Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ અ. ૨ કાલદ્રવ્યના અનેક પણાનું નિરૂપણ સૂ. ૫ ૯૧
એવી જ રીતે યૂષ અને પંક્તિ વગેરે પણ અર્થાન્તર જ સમજવા જોઈએ બીજા બીજા દ્રવ્યના સંસર્ગથી યુક્ત સમુત્પન્ન પાકજ દ્રવ્યના કાલ વિશેષને અનુગ્રહ થવાથી પાકજની ઉત્પત્તિ થવા પર સંજોગ વિશેષ રૂપ થાય છે તે એદનથી ભિન્ન છે. એવી જ રીતે પંક્તિ પણ એક દિશા અને દેશમાં સ્થિત, પ્રત્યાત્તિથી ઉપકૃત નિયત અનિયત સંખ્યાવાળા ભિન્ન અભિન્ન જાતિવાળા આધારમાં વિદ્યમાન બહુસંખ્યા જ કહેવાય છે. એ કારણે બંને દ્રવ્યાર્થિક અને પર્યાયાકિનય પરસ્પર સાપેક્ષ થઈને જ વાસ્તવિકતાનું પ્રતિપાદન કરે છે, એકાન્ત રૂપથી નહીં. આથી તાત્પર્ય એ છે કે વિવરણ અનુસાર રૂપત્મિકા મૂત્તિ પુગમાં કથંચિત ભિન્ન અને કથંચિત્ અભિન્ન છે જ છે
"आइमाणि तिन्नि एगदम्बाणि अकिरियाणि अन्तिमाणि अणताणि" મૂળસૂત્રાર્થ-આદિના ત્રણ દ્રવ્ય એક-એક છે અને અન્તના ત્રણ દ્રવ્ય અનન્ત-અનન્ત છે
તત્વાર્થદીપિકા–પહેલાના ત્રણ દ્રવ્ય અર્થાત્ ધર્મ, અધર્મ અને આકાશ એક–એક દ્રવ્ય છે. તેઓ કાળ, જીવ અને પુદ્ગલની જેમ ભિન્ન-ભિન્ન ઘણું નથી દ્રવ્યની અપેક્ષા આમાંથી પ્રત્યેક દ્રવ્ય એક-એક સમજવું જોઈએ પરંતુ ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાથી અસંખ્યાત તથા અનન્ત સમજવા જોઈએ.
ધર્મ, અધર્મ અને અકાશ આ ત્રણ દ્રવ્ય ક્રિયારહિત છે. એવી રીતે જેમ જીવદ્રવ્ય જુદા-જુદા ની અપેક્ષાથી ભિન્ન છે, યુગલદ્રવ્ય પણ પ્રદેશ અને સ્કંધની અપેક્ષાથી ભિન્ન છે. એવી જ રીતે કાલદ્રવ્ય પણ અધ્ધા સમય વગેરેની અપેક્ષાથી ભિન્ન છે. તેવી જ રીતે ધર્મ, અધર્મ અને આકાશ દ્રવ્ય ભિન્ન-ભિન્ન નથી તાત્પર્ય એ છે કે અન્તના ત્રણ દ્રવ્ય કાળ, પુગળ અને જીવ અનન્ત છે. પ છે
તત્વાર્થનિર્યુક્તિ–જેવી રીતે પુદ્ગલ દ્રવ્ય પરમાણુ કયણુક આદિના ભેદથી, પ્રદેશ અને સ્કંધ આદિની અપેક્ષાથી અનેક પ્રકારના છે કાલદ્રવ્યપણ અદ્ધા સમય આવલિકા આદિના ભેદથી અનેક પ્રકારના છે અને જેવી રીતે જીવદ્રવ્ય નારકી, દેવતા, તિર્યંચ અને મનુષ્ય વગેરેના ભેદથી અનેક પ્રકારનાં છે તેવી જ રીતે ધર્મ આદિ દ્રવ્ય પણ શું અનેક છે? એવી આશંકા થવાથી કહે છે –
આદિના ત્રણ દ્રવ્ય અર્થાતુ ધર્મ અધર્મ અને આકાશ એક એક દ્રવ્ય જ છે તેમની સરખી જાતીવાળું બીજુ દ્રવ્ય નથી અર્થાત્ જેમ એક જીવથી બીજા જીવનું પૃથક અસ્તિત્વ છે અને એક જીવ સ્વયં જ પરિપૂર્ણ દ્રવ્ય છે, તેવી રીતે ધર્મદ્રવ્ય પૃથક્ પૃથક નથી તે અસંખ્યાત પ્રદેશને એક જ સમૂહ છે જે અખન્ડ રૂપથી સંપૂર્ણ કાકાશ વ્યાપ્ત છે અધર્મ દ્રવ્ય પણ એવું જ એક અખંડ દ્રવ્ય છે. આકાશ પણ વ્યકિતશઃ પૃથફ નથી તે અનન્તાનંત પ્રદેશેનો એક જ અખંડ પિન્ડ છે.
ધર્મ, અધર્મ અને આકાશની ક્રમશઃ સ્થિતિ અને અવગાહ રૂપે ઉપકાર છે. સમસ્તગતિ પરિણત છે અને પુદ્ગલેની ગતિમાં સહાયક થનારું દ્રવ્ય-ધર્મદ્રવ્ય છે. એ જ રીતે સ્થિતિ પરિણત બધાની સ્થિતિમાં સહાયતા કરનાર અધર્મદ્રવ્ય છે. જેમાં બધાં દ્રવ્ય પ્રકાશિત થાય છે અગર જે સ્વયં જ પ્રકાશિત થાય છે તે આકાશ કહેવાય છે. આ પ્રકારની વ્યુત્પત્તિ અનુ
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧