________________
૧૦૬
તત્વાર્થસૂત્રને આ પ્રકારે લેકાકાશના એક પ્રદેશમાં અનેક જીના અનેક પ્રદેશનાં અવગાહ છે. ઢાંકણું વગરને દીવે તેટલા જ આકાશપ્રદેશને વ્યાપ્ત કરે છે જેટલાં તેના અવયવ હોય તે સંપૂર્ણ લેકને પ્રકાશિત કરી શક્યું નથી પરંતુ આત્મા સમુદ્રઘાતના સમયે સમસ્ત લેકમાં વ્યાપ્ત થઈ જાય છે. સિદ્ધ થયા પછી જીવની અંતિમ શરીરથી વિભાગ ન્યૂન અવગાહના રહે છે, ત્રીજો ભાગ શરીરના છિદ્રોની પૂર્તિમાં લાગી જાય છે પરંતુ સિદ્ધ જને આકાર તે જ રહે છે જે આકાર મુક્તિના સમયે શરીરને હોય છે. - આ રીતે ધર્મ, અધર્મ આકાશ તથા જીને પરસ્પરમાં તથા પુદ્ગલેમાં અવગાહનાને વિરેાધ નથી કારણ કે તે અમૂર્ત છે. આથી ધર્મ, અધમ આકાશ અને જીવનું અમૂર્ત હેવાના કારણે પરસ્પરમાં રહેવું વિરુદ્ધ નથી અને ન તે ધર્માદિનું પુદ્ગલેમાં રહેવું વિરુદ્ધ છે કારણ કે તેમના જ નિમિત્તથી ગતિ સ્થિતિ તથા અવગાહના જોઈ શકાય છે અને આત્મા કર્મયુગલેને વ્યાપ્ત કરે છે. ફલિતાર્થ એ છે કે જીવ સંકેચ વિસ્તાર સ્વભાવના કારણે મોટા અથવા નાના શરીરને ધારણ કરે છે.
શંકા–જે જીવના પ્રદેશમાં સંકેચ-વિસ્તારનું સામર્થ્ય છે તે સંપૂર્ણ કારણ મળવાથી જીવ સમસ્ત પ્રદેશને સંકેચી લઈ આકાશના એક જ પ્રદેશમાં કેમ સમાઈ જતું નથી ? અવરોધ કરનારી કઈ વસ્તુ તે છે જ નહીં. આ સંજોગોમાં જેને અવગાહ લેકાકાશના અસંખ્યાતમાં ભાગ આદિમાં કેમ થાય છે ? એક પ્રદેશ વગેરેમાં કેમ થતું નથી ?
સમાધાન–પ્રત્યેક સંસારી જીવન કાર્મણ શરીરની સાથે સંબંધ છે અને કામણ શરીર અનન્તાનન્ત પુદ્ગલેના સંચયથી બનેલું છે. આથી લેકના અસંખ્યાતા પ્રદેશમાં જ જીવન અવગાહ થઈ શકે છે, એકાદિ પ્રદેશમાં નહીં. એટલું ચોક્કસ છે કે સિદ્ધ જીવ ચરમ શરીરના ત્રીજા ભાગમાં અવગાહન કરે છે તેનું કારણ એ છે કે શરીરને ત્રીજો ભાગ છિદ્રમય–પોલો છે. તે પોલાણની પૂર્તિમાં ત્રીજો ભાગ ઓછો થઈ જાય છે. આ ત્રિભાગન્યૂનતા યુગનિરોધના સમયે જ થઈ જાય છે આથી સિદ્ધજીવ પણ વિભાગનૂન અવગાહનાવાળા હોય છે. જો કે સિદ્ધજીનું સહેજ વીર્ય નિરાવરણ થાય છે તે પણ તેમનામાં એ સામર્થ્ય નથી કે તેઓ તેથી અધિક અવગાહનાને સંકેચ કરી શકે. સંસારી જીનું તે કહેવું જ શું ? જીવને સ્વભાવ જ એવો છે કે આનાથી વધુ સંકેચ થઈ શક્તા નથી. અને સ્વભાવના વિષયમાં કઈ પ્રશ્ન કરી શકાતો નથી. આ સિવાય સંસારી જીવ કર્મયુક્ત હોવાથી વધુ સંકેચ થઈ શકતો નથી,
શંકા–કર્મયુક્ત જીવ કેમ અધિક સંકેચ કરી શકતું નથી ? સમાધાન–કારણકે તેઓ પ્રયત્ન કરતા નથી શંકા–શા માટે તેઓ પ્રયત્ન કરતા નથી ? સમાધાન–પ્રયત્ન કરવાનું કોઈ કારણ વિદ્યમાન નથી.
અહીં એટલું સમજી લેવાની જરૂર છે કે-સંકુચિત આત્મપ્રદેશ જયારે વિકાસ પામે છે ત્યારે તેમને સમ્બન્ધ પરસ્પર તૂટી જતું નથી પરંતુ કમળની નાળના તંતુઓની જેમ તેઓ આપસમાં જોડાયેલા રહે છે. સમ્બન્ધ ન તૂટવાનું કારણ એ છે કે પ્રથમ તે તેઓ અમૂર્ત છે, બીજું તેઓ વિકાસશીળ છે અને ત્રીજું એકત્વ રૂપ પરિણામમાં પરિણત થાય છે. જીવની
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧