Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ
દ્રવ્યની અવસ્થાનું નિરૂપણ સૂ. ૩ જેમાં રૂપ નથી તેને અરૂપી કહે છે. અહીં રૂપ શબ્દ ઉપલક્ષણ છે તેનાથી રસ, ગંધ અને સ્પર્શનું પણ ગ્રહણ થાય છે. સૂત્રમાં અરૂપ શબ્દના ગ્રહણથી ધર્મ, અધમ, આકાશ, કાળ અને જીવ દ્રવ્યની અમૂર્તતા પ્રગટ કરવામાં આવી છે આથી પુગલને છોડીને શેષ પાંચ, ધર્મ આદિ દ્રવ્ય રૂપ, રસ, ગંધ અને સ્પર્શથી રહિત હોવાના કારણે અમૂર્ત કહેવાય છે. “ હા ઋળિો ’ આગળ પર કહેવામાં આવનાર સૂત્ર અનુસાર પુદ્ગલ સિવાય ધર્મ આદિ પાંચ દ્રવ્ય જ અરૂપી છે પરંતુ નિત્ય અને અવસ્થિત તે પુદ્ગલ દ્રવ્ય પણ છે.
નન્દીસૂત્રના ૧૮માં સૂત્રમાં કહ્યું છે. પાંચ અસ્તિકાય કયારેય પણ ન હતાં એવું નથી, ક્યારેય પણ નથી એમ પણ નથી અને ક્યારેય પણ હશે નહીં એવું પણ નથી. તે હમેશાં હતાં, છે અને રહેશે. તેઓ ધ્રુવ છે, નિયત છે, શાશ્વત છે, અક્ષય છે, અવ્યય છે, અવસ્થિત છે, નિત્ય છે અને અરૂપી છે.
આ રીતે ધર્મ વગેરે છએ દ્રવ્ય દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી નિત્ય છે, પર્યાયાર્થિક નયની અપેક્ષાથી નહીં. દ્રવ્યાર્થિક નય વસ્તુના ધ્રૌવ્યનું જ પ્રતિપાદન કરે છે, ઉત્પાદ અને વિનાશનું નહીં. આ કારણે દ્રવ્યાર્થિકનયના અભિપ્રાયથી જ ધર્મ આદિ દ્રવ્ય નિત્ય સમઝવા જોઈએ દ્રવ્યાર્થિકનયથી નિરપેક્ષ રૂપમાં નિત્યતા સ્વીકાર કરવા છતાં પણ એકાન્તવાદને પ્રસંગ આવશે અને એકાન્તવાદ અનેક પ્રકારના દેથી દૂષિત છે.
જૈનદર્શન અનુસાર એકનયથી વસ્તુની પ્રરૂપણા કરવી તે પુરતું નથી, કવ્યાર્થિક અને પર્યાયાર્થિક-બંનેમાંથી એકને પ્રધાન અને બીજાને ગૌણરૂપથી વિવરણ કરીને જ વસ્તુતત્વનું પ્રતિપાદન કરી શકાય છે. આમ કર્યા વગર વસ્તુસ્વરૂપની પ્રરૂપણ કરવી ઘણી મુશ્કેલ છે આથી અને દ્રવ્યાર્થિકનયને પ્રધાન અને પર્યાયાર્થિકનયને ગૌણ ગણીને ધર્મ આદિ દ્રવ્યોની નિત્યતા કહેલી છે.
દ્રવ્યાર્થિકનય દ્વારા પ્રજ્ઞાખ્ય દ્રૌવ્ય અંશની અપેક્ષાથી ધર્મ આદિ દ્રવ્ય નિત્ય અર્થાત ઉત્પાદ અને વિનાશથી રહિત ધ્રુવ છે. નિત્ય કહીને એ પ્રગટ કરવામાં આવ્યું છે કે ધર્મ વગેરે દ્રવ્યની સત્તા સમસ્ત કાળમાં અવિકારિણી છે. એવી જ રીતે ધર્મ આદિ બધાં દ્રવ્ય અવસ્થિત છે અર્થાત્ તે પિતાની છની સંખ્યાને તથા ભૂતાર્થતાને કદી પણ છોડતાં નથી અને કયારેય પણ છોડશે નહીં.
અવસ્થિત’ શબ્દના ગ્રહણથી એવું નિર્ધારિત કરવામાં આવ્યું છે કે આ દ્રવ્ય પિતાના સ્વરૂપને પરિત્યાગ કરતાં નથી આથી છના છ જ રહે છે. ન કદી ઓછા થાય છે અને ન તે વધે. છે. જગત સદા પંચાસ્તિકાયાત્મક છે અને કાળપર્યાય હોવા છતાં પણ ભિન્ન રૂપથી પ્રતીત થાય છે આથી છ જ દ્રવ્ય છે, પાંચ નહીં. આ ધર્મ આદિ દ્રવ્ય એકબીજાને મળીને રહે છે તે પણ પિતપતાના સ્વરૂપને અને ભૂતાર્થતાને ત્યાગ કરતા નથી અથવા પિતાના વિવિધ અસાધારણ લક્ષણપણાનું ઉલ્લંઘન પણ કરતાં નથી. - ધર્મદ્રવ્યનું સ્વરૂપ ગતિમાં અને અધર્મદ્રવ્યનું સ્વરૂપ સ્થિતિમાં નિમિત્ત થાય છે. આકાશનું સ્વરૂપ અવગાહ પ્રદાન કરે છે. જીવનું સ્વરૂપ સ્વ–પર પ્રકાશક ચૈતન્યરૂપ પરિણામ છે. પુગલનું સ્વરૂપ શરીર, વચન મન, પ્રાણાપાન, જીવન મરણમાં નિમિત્ત થવું તથા મૂત્તત્વ વગેરે છે.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧