સ્વયં પરિણત થાય છે, પુદ્ગલ તેમાં નિમિત્ત થઈ જાય છે. બાહ્યદ્રવ્યોના સંબંધ રૂપ નિમિત્તથી શાતાદનીયને ઉદય થવાથી સંસારી જીવને ઈષ્ટ સ્ત્રી, પુત્ર, માળા, ચન્દન, અન્નપાણી આદિ પુદ્ગલેથી પ્રસાદ પરિણામરૂપ સુખની ઉત્પત્તિ થાય છે. આ પ્રકારે આત્માની પરિણતીમાં પુદ્ગલ નિમિત્ત બનીને ઉપકાર કરે છે.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧