Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તત્વાર્થસૂત્રને તત્વાર્થનિર્યુકિત–પૂર્વસૂત્રમાં ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને પુદ્ગલ, અજીવ છે. એમ કહેવામાં આવેલ છે. આ ધર્મ વિગેરેનું જે દ્રવ્યગુણ અને પર્યાયરૂપથી નિરૂપણ ન કરવામાં આવે તે શંકા ઉપસ્થિત થાય છે કે–તેનું નિરૂપણ પૂર્વસૂત્રમાં કેમ કરવામાં આવેલ નથી ? આથી એ શંકાના નિવારણાર્થે કહેવામાં આવે છે –
જે યથાયોગ્ય પિતાના પર્યાય દ્વારા મેળવાય છે. તે દ્રવ્ય કહેવાય છે. વાસ્તવમાં જે ગુણોને પ્રાપ્ત થાય છે અથવા ગુણો દ્વારા જાણી શકાય છે તે દ્રવ્ય કહેવાય છે. “જે ગુણો અને પર્યાયવાળું હોય તે દ્રવ્ય છે એ મુજબ દ્રવ્યનું લક્ષણ કહેવાયું છે. મૂળે તે પોતપિતાનાં સ્વભાવમાં અવસ્થિત રહેવું એજ દ્રવ્યનું લક્ષણ છે. ધર્માદિ છ દ્રવ્યોની દ્રવ્ય સંજ્ઞા દ્રવ્યત્વના નિમિત્તથી દ્રવ્યાર્થિક નયના અભિપ્રાયથી છે તે દ્રવ્યત્વે હકીક્તમાં ભિન્ન અને અભિન્ન એ બંને પક્ષેનું અવલખન કરે છે. તે ધર્માદિથી ન તે સર્વથા ભિન્ન જ છે અથવા ન તે અભિન્ન જ છે. આ કારણે મેરના ઈંડાના રસની જેમ જેમાં બધા ભેદ-પ્રભેદ સમ્મિલિત છે તેમજ જે દેશ કાળ, કેમ બંગભેદ તથા સમાસ અવસ્થા રૂપ છે, એવા આ ધર્મ આદિ દ્રવ્ય કહેવાય છે. તે અભિન્ન હોવા છતાં પણ ગુણ પર્યાય કલા તથા પરિણામના મૂળ કારણ હોવાથી ભિન્ન જણાવાથી ભિન્ન હોવાને આભાસ થાય છે.
“ધ્યપ્રદ મળે’ આ પાણિનીયના સૂત્ર અન્વયે ટુ ધાતુથી ભાવ અને કર્તાના અર્થમાં દ્રવ્ય શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યું છે. આ પ્રકારે દ્રવ્ય ભવ્ય અને ભવન આ બધાને સમાન અર્થ છે. ગુણ અને પર્યાય ભવનરૂપ જ છે, ઉભેલા બેસેલા ઉકડા આસને બેઠેલાં અથવા સૂતેલા પુરૂષની જેમ અર્થાત્ જેવી રીતે પુરૂષની આ અવસ્થાઓ ભિન્ન-ભિન્ન હોય છે, પણ બધી અવસ્થાઓમાં પુરૂષ જેમની તેમ તેજ રહે છે એવી જ રીતે પર્યાના બદલાવા છતાં પણ મૂળ દ્રવ્ય એક રૂપ જ બન્યું રહે છે. આ કથન આ રીતે પણ કહી શકાય—“ઉત્પન્ન થાય છે—બદલાય છે–વધે છે. ઘટે છે અને નાશ પણ પામે છે.'
પિણ્ડ સિવાય વૃત્યન્તર-અવસ્થા-પ્રકાશતાની દશામાં “નાથ (ઉત્પન્ન થાય છે, એ વ્યવહાર થાય છે. વ્યાપાર સહિત હોવા છતાં પણ ભવનવૃત્તિ થાય છે. “રિત' (છે) એનાથી વ્યાપાર શૂન્ય સત્તા કહેવામાં આવે છે, ભવનવૃત્તિ ઉદાસીન છે. “facરના સર” (બદલાય છે) એના દ્વારા અનુવૃત્તિવાળી વસ્તુનું રૂપાંતરથી થવું એમ કહેવામાં આવે છે.
જેમ દૂધ દહી રૂપથી પરિણત થાય છે, અહી વિકારાન્તર વૃત્તિથી ‘ભવન” કાયમ રહે છે. જે વ્યકૃત્યન્તર વ્યકિતવૃતિ થાય અગર હેતુભાવવૃત્તિ થાય તે પરિણામ કહેવાય છે. “વરે – ઉકત સ્વરૂપવાળું પરિણામ ઉપચય રૂપમાં પ્રવૃત્ત થાય છે જેવી રીતે અંકુર વધે છે અર્થાત ઉપચયશાળી પરિણામ રૂપથી “ભવન’ની વૃત્તિ વ્યકત થાય છે. “અવર' (ઘટે છે) આ શબ્દથી પૂર્વોક્ત સ્વરૂપવાળા પરિણામની અપચયવૃત્તિ પ્રકટ કરવામાં આવે છે–નબળાઈને પ્રાપ્ત થનાર પુરૂષની જેમ અપચય ભવન રૂપ નવીન વૃત્તિનું પ્રગટ થવું કહેવાય છે. વિનતિ ' આ પદ દ્વારા ભવનવૃત્તિને આવિભૂત કહેવામાં આવે છે. જેવી રીતે “ધડ નાશ પામ્ય” આ વાક્યને અર્થ એ જ છે કે વિશિષ્ટ સમવસ્થાન રૂપ ભવનવૃત્તિ અદશ્ય થઈ ગઈ–એને આશય એ નથી કે કઈ સ્વભાવહીનતા ઉત્પન્ન થઈ ગઈ–શૂન્યતા આવી ગઈ, કારણ કે ઘટ આકારની પછી કપાલ વગેરે રૂપ નવીન ભવનવૃત્તિ દેખાય છે. વગેરે આકારો દ્વારા દ્રવ્ય જ ભવન લક્ષણ વાળું કહેવાય છે.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧