Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ
જીવનું લક્ષણ સૂ. ૨ ઉપયોગના બે ભેદ છે – જ્ઞાન પગ અને દર્શને પગ સામાન્ય, વિશેષ ધર્માત્મક વસ્તુનાં વિશેષ ધર્મને જાણવાવાળો જ્ઞાને પગ અને સામાન્ય ધર્મને વિષય કરવાવાળા દર્શને પગ કહેવાય છે. જ્ઞાને પગ ૮ પ્રકારનો છે, (૧) મતિજ્ઞાન, (૨) શ્રુતજ્ઞાન, (૩) અવધિજ્ઞાન, (૪) મન:પર્યવજ્ઞાન, (૫) કેવળજ્ઞાન, (૬) મત્યજ્ઞાન, (૭) કૃતઅજ્ઞાન અને (૮) વિર્ભાગજ્ઞાન. દશને પગ ચાર પ્રકારનાં છે. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન.
અથવા-જીવ ઉપગલક્ષણવાળો છે. ત્યાં ઉપગને અર્થ છે—કે પદાર્થને નિશ્ચય રૂપથી જાણો. આ ઉપયોગ જેનો અસાધારણ ગુણ છે તે જીવ ભાવજીવ કહેવાય છે. જીવનાં બે ભેદ છે. ભાવજીવ અને દ્રવ્યજીવ. ઓપશમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક ઔદયિક અને પારિણમિક ભાવથી યુક્ત જે ભાવજીવ છે તે ઉપગલક્ષણવાળે કહેવાય છે.
જે ગુણ અને પર્યાયથી રહિત હોય, બુદ્ધિ દ્વારા કલ્પિત અને અનાદિ પારિણામિક ભાવથી યુક્ત હોય તે દ્રવ્યજીવ છે. - આ રીતે ઉપયેગલક્ષણવાળા જીવના જ્ઞાનરૂપ તેમ જ દશનરૂપ બંને પ્રકારના વ્યાપારમાં ચૈતન્યરૂપ જે સ્વાભાવિક પરિણામ છે તે તે સરખાં જ હોય છે. જીવમાં જ્ઞાન અથવા દર્શનારૂપ સ્વાભાવિક ચૈતન્ય પરિણામ રહે છે જ.
કે કર્મ પુદ્ગલ આત્મ પ્રદેશની સાથે એવી રીતે એકમેક થઈ જાય છે કે જેમ તપાવેલે લેખંડને ગોળ અને અગ્નિ. તે પણ જેવી રીતે ઉષ્ણુતા ગુણના કારણે અગ્નિ અને ગુતાગુણના કારણે લેખંડને ગળે અલગ ઓળખી શકાય છે તે જ રીતે પોતાના અસાધારણ ઉપયોગગુણથી જીવ જુદી રીતે ઓળખી કઢાય છે.
કામણ વગણનાં અનન્તાનન્ત પ્રદેશ યુગ અને કષાયનું નિમિત્ત પામી આત્મપ્રદેશો સાથે જોડાઈ જાય છે. તે સમયે જીવના પ્રદેશ અને કર્મપ્રદેશે એકબીજામાં મિશ્રણ થઈ જાય છે. જેમ દૂધ અને પાણીનું મિશ્રણ કરવાથી બંને એકમેક થઈ જાય છે. તેવી જ રીતે આત્મા અને કર્મ પણ એકમેક થઈ રહ્યા છે. અનાદિ કાળથી બનેની મિશ્રિત સ્થિતી હોવા છતાં ઉપયોગ ગુણના કારણે જીવને જુદો સમજવામાં આવે છે કારણ કે ઉપયોગ રૂપ પરિણતી જીવમાં જ હોય છે. કર્મ ભલે જીવની સાથે મળી ગયેલ હોય તે પણ તેમનું ચૈતન્ય ઉપયોગ રૂપ પરિણમન કદાપી થતું નથી. આજ ભાવજીવ છે. જ્યારે આ શરીરમાં સ્થિત જીવની જ્ઞાન વગેરે ભાવથી રહિત રૂપમાં વિવક્ષા કરાય ત્યારે તે દ્રવ્યજીવ કહેવાય છે. એ સૂટ ૨
તત્વાર્થ નિર્યુકિતઃ-શાસ્ત્રની પ્રવૃત્તિ ત્રણ રીતે થાય છે. ઉદ્દેશ્યથી, લક્ષણથી અને પરીક્ષાથી વસ્તુઓના નામમાત્રને કહી દેવું ઉદ્દેશ્ય કહેવાય છે. તેમના અસાધારણ ધર્મનું કથન એટલે લક્ષણ અને જેનું લક્ષણ કહ્યું હોય તે લક્ષણ યોગ્ય છે કે નહીં એ બાબત વિચાર કરે પરીક્ષા છે
પ્રથમ સૂત્રમાં જીવાદિ પદાર્થોના નામનો ઉલ્લેખ થઈ ગયો છે. હવે જીવાદિ નવ પદાર્થોના અનુક્રમે લક્ષણ બતાવવા માટે સર્વપ્રથમ જીવના લક્ષણનું કથન કરવામાં આવે છે.
જીવ ઉપગ લક્ષણવાળે છે. અને ઉપયોગને અર્થ છે કોઈ પદાર્થને ઓળખવારૂપ વ્યાપાર આ ઉપગ જેને અસાધારણ ધર્મ છે અને બીજે કોઈનાંમાં પણ ન મળી શકે તે ગુણ છે તે જ ભાવજીવ કહેવાય છે.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧