________________
તત્વાર્થસૂત્રને ધર્માદિ દ્રવ્ય અનાદિસિદ્ધ પિતપોતાના આ સ્વરૂપમર્યાદાનું અતિક્રમણ કરતાં નથી. કેઈ પણ દ્રવ્ય પિતાના સ્વાભાવિક ગુણને પરિત્યાગ કરીને બીજા દ્રવ્યના ગુણને ધારણ કરતાં નથી આથી એ દ્રવ્ય અવસ્થિત કહેવાય છે. એ પહેલાં જ કહેવાઈ ગયું છે કે છ દ્રવ્યમાંથી પુદ્ગલને છોડીને બાકીના પાંચ દ્રવ્ય અરૂપી–અમૂર્ત છે.
પુદ્ગલ સિવાય ધર્મ આદિ પાંચ દ્રવ્ય અમૂર્ત હેવાથી અરૂપી છે–તેમનામાં રૂપ નથી અને રૂપી ન હોવાના કારણે તેઓ આંખ વડે જોઈ શકતા નથી.
ધર્માદિ દ્રવ્યના નેત્ર ગ્રાહ્ય ન હવામાં અરૂપિત્વને હેતુ કહેલ નથી અન્યથા પગલા પરમાણું પણ નેત્રગેચર ન હોય તે તેને પણ અરૂપી માનવું પડે પણ તે અરૂપી નથી. આ રીતે ધર્મ આદિ પાંચ દ્રવ્યમાં જ અરૂપત્વનું પ્રતિપાદન કરવામાં આવેલ છે.
રૂપનો અર્થ મૂત્તિ-મૂર્તિ જ રૂપાદિ શબ્દો દ્વારા કહેવામાં આવે છે. તે મૂતિ રૂપાદિ આકારવાળી હોય છે. વૈશેષિક, દ્રવ્યનું સર્વવ્યાપક ન હોવું તેને મૂર્તત્વ માને છે અર્થાત્ તેમના કથન અનુસાર મૂતિ તે છે જે સર્વવ્યાપિ પરિણામવાળી ન હોય, પરંતુ આ માન્યતા અહીં સ્વીકારાઈ નથી કારણકે એમ માનવાથી આત્મા પણ મૂર્તિક થઈ જાય. લોક બધી તરફથી પરિમિત છે આથી આત્મા પણ પરિમિત જ છે.
લોક પરિમિત છે એને વૈશેષિકે એ પણ સ્વીકાર કરવો જોઈએ કારણ કે તેને એક વિશિષ્ટ આકાર છે. આ કારણથી રૂપને મૂર્તિ માનવું જ નિર્દોષ છે.
શંકા–જે રૂપને જ મૂર્તિ માનીએ તે મૂતિ શબ્દને વાચ એકલું ગુણ જ થશે આથી રૂપ જ મૂતિ નથી.
સમાધાન—દ્રવ્યાર્થિકનયના અભિપ્રાયે રૂપને મૂર્તિ કહેવામાં આવ્યું છે. દ્રવ્યના રૂપ આદિ તેનાથી ભિન્ન જણાતા નથી. આ કારણથી એજ મૂતિ દ્રવ્યસ્વભાવના આનયન ગ્રહણ વગેરેને પ્રાપ્ત કરીને રૂપ કહેવાય છે આથી સ્પર્શ વગેરે મૂર્તિના આશ્રિત કહેવાય છે સ્પર્શ આદિ મૂતિને પરિત્યાગ કરતા નથી કારણકે તેઓ એકબીજાના સહચર છે. જ્યાં રૂપ હોય છે ત્યાં સ્પર્શ રસ અને ગંધ પણ અવશ્ય રહે છે. આથી સ્પર્શ આદિ ચારે ય સહચર છે.
પરમાણુમાં પણ રૂપ આદિ ચારે ગુણ વિદ્યમાન રહે છે પરંતુ તે બધાં એકરૂપ થઈને રહે છે આથી પરમાણું ચતુર્ગુણ વગેરે જાતિભેદવાળા હોતા નથી. વિશેષતા માત્ર એજ છે કે કઈ દ્રવ્ય ઉત્કટ ગુણપરિણતિને પ્રાપ્ત થઈને તેને ત્યજી દે છે. દાખલા તરીકે મીઠું અને હીંગ લે. જ્યારે તેઓ મિશ્ર રૂપે હોય છે તે નેત્ર, નાક તથા સ્પર્શેન્દ્રિયના વિષય હોય છે પરંતુ
જ્યારે પાણીમાં પ્રવેશે છે ત્યારે માત્ર જીભ અને નાકના જ વિષય રહે છે. વર્ણ અને સ્પર્શ તે તેમનામાં એ સમયે પણ રહે છે પણ તે ઈન્દ્રિય વડે ગ્રહણ કરી શકાતાં નથી. આ તેમના પરિણમનની વિશેષતા છે.
એવી જ રીતે એક જાતીય પાર્થિવ, પાણીના, તેજના અને વાયુના પરમાણું પણ કયારે કોઈ પરિણમનને પ્રાપ્ત થઈને બધી ઈન્દ્રિ દ્વારા ગ્રાહ્ય હોતા નથી. આથી રૂપ, રસ, ગંધ અને સ્પર્શ જ વિશેષ પરિણામથી યુક્ત થઈને મૂર્તિ કહેવાય છે. તે ૩ /
'पोग्गला सविणों મૂળસ્ત્રાર્થ–પુદ્ગલ દ્રવ્ય રૂપી હોય છે . ૪ |
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧