Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ જીવની ગતિનું નિરૂપણ સૂ૦ ૨૪
૪૧ વાળી ગતિ ત્રણ પ્રકારની છે એક સમયની, બે–સમયની અને ત્રણ સમયની. એથી વિશેષ હોતી નથી કારણકે તેને સ્વભાવ જ એવો છે, પ્રતિઘાતને અભાવ છે અને વિગ્રહના નિમિત્તનો અભાવ છે. જે જીવનું ઉપપાતક્ષેત્ર સમશ્રેણમાં રહેલ છે તે જીવ જુ થી જઈને ઉત્પન્ન થાય છે.
વક્રગતિ નહીં કરનાર જીવ એક જ સમયમાં ઉત્પન્ન થઈ જાય છે અર્થાત્ પિતાના ઉપપાતક્ષેત્ર સુધી પહોંચી જાય છે પરંતુ તેનું ઉપપાતક્ષેત્ર જે વિશ્રેણીમાં હોય છે ત્યારે એક સમય અને ત્રણ સમયવાળી પણ વિગ્રહ ગતિ હોય છે.
અત્રે “વિગ્રહ” શબ્દ “વિરામ અર્થમાં લેવું જોઈએ અને નહીં કે કુટિલ' અર્થમાં આથી ફલિતાર્થ એ થયો કે એક સમયમાં ગતિના અવછેદથી અર્થાત વિરામથી ઉત્પન્ન થાય છે, એ સમયમાં ગતિના અવછેદથી યાની વિરામથી ઉત્પન્ન થાય છે અથવા ત્રણ સમયમાં ગતિના અવછેદ અર્થાત વિરામથી ઉત્પન્ન થાય છે.
અહીં એવું સમજવું જોઈએ-અવિગ્રહ ગતિ ઈગતિ (બાણ જેવી સીધી ગતિ) કહેવાય છે જેવી રીતે બાણનું પોતાનું લક્ષ્ય સીધી ગતિ હોય છે એવી જ રીતે સિદ્ધો તથા સંસારી જેની અવિગ્રહગતિ એક સમય જેવી સરખી જ હોય છે. સવિગ્રહગતિ સંસારી જીની જ હોય છે. તેના ત્રણ ભેદ છે-હસ્તપ્રક્ષિપ્ત, લાંગલિકા અને ગેમૂત્રિકા.
જેમ હાથને એકબાજુ વાંકો વીંઝવામાં આવે તે એક તરફ તિરછી ગતિ હોય છે એવી જ રીતે સંસારી જીવની હસ્તપ્રક્ષિત ગતિ એક વિગ્રહવાળી બે સમયની હોય છે. લાંગલિકા ગતિ બંને તરફથી વાંકી હોય છે જેવી રીતે હળ બંને તરફથી વાંકું હોય છે તે જ રીતે સંસારી જીવની જે ગતિ બંને તરફથી વાંકી હોય તે લાંગલિકા કહેવાય છે, તે ગતિ ત્રણ સમયની હોય છે. ગોમૂત્રિકા ગતિ ત્રણ વિગ્રહવાળી હોય છે. તે ગતિ ચાર સમયની હોય છે. આ રીતે ભવાન્તરમાં ઉત્પન્ન થનારા સંસારી જીવોની વિગ્રહવાળી વકગતિ ચેથા સમયથી પહેલા જ ઉત્પન્ન થઈ જાય છે. ચોથા સમયમાં અગર ચોથા સમયને અન્તમાં વક્રગતિ હોતી નથી.
વિગ્રહવાળી ગતિ ચોથા સમયમાં કેમ થતી નથી ? આ પ્રશ્નનો જવાબ એ છે કે સહુથી અધિક વિગ્રહના નિમિત્તભૂત લેકાગ્રના ખુણરૂપ નિષ્ફટ ક્ષેત્રમાં ઉત્પન્ન થનારો જીવ નિષ્ફટ ક્ષેત્રને અનુકૂળ શ્રેણી ન હોવાના કારણે ઈષગતિ કરી શક્તા નથી આથી નિકુટ ક્ષેત્રમાં જવા માટે પણ વિગ્રહવાળી ગતિને આરંભ કરે છે તેથી અધિક વિગ્રહવાળી ગતિ કરતો નથી કારણકે એવું કંઈ પણ ઉપપાત ક્ષેત્ર નથી કે જ્યાં જવા માટે ત્રણથી વધારે વિગ્રહ કરવા પડે ૨૪
તસ્વાર્થનિર્યુકિત-પૂર્વસૂત્રમાં કહેવામાં આવેલી જીની ભવાન્તર પ્રાપિણી ગતિ તથા પુદ્ગલેની દેશાન્તર પ્રાપિણી ગતિ શું સીધી જઈને વિરત થઈ જાય છે અથવા વિગ્રહ કરીને પણ ફરી ઉત્પન્ન થાય છે ? એવી આશંકાના સમાધાન માટે કહે છે-પગલે માટે કઈ નિયમ નથી, સિદ્ધિગમન કરવાવાળા જીની ગતિ નિયમ રૂપે અવિગ્રહ-સરળ જ હોય છે.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧