Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ
આહારક શરીરનું નિરૂપણ સૂ. ૩૫ શરીરમાં અનાજને પચાવનાર, જઠરાગ્નિના રૂપે પ્રસિદ્ધ છે. આ તેજસ શરીર આહારકથી જુદું છે.
કાર્પણ શરીર કર્મને વિકાર જ્ઞાનાવરણીય વગેરે કર્મોની વિકૃત્તિ કર્મમય અગર કમાત્મક હોય છે જ્યારે ઔદારિક વગેરે શરીર આ પ્રકારનાં હોતા નથી જેવી રીતે ઉદારતા-સ્થૂલતાઔદારિક શરીરનું લક્ષણ છે તેવી જ રીતે આ પાંચે શરીરનાં લક્ષણ જુદાં જુદાં છે અને જુદાં જુદાં લક્ષણ હોવાથી એમનામાં ભિન્નતા હોય છે. જેમ ઘટ અને પટમાં ભિન્નતા હોય છે તેમ. હા ઉકતવ્યુત્પત્તિના ભેદથી જ દારિક વગેરે શરીરમાં ભેદ નથી જે કે નિચે લખેલાં કાર
થી પણ તેમનામાં ભેદ સિદ્ધ થાય છે. | સર્વપ્રથમ દારિક વગેરે શરીરનાં કારણ ભિન્ન-ભિન્ન છે દારિક શરીર સ્થૂલ પુગેલેથી બને છે, વૈક્રિય વગેરે શરીર એ મુજબના નથી, તેઓ ઉત્તરોત્તર સૂક્ષ્મ હોય છે કારણકે તેમનું નિર્માણ તે પુદ્ગલેથી થાય છે તે ઉત્તરોત્તર સૂક્ષ્મ હોય છે.
વિષય અર્થાત્ ગતિક્ષેત્રની અપેક્ષાથી પણ શરીરમાં ભેદ હોય છે. વિદ્યાધરના દારિક શરીર નન્દીશ્વરદ્વીપ સુધી જ જઈ શકે છે. જંઘાચરણ મુનિ તિર્થો સમકપર્વત સુધી અને ઉપર પાડુકવન સુધી જઈ શકે છે. વૈકિય શરીરને વિષય અસંખ્યાત દ્વીપ–સમુદ્ર છે. અર્થાત વૈકિયા શરીર ધારી અસંખ્યાત દ્વીપ–સમુદ્રો સુધી જઈ શકે છે. આહારક શરીર મહાવિદેહ ક્ષેત્ર સુધી જઈ શકે છે અને તેજસ તથા કાર્મણ શરીરના વિષય સપૂર્ણ લેક છે. સ્વામીની અપેક્ષાથી પણ શરીરમાં ભેદ છે. તે આ રીતે ઔદારિક શરીર મનુષ્યો અને તિયાને, વૈકિય દે અને નારકોને અને કઈ કઈ મનુષ્ય તથા તિર્યંચને પણ હોઈ શકે છે. આહારક ચૌદપૂર્વધારી મુનિએને જ હોય છે. તેજસ અને કાશ્મણ બધાં સંસારીજીને હોય છે.
પ્રજનની અપેક્ષાથી પણ શરીરમાં ભેદ છે-ધર્મ, અધમ, સુખ, દુઃખ તથા કેવળજ્ઞાનની પ્રાપ્તિ વગેરે ઔદારિક શરીરનું પ્રયોજન છે. સ્કૂલતા, સૂક્ષમતા, એક્તા, અનેકતા, આકાશગમન પૃથ્વીગમન વગેરે અનેક વિભૂતિઓની પ્રાપ્તિ વૈકિય શરીરનું પ્રયોજન કરે છે. સૂક્ષ્મ, ગહન, દુય અર્થના વિષયકમ સમાધાન પ્રાપ્ત કરવું તે આહારક શરીરનું પ્રયોજન છે. આહારને પચાવ વગેરે તેજસ શરીરનું પ્રયોજન છે અને ભવાન્તરમાં ગતિ થવી તે કામણ શરીરનું પ્રયાજન છે.
પ્રમાણુની અપેક્ષાએ પણ શરીરમાં ભેદ છે-દારિક શરીરનું પ્રમાણ થોડું વધારે એક હજાર એજન, વૈકિયનું એક લાખ યેજન આહારનું એક હાથ અને તેજસ તથા કાર્યણ લેકની બરાબર છે.
પ્રદેશોની સંખ્યાની અપેક્ષા એ--દારિકથી વૈક્રિય અને વૈકિયથી આહારક શરીરના પ્રદેશ અસંખ્યાત ગણુ છે. આહારકથી તેજસ અને તેજસથી કામણ શરીરના પ્રદેશ અનંતગણ છે.
અવગાહનાથી–કિંચિત્ અધિક એક હજાર અધિક જન પ્રમાણવાળું ઔદારિક શરીર લોકના અસંખ્યાતમાં ભાગમાં અવગાઢ થાય છે. એક લાખ જન પ્રમાણવાળું વૈકિય શરીર તેની અપેક્ષા અધિક પ્રદેશમાં અવગાઢ થાય છે આહારક શરીર આ બંનેથી ઓછા પ્રદેશમાં અવગાઢ થાય છે કારણકે તેનું પ્રમાણ એક હાથનું જ હોય છે. તેજસ અને કાશ્મણ શરીર લેક
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧