Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૧૧૦
તત્વા સૂત્રના
પ્રશ્ન—ભગવંત ! દ્રવ્ય કેટલાં કહ્યાં છે. ?
ઉત્તર—ગૌતમ ! છ દ્રવ્ય કહ્યાં છે જેમ કે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય પુદૂંગલાસ્તિકાય જીવાસ્તિકાય અને અÜા સમય.
શકા—ધર્માસ્તિકાયના ગતિ-ઉપકાર વગર જ પક્ષીઓનુ` ઉંડવુ', અગ્નિનુ' ઉચે જઈ મળવું તથા વાયુનું ફંટાઈને વહેવું અનાદિ કાલીન સ્વભાવથી જ દેખી શકાય છે.
સમાધાન—ધદ્રવ્યના ઉપકાર વગર જ, કાગડા વગેરે પક્ષીઓની સ્વાભાવિક ગતિમાનવામાં ઉકત હેતુ અને દૃષ્ટાંત સુસંગત નથી કારણ કે અનેકાન્તવાદી ગતિપરિણામને પ્રાપ્ત સઘળાં જીવા અને પુદ્ગલાની ગતિમાં ધદ્રવ્યને અનુગ્રાહક સ્વીકાર કરે છે એવી જ રીતે અનેકાન્તવાદી આંત સ્વયં સ્થિતિપરિણામમાં પિરણત બધાં જીવા અને પુદગલાની સ્થિતિમાં અધદ્રવ્યને સહાયક માને છે અને એવી જ રીતે જૈન સિદ્ધાંતના અનુયાયી જૈન બધા અવગાહપરિણામમાં પિરણત જીવ પુળ આદિના અવગાહમાં આકાશને સહાયક માને છે. ધ અધર્મ અને આકાશ એ ત્રણ કૂબ્યા જીવ અને પુદ્ગલની ગતિ સ્થિતિ તથા અવગાહને ઉત્પન્ન કરતાં નથી પરંતુ માત્ર મદદરૂપ જ થાય છે.
જીવે અને પુદ્ગલાની જે ગતિ, સ્થિતિ અને અવગાહના થાય છે તે સ્વતઃ પરિણામના અભાવ હોવાથી પરિણામી માં અને નિમિત્તે એ ત્રણે કારણામાંથી ભિન્ન અલગ ઉદાસીન કારણથી ઉત્પન્ન સમજવા જોઈ એ કારણ કે તે સ્વાભાવિક પર્યાય ન હાઈ કવચિત્ જ થાય છે, જેમ માછલીની ગતિ ઉદાસીન કારણુ જળની સહાયતાથી થાય છે આ રીતે જો કે ધર્માદિ દ્રવ્ય અમૃત્ત છે તે પણ ગતિ આદિ કાર્ય તેમના સહાયક હાય છે કારણ કે તેમના અભાવમાં આ કાય થઈ શકતા નથી અને એકનું કામ બીજું કઈ પણ કરી શકતું નથી.
આ કથનના ફલિતા એ છે કે ગતિ સ્થિતિ અને અવગાહ રૂપમાં પરિણત જીવ અને પુટ્ટુગલ દ્રવ્યના સામીપ્યથી ધર્માદિના વ્યાપાર થવા એ જ તેમના ઉપકાર કહેવાય છે.
શકા—કરી શકાય કે આવું માનવા છતાં પણુ ધર્મ, અધમ, પુદ્ગલ અને જીવ દ્રવ્યના પ્રવેશ અને નિષ્ક્રમણ રૂપ અવગાહ આકાશનું લક્ષણ સિદ્ધ થાય છે એ ખરાબર નથી કારણ કે ઉક્ત લક્ષણવાળા અવગાહ પુદ્ગલ-જીવ સમ્બન્ધી તથા આકાશ સબધી હાવાથી બંનેમાં રહે છે અને બંને દ્વારા ઉત્પન્ન થવાના કારણે એ–આંગળીઓના સચેાગની જેમ કોઈ એકનુ લક્ષણુ કહી શકાતું નથી અર્થાત્ બે આંગળીઓના જોડાણને એક આંગળીના ધર્મ કહી શકતા નથી તેવી જ રીતે ઉક્ત અવગાહ પણ માત્ર આકાશનાં જ કહી શકાય નહીં.
ઉપરની શ’કા સારી છે પરંતુ અહી લક્ષ્ય હેાવાના કારણે આકાશની જ મુખ્યતયા ચર્ચા કરાઈ આ કારણથી એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે જ્યાં અવગાહન-અનુપ્રદેશ હાય તે આકાશ છે. આ રીતે આકાશનુ લક્ષણ અવગાહના કહેવામાં આવ્યું છે. અવગાહક જે જીવ અને પુદ્ગલ છે. તે પણ જો કે સયેાગના જનક છે તે પણ તેમનુ અત્રે વિવરણ કરવામાં આવ્યું નથી. આ કારણથી અવગાહને આકાશનુ લક્ષણુ માનવું યાગ્ય જ છે. અવગાહમાન જીવ અને પુદ્ગલ વગેરે દ્રવ્યાને અવગાહ આપવામાં આકાશ જ અસાધારણ કારણ છે પરંતુ તે અવકાશ આપવામાં જોરજુલ્મ કરતું નથી.
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧