Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તત્વાર્થસૂત્રને તે પુદ્ગલ રૂપી અર્થાત રૂપવાળા છે પૂરણ અને ગલન સ્વભાવવાળા હોવાથી તે પરમાણું થી લઈને અનન્તાનન્ત પ્રદેશ સ્કંધ સુધી જાણવા જોઈએ. પુદ્ગલ અનેક રૂપ પરિણમનના પિતાના સામર્થ્યના કારણે સૂમ, સ્થળ, વિશેષ, અવિશેષ, પ્રકર્ષ, અપકર્ષ રૂપ અસાધારણ રૂપવત્તાને ધારણ કરે છે. ધર્મ, અધર્મ આદિ દ્રવ્યોમાં આ હેતું નથી એ કારણથી પુદ્ગલોમાં રૂપવત્વનું અવધારણ કરવામાં આવ્યું છે. પુદ્ગલ ભલે પરમાણું હોય અગર કયામુક આદિ રૂપમાં વધીને મોટો સ્કંધ બની જાય પરંતુ રૂપવત્વ પુલને ત્યાગ કરતા નથી અને પુગલદ્રવ્ય કદીપણ રૂપવત્તાને પરિત્યાગ કરતું નથી આથી એ યોગ્ય જ કહેવામાં આવ્યું છે કે પુદ્ગલ રૂપી હોય છે. - ચક્ષુગ્રાહ્ય રૂપ જે પરમાણુ કયણુક વગેરે પુદ્ગલેના હોય તે રૂપી કહેવાય છે એ પ્રકારને વિગ્રહ કરીને છઠ્ઠી વિભકિત બતાવવાથી એવું સૂચિત કરવામાં આવે છે કે ભેદ વિવરણથી દ્રવ્ય અને ગુણમાં ભિન્નતા છે. જો બંનેમાં અભેદનું વિવરણ કરીએ તે અભેદ, પણ છે. આ અભિપ્રાય છે “રૂપ જેમનામાં છે તે રૂપી એમ સાતમી વિભક્તિ લઈને વિગ્રહ કરવામાં આવ્યો છે. અથવા દ્રવ્ય અને ગુણમાં પર્યાયાર્થિકનયની અપેક્ષાથી ભેદ અને દ્રવ્યાર્થિક ની અપેક્ષાથીઅભેદ સમજવો જોઈએ. રૂપાત્મક મૂત્તિથી ભિન્ન પુદ્ગલ કોઈ સ્થળે ઉપલબ્ધ થતાં નથી– બંને ભિન્ન ભિન્ન દેશમાં મળતાં નથી આથી તેમનામાં અભેદ છે. એવી જ રીતે એ જે વ્યવહાર થાય છે કે ચન્દ્રનું રૂપ શ્વેત છે, રસ તીખો છે, ગંધ સુરભિ છે, સ્પર્શ શીતળ છે, એ ભેદ હોવા પર જ સંભવિત છે.
આ મુનિની આ મુહપત્તિ છે એમાં જેમ મુનિ અને મુહપત્તિમાં ભેદ હેવાથી જ છઠ્ઠી વિભક્તિ દેખાય છે એ જ રીતે દ્રવ્ય અને ગુણમાં પણ ભેદ છે.
શંકા–જેવી રીતે એક દ્રવ્ય બીજા દ્રવ્યથી ભિન્ન મળી આવે છે તે જ રીતે રૂપ આદિ ગુણ દ્રશ્યથી જુદાં મળી આવતા નથી તેમજ ન તે દ્રશ્ય જ રૂપ વગેરે ગુણોથી ભિન્ન ઉપલબ્ધ હોય છે.
સમાધાન–જે દ્રવ્ય અને ગુણમાં ભેદ ન હોત તો ચન્દનનું શ્વેત રૂ૫, તીખો રસ, સુરભિગંધ એ મુજબ છઠ્ઠી વિભક્તિ ન હોત. ભેદ થવાથી જ છઠ્ઠી વિભકિત થાય છે, અભેદમાં નહીં. આથી દ્રવ્ય અને ગુણમાં ભેદ અવશ્ય માનવે જોઈએ—
કદાચિત કહેવામાં આવે છેસેના, વન આદિની જેમ અન્ય અર્થોમાં પણ છઠ્ઠી વિભક્તિ દેખાય છે. દાખલા તરીકે સેનાને હાથી-વનને આંબે (જંગલની કેરી) હાથી વગેરે પદાર્થોને સમૂહ જ સેના પદને અર્થ છે અને આંબા વગેરે વૃક્ષને સમૂહ જ વન હોય છે. એને જવાબ એ છે કે સેનાને હાથી અને વનને આંબો તેમાં કોઈ ભેદ નથી. અનિશ્ચિત દિશાઓ તથા દેશમાં રહેલાં હાથી, પુરુષ ઘોડા અને રથમાં, જે સમ્બન્ધ વિશેષથી વિશિષ્ટ છે. જેમની સંખ્યા નિશ્ચિત-અનિશ્ચિત છે તે બધાની જે બહુ સંખ્યા છે, તેજ સેનાપદને અર્થ છે. એકલે હાથી જ એ શબ્દને વાચ નથી.
એવી જ રીતે સહકાર, આંબો, જાંબુ જબીર-લીંબૂ દાડમ વગેરેના વૃક્ષોને સમૂહ જ કાનન શબ્દને વાચે છે માત્ર સહકારજ વન શબ્દનો અર્થ નથી આથી તે બંને પણ ભિન્ન છે,
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧