Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તત્વાર્થસૂત્રને થતાં નથી. અગર જો ત્યાં ધર્મ અને અધર્મ હોત અને જીવ-પુદ્ગલ ત્યાં જતાં-રોકાતાં હેત તે આકાકાશ તેમને અવગાહન આપત, પરંતુ ત્યાં તેઓ નથી આ કારણે અકાકાશમાં વિદ્યમાન પણ અવગાહન ગુણ પ્રગટ થતું નથી.
કાળનું લક્ષણ વર્તાના છે. નવાને જુનું કરવું અને જુનાને નાશ કરે તે વર્નના કહેવાય કાળદ્રવ્યના કારણે જ મેટાપણું, નાનાપણું વગેરેને વ્યવહાર થાય છે. તે કાળસમય આવા લિકા આદિ રૂપ છે. ઉત્તરાધ્યયનના ૨૮માં અધ્યયનની ગાથા ૧૦મીમાં કહ્યું છે કાલવન્તના” લક્ષણવાળે છે. જીવાદિ પદાર્થ અમુક-અમુક રૂપમાં વર્તા–રહે છે તેમનાં વર્તનમાં જે નિમિત્ત કારણ છે, તે વત્તના છે આ વર્તાના જ કાળનું લક્ષણ છે.
જેમાં મીલન અને વિયેગ દેખાય તે પુદ્ગલ છે. એક પુગલ સિવાય એવું કઈ દ્રવ્ય નથી જે વિખેરાઈ શકાય અને જોડાઈ પણ શકે. પુગલ વિખરાઈને અનેક રૂપે બની શકે છે અને અનેક પુદ્ગલ મળીને એક સ્કંધ રૂપ પરિણામ થઈ શકે છે પરંતુ પુદ્ગલ સિવાય કોઈ અન્ય દ્રવ્યમાં આ પ્રકારને સ્વભાવ નથી આથી મીલન અને વિગ પુદ્ગલ દ્રવ્યનું અસાધારણ લક્ષણ છે.
અથવા પુરુષ જે જે ગ્રહણ કરી લે છે-મિથ્યાદર્શન વગેરે કારણોથી ગ્રહિત પુરુષને બધે છે અથવા કષાય અને વેગવાળા પુરુષ દ્વારા કર્મ રૂપમાં જેમને ગ્રહણ કરવામાં આવે છે તે પુદ્ગલ છે. આ રીતે ધર્મ આદિ પાંચ અજીવ કહેવાય છે.
અધ્ધા રૂપ કાળ એક સમય રૂપ હોવાથી અસ્તિકાય હોઈ શકતા નથી આથી જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પગલાસ્તિકાય, આ પાંચ અસ્તિકામાં કાળને ગ્રહણ કરવામાં આવ્યું નથી તે પણ ધર્માદિની જેમ કાળમાં પણ અજીવતત્વની સત્તા હોવાથી અજીવ દ્રવ્યમાં તેને ગ્રહણ કરવું અનુપયુક્ત નથી.
આ કારણથી અહીં ‘અજીવ’ એમ જ કહેવામાં આવ્યું છે. “અજીવકાય એમ અથવા “અછવાસ્તિકાય, એમ કહેવામાં આવ્યું નથી.
અસ્તિ' શબ્દનો અર્થ અહીં પ્રદેશ છે અને “કાય’ શબ્દનો અર્થ સમૂહ છે. તાત્પર્ય એ છે કે જે દ્રવ્યપ્રદેશના સમૂહ રૂપ હોય તેજ અસ્તિકાય કહેવાય છે. કાળપ્રદેશનો સમૂહ નથી એક સમય રૂ૫ કારણ કે અતીતકાળને નાશ થઈ જવાથી સત્તા નથી અને ભવિષ્યકાળ અનુત્પન્ન લેવાથી સત્તા નથી.
ફકત વર્તમાનકાળને સત્તા હોય છે અને વર્તમાનકાળ એક સમય જ છે. આ કારણે કાળની અસ્તિકામાં ગણત્રી કરવામાં આવી નથી.
સમય આદિ રૂપ કાળ અઢીદ્વીપની અંદર જ હોય છે. (અઢી દ્વીપની બહાર ચન્દ્ર સૂર્ય વગેરે સ્થિર હોવાથી ત્યાં કાળની કલ્પના કરી શકાતી નથી). તે એક સમયરૂપ છે, જે અત્યન્ત સૂમ છે, નિવિભાગ છે તેને “કાય’ કહી શકતા નથી કારણકે “કાય’ શબ્દ સમૂહવાચક છે.
અગર ધર્મ વગેરેને “અજીવકાર્ય” કહેવામાં આવે તે કાળ તેમનામાં ગ્રહણ થઈ શકતો નથી પરંતુ પ્રાકૃત સૂત્રમાં કેવળ અજીવ દ્રવ્યને જ ઉલ્લેખ કરવામાં આવ્યું છે આથી જીવથી ભિન્ન હોવાને કારણે કાળને પણ તેમનામાં સમાવેશ થાય છે.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧