Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તત્વાર્થસૂત્રને સાર ધર્મ આદિ દ્રવ્યની ગતિ સ્થિતિ અને અવગાહન ઉપકાર છે. ગતિ વગેરે ત્રણેથી યુકત વસ્તુ અર્થ ક્રિયા કરવામાં સમર્થ હોય છે એમ અનેકાન્તવાદી સ્વીકારે છે.
પ્રાકૃત સૂત્રમાં “એક” શબ્દ અસહાયક અર્થમાં ગ્રહણ કરવામાં આવ્યો છે આથી જેમ પરમાણુ રૂપ પુદ્દગલ દ્રવ્ય બીજા પરમાણુથી સદ્વિતીય છે. અર્થાત એક પરમાણુ બીજા પરમાણુથી ભિન્ન સ્વતંત્ર અસંયુક્ત અસ્તિત્વ રાખે છે અને જેમ એક આત્મા બીજા આત્માથી ભિન્ન અસ્તિત્વવાળો છે અને તે બધાના ચૈતન્ય સુખ, દુઃખ આદિ ગુણ યથાર્થ ભિન્ન-ભિન્ન છે અને જેમ કાળદ્રવ્યને કાળાંતરથી ભેદ છે તે ભેદ ધર્મ આદિ દ્રામાં નથી. એક ધર્મદ્રવ્યથી ભિન્ન બીજા ધર્મદ્રવ્યની પૃથક સત્તા નથી. અધર્મ દ્રવ્ય પણ પરસ્પર ભિન્ન બે અગર વધારે નથી. આકાશ પણ વ્યકિતશઃ અનેક નથી આ કારણથી ધર્મ આદિ ત્રણ દ્રવ્યોને એકએક કહેવામાં આવ્યા છે. - કાળ પુદગલ અને જીવ અનેક દ્રવ્ય છે. કાલ દ્રવ્ય સમય આવલિકા, નિમેષ ક્ષણ લવ આદિ રૂપથી અનેક દ્રવ્ય છે. પુદગલ પણ અનેક દ્રવ્ય છે કારણ કે પરમાણુઓ તથા દ્વયાણુકેથી લઈને અનન્તાનન્તાયુક સ્કધાની સત્તા સ્વતંત્ર છે. પૃથ્વીકાય, અપૂકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય બેઈન્દ્રિય તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય આદિ જેની પિત-પિતાની સ્વતંત્ર સત્તા છે.
એવી જ રીતે ધર્મ, અધર્મ અને આકાશ દ્રવ્ય અક્રિય અર્થાત્ ગમન રૂપ ક્રિયાથી રહિત છે. કિયા રૂપ પરિણમનથી યુકત દ્રવ્ય આત્યંતર કારણ છે અને પ્રેરણા આદિ બાહ્ય કારણ છે. આ બંને કારણેથી દ્રવ્યની દેશાંતર પ્રાપ્તિ (એક સ્થળેથી બીજે સ્થળે પહોંચવું) રૂપ પર્યાય ક્રિયા કહેવાય છે. આ ક્રિયા ધર્મ આદિ ત્રણ દ્રવ્યમાં થઈ શકતી નથી.
આ પ્રકારે પુદગલ અને જીવમાં થનારી દેશાંતર પ્રાપ્તિ રૂપ જે વિશેષ ક્રિયા છે તેને જ ધર્મ આદિ ત્રણ દ્રવ્યમાં નિષેધ કરવામાં આવ્યો છે. એવું નહીં સમજી લેવું જોઈએ કે એમનામાં ઉત્પાદું વ્યય અને ધ્રૌવ્ય રૂપ કિયા પણ નથી. જે એમનામાં સત્તા છે તે ઉત્પાદ અને વ્યયનું હોવું પણ અનિવાર્ય છે. ઉત્પાદું વ્યય અને ધ્રૌવ્ય વગર કઈ પણ વસ્તુ સત્ થઈ શકતી નથી. આથી દ્રવ્ય હોવાના કારણે જેમ મુકતાત્માઓમાં ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય માનવામાં આવે છે તેવી જ રીતે ધર્મ આદિ દ્રવ્યમાં પણ મનાય છે.
આ રીતે અવગાહ દેવું આકાશનું લક્ષણ છે અને તેજ તેને ઉપકાર છે. તે ઉપકાર અવગાઢ જીવ આદિ વગર અભિવ્યક્ત થતું નથી આથી અવગાઢ જીવાદિના સોગમાત્ર જ અવગાહ છે. સંગ ઉત્પન્ન થનારી બે વસ્તુઓમાં થાય છે, જેમ બે આંગળીઓનો સંગ એ રીતે અવગાહ દેવું તે આકાશનો ઉપકાર છે તેવી જ રીતે ધર્મ અને અધર્મને ઉપકાર ગતિ અને સ્થિતિમાં સહાયક હોવાનો છે. તે પણ ગતિમાન અને સ્થિતિમાન દ્રવ્યોનો સંગમાત્ર છે. આ કારણથી ધર્મ અને અધર્મ દ્રવ્ય પણ ઉત્પાદ વ્યય વગેરે સ્વભાવવાળા છે વગેરે પ્રશ્નોનું સમાધાન થઈ જાય છે.
આ સૂત્રને આશય એ છે કે જેમ જીવ અને પુગળમાં એક જગાએથી બીજી જગાએ જવાની વિશેષ ક્રિયા થાય છે, તેવી ક્રિયા ધર્મ આદિ ત્રણ દ્રવ્યમાં થતી નથી પરંતુ ઉત્પાદ આદિ સામાન્ય ક્રિયા તેમનામાં માનવામાં કઈ પણ દોષ નથી.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧