Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૧૧૬
તત્વા સૂત્રના
સમજવા જોઈ એ. રાજા દ્રવ્ય આદિ આપીને નાકરના ઉપકાર કરે છે, સેવક હિત સાધીને અને અહિત રાકીને રાજાના ઉપકાર કરે છે, આચાય આ લાક તથા પરલેાકમાં ઉત્તમ ફળ આપનાર ઉપદેશ અનુસાર ક્રિયા કરાવીને શિષ્યના ઉપકાર કરે છે. શિષ્ય આચાય માટે અનુકૂળ કાય કરીને આચાય ના ઉપકારક થાય છે.
આવી રીતે જીવાના સુખ, દુ:ખ, જીવન તથા મરણ પણ જીવકૃત ઉપકાર છે. જે જીવ ખીજા જીવને સુખ પહેાંચાડે છે તે તેને અનેકવાર સુખી મનાવે છે આથી ઉલટું જે જીવ જેને દુઃખ આપે છે તે બદલામાં તેને વારંવાર દુઃખી બનાવે છે. જે જેના ઘાત કરે છે તેને તેની દ્વારા ઘણીવાર મરવું પડે છે વળી કહ્યુ પણ છે કે
અરે જીવ ! તુ તારા પુત્ર-પત્ની વગેરે પરિવાર માટે જીવાની જો હિંસા કરીશ, તેના ટુકડે-ટુકડા કરીશ, દુઃખ ઉપજાવીશ તે યાદ રાખજે કે તારે એકલાને જ તેનુ ફળ ભાગવવું પડશે !! ૧૭
તત્વાથ નિયુકિત—પહેલા ધ, અધર્મી, આકાશ, અને પુદ્ગલ દ્રવ્યના ઉપકારક રૂપમાં લક્ષણ કહેવામાં આવ્યું છે. જીવા માટે ધર્મ અધમ આદિ બધાં ઉપકારક હાય છે, ધર્મ, અધમ તથા આકાશપુદ્ગલેાના ઉપકારક હેાય છે, આકાશ ધર્મ, અધમ અને પુદ્ગલેના ઉપકારક હાય છે. ઈત્યાદિ રૂપથી કથન કરવામાં આવ્યુ' છે હવે જીવ કાના ઉપકારી હાય છે એ માટે કહીએ છીએ—જીવ પરસ્પર એક બીજાના ઉપકાર કરવામાં નિમિત્ત બને છે.
એક જીવ બીજા જીવને ભલાઈ ના ઉપદેશ આપીને તથા અહિતથી રોકીને ઉપકાર કરે છે. એવી જ રીતે ભવિષ્યમાં અથવા વિદ્યમાન કાળમાં જે હિત છે, ચૈાગ્ય ક્ષેમ અગર ન્યાય્ય છે તેનુ પ્રતિપાદન કરીને તથા હિતથી વિપરીત અહિતના પ્રતિષેધ કરીને પરસ્પર ઉપકારક થાય છે. એક જીવ ખીજાના, ખીજો ત્રીજાના, ત્રીજો ચાથાના ઉપકાર કરે છે અને આવી રીતે ઉપકારની પરમ્પરા ચાલુ રહે છે.
જેમ ધ, અધમ આકાશ કાળ અને પુદ્ગલ દ્રવ્યમાં સ્વભાવથી જ ઉપકારકતા છે તેવી જીવામાં સ્વભાવથી ઉપકારકતા નથી. જીવાની ઉપકારકતા તેા અનુગ્રહ બુદ્ધિથી જ સમજવી જોઈ એ. આ પ્રકારે પરસ્પર હિતાહિતના ઉપદેશ આપીને જીવ બીજા જીવના અનુગ્રહ કરે છે, પુદ્દગલ આદિ એવું કરતા નથી.
અથવા જીવના સુખ આદિના સાધક-એક-એક પુદૂગલ વગેરે થઈ શકે છે. હમેશાં એ વગેરેના ઉપકારક થાય છે, એક-એકના નહીં. આ રીતે પહેલા પુદ્ગલ આદિના ગૌણ ઉપકાર પ્રતિપાદિત કર્યાં અહીં જીવ દ્વારા થનારા મુખ્ય ઉપકાર સમજવા જોઈ એ. જીવ જેટલે અધિક ઉપદેશ દ્વારા જીવાને ઉપકારક થાય છે તેટલા ધન વગેરે દ્વારા ઉપકાર કરતા નથી.
શકા—પહેલા જીવનું લક્ષણ ઉપયેગ ખતાવ્યું તેા પછી તેનું બીજું લક્ષણુ ખતાવવું
નકામું છે.
સમાધાન—ઉપયાગ જીવનું અન્તરંગ લક્ષણ છે. અહીં જે પરસ્પર ઉપકાર કરવાનું લક્ષણ કહેલ છે તે તેનું બહિરંગ લક્ષણ છે.
શંકા—એવુ છે તે ધર્મ આદિનું પણ ખીજું લક્ષણ કેમ ન ખતાવ્યું ?
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧