Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ
અ. ૨ અજીવતત્વનું નિરૂપણ સૂ. ૧ આમાંથી ધર્મ અને અધર્મના અસંખ્યાતા-અસંખ્યાતા પ્રદેશ છે અને આકાશના અનન્તપ્રદેશ છે. વાસ્તવમાં કપરિમિત આકાશ અસંખ્યાતપ્રદેશી છે અને કાલેક રૂપ સંપૂર્ણ આકાશ અનન્ત પ્રદેશવાળું છે અડધો સમય એક સમય રૂપ કાળને ન તે અસંખ્યાત પ્રદેશ છે કે નથી અનન્ત પ્રદેશ.
મુગલ દ્રવ્ય ઘણું અવયવોવાળું હોય છે. કેઈ પુગલ ઘણા અવયવાળું, કેઈ સંખ્યાત પ્રદેશેવાળું કેઈ અસંખ્યાત પ્રદેશવાળું કઈ અનન્તપ્રદેશેવાળું અને કેઈ અનન્તાનન્તપ્રદેશેવાળું હોય છે.
શંકા-પરમાણુ પણ પુદ્ગલદ્રવ્ય હોવાથી ઘણા અવયવાળું હોવું જોઈએ. તેમાં એક રસ, એક ગંધ, એક વર્ણ અને બે સ્પર્શેનું હોવું જાણીતું છે.
સમાધાન-પરમાણુ ભાવ- અવયેની અપેક્ષાએ એક અવયવ છે અને દ્રવ્ય-અવયની અપેક્ષા નિરવયવ છે. ભગવતી સૂત્રના શતક ૨૦, ઉદ્દેશક પાંચમાં કહ્યું છે
પ્રશ્ન–ભાવપરમાણું કેટલા પ્રકારના છે ?
ઉત્તર–ગૌતમ ! ચાર પ્રકારના ભાવ પરમાણું કહ્યા છે-વણવાન. રસવાન, ગંધવાન અને સ્પર્શનવાન.
આ રીતે વર્ણાદિ રૂપ અવયની અપેક્ષા પરમાણુ પુદ્ગલ દ્રવ્ય પણ ઘણા અવયવાળું સમજવું જોઈએ. અજીમાં અસ્તિકાય ચાર છે – (૧) ધર્માસ્તિકાય (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય અને (૪) પુદ્ગલાસ્તિકાય. આમાં જીવાસ્તિકાયને ભેળવી દેવામાં આવે તે પાંચ અસ્તિકાય થઈ જાય છે. કેઈપણ શાસ્ત્રકારે કાલાસ્તિકાયનું પ્રતિપાદન કર્યું નથી સ્થાનાંગસૂત્રનાં ચોથા સ્થાનકના પ્રથમ ઉદ્દેશકમાં કહ્યું છે-ચાર અસ્તિકાય અજીવકાય કહેવામાં આવ્યા છે તે આ છે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય.
પ્રસ્તુત સૂત્રમાં કેવળ “અજવા” એટલું જ કહ્યું છે આથી ‘અજીવ’ પદથી કાળનું પણ ગ્રહણ થઈ જાય છે. ફલિતાર્થ એ છે કે ધર્મ, અધમ, આકાશ, કાળ અને પુદ્ગલ એ પાંચ અજીવ છે. એમનામાં પ્રશસ્ત નામ હોવાથી સર્વપ્રથમ ધર્મને ગ્રહણ કરવામાં આવેલ છે, પછી ધર્મથી વિરૂદ્ધ અધર્મને, ત્યારબાદ લેક હોવાથી તેમના દ્વારા ઘેરાયેલા આકાશને અને તેની પછી અમૂત્તત્વ સમાન હોવાથી કાળનું–ગ્રહણ કરવામાં આવ્યું છે. આ સૂત્રના વિશિષ્ટ કેમ સન્નિવેશનું પ્રજન સમજી લેવું જોઈએ. ૧
'एयाणि दवाणि મૂળસૂત્રાર્થ–આ જ છ દ્રવ્ય છે. જે ૨ |
તત્યાથદીપિકા--આ ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને પુદ્ગલ અને “ચ” શબ્દથી જીવ બધાં મળીને છ દ્રવ્ય કહેવાય છે. અર્થ એ છે કે ધર્મ વગેરે પાંચ અને જીવ એ છે દ્રવ્ય છે. અનુગદ્વારમાં દ્રવ્યગુણ પ્રકરણમાં કહ્યું છે –
દ્રવ્ય છ કહેવામાં આવ્યા છે-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પગલાસ્તિકાય અને અબ્બાસમય આ દ્રવ્યનામનું નિરૂપણ થયું. ૧ ૨
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧