Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તત્વાર્થ સૂત્રના
શકા—લાકમાં એવુ દેખી શકાય છે કે જેઓ પૂર્વોત્તર કાળભાવી હાય છે તેમનામાં જ આધાર–આધેયભાવ હાય છે. જેવી રીતે કુડ અને ખોર અહીં એવું તે નથી જ કે આકાશ પહેલેથી હતું અને ધર્માદિ પછીથી. આથી વ્યવહારનય અનુસાર પણ આકાશ અને ધર્માદિમાં આધાર, આયાભાવની કલ્પના કરવામાં આવતી નથી.
૧૦૦
સમાધાન—પૂર્વોત્તરકાલીન પદાર્થોમાં જ આધારાધેયભાવ હાય એવા કોઇ નિયમ નથી. ઘડામાં રૂપ છે, શરીરમાં હાથ વગેરે છે, અહીં એક સાથે હેાવાવાળા પદાર્થાંમાં પણ આધારાધેય ભાવ જોઈ શકાય છે. આથી આકાશ અને ધર્માદિ યુગપાવી પદાર્થોમાં પણ આધારાધેયભાવ સંગત છે.
આ રીતે ધર્મ, અધમ આદિ દ્રવ્ય જ્યાં દેખાય તે લેક છે. અહી અધિકરણમાં ધર્મ પ્રત્યય થયા છે. જયાં એવા લેાક છે તે લેાકાકાશ છે અને તેનાથી બહાર ચારે બાજુ અનન્ત અલેાકાકાશ છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના સદ્ભાવ અને અસદ્ભાવના કારણે જ લાકાકાશ અને અલેાકાકાશના વિભાગ છે હકીકતમાં તેા આકાશ ખન્ડરહિત એક દ્રવ્ય છે.
ધર્માસ્તિકાય ન હેાત તેા જીવા અને પુદ્ગલાની ગતિનું નિયામક કારણ ન રહેવાથી આ વિભાગ પણ ન હેાત એવી જ રીતે અધર્માસ્તિકાયના અભાવમાં સ્થિતિનું નિમિત્ત કારણુ ન હાત તા સ્થિતિને જ અભાવ થઈ જાત. આવી દશામાં લેક-અલેાકના વિભાગ પણ ન હાત આથી જીવા અને પુદ્ગલાની ગતિ અને સ્થિતિના નિયામક ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના સદ્ભાવ અને અસદ્ભાવના કારણે જ લેાક અને અલાકના વિભાગ થાય છે.
શંકા—સ્થિતિમાં સહાયક અધર્માસ્તિકાય માત્ર લેાકમાં જ છે, આગળ નથી, તે અલકાકાશની સ્થિતિ કેવા પ્રકારની છે ? આજ પ્રકારે કાલના અભાવમાં અલેાકાકાશ કેવી રીતે વત્તના કરે છે ?
સમાધાન—તેમની સ્થિતિ અને વત્તના પાત-પાતાના સ્વભાવથી જ થાય છે. આથી ધર્મ, અધર્મ પુદ્ગલ કાલ અને જીવ દ્રવ્યાની અવગાહના લેાકાકાશમાં જ છે. તેનાથી આગળ અલાકાકાશમાં તેમની અવગાહના નથી. શ્રી ભગવતી સૂત્ર શતક ૨, ઉદ્દેશક ૧૦માં માં કહ્યું છે.
પ્રશ્ન—ભગવન્ ! આકાશ કેટલા પ્રકારના કહ્યા છે. ?
ઉત્તર—ગૌતમ ! એ પ્રકારના લેાકાકાશ અને અલેાકાકાશ.
પ્રશ્ન—ભગવન્ ! લેાકાકાશમાં શુ' જીવ જીવદેશ, જીવપ્રદેશ, અજીવ અજીવદેશ અથવા અજીવપ્રદેશ છે ?
ઉત્તર—ગૌતમ ! જીવ પણ છે, જીવદેશ પણ છે, જીવપ્રદેશ પણ છે, અજીવ પણ છે. અજીવદેશ અને અજીવપ્રદેશ પણ છે. જે જીવ છે. તે નિયમથી એકેન્દ્રિય એઈ ન્દ્રિય તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય પચેન્દ્રિય અને અનિન્દ્રિય હોય છે. જે જીવદેશ છે તે નિયમથી એકેન્દ્રિયદેશ છે યાવત્ અનિન્દ્રિયદેશ છે; જે જીવપ્રદેશ છે તે નિયમથી એકેન્દ્રિયપ્રદેશ છે યાવત્ અનિન્દ્રિય પ્રદેશ છે.
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧