Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७४
તત્વાર્થસૂત્રને જેવાં સ્ત્રીવેદનીય અને ઘાસના પૂળાની અગ્નિ સમાન પુરુષવેદનીય જે અગાઉ નિકાચિત રૂપમાં બંધાયેલા હતાં, તે ઉદયને પ્રાપ્ત થાય છે. આ બંનેથી ભિન્ન નપુંસકવેદનીયને કદાપી ઉદય થતું નથી કારણકે પૂર્વભવમાં તેને બંધ કરવામાં આવ્યો ન હતો.
અહીં નપુંસકવેદની અપેક્ષા સ્ત્રીવેદ શુભ કહેવાય છે, હકીકતમાં તે શુભ છે એમ સમજવું ન જોઈએ. સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે–
પ્રશ્ન–ભગવંત! શું અસુરકુમાર સ્ત્રીવેદી પુરુષવેદી અગર નપુંસકવેરી હોય છે?
ઉત્તર–હે ગૌતમ ! સ્ત્રીવેદી અને પુરુષવેદી હોય છે, નપુંસક વેદી હોતા નથી. સનકુમાર સુધી આ પ્રમાણે જ કહેવું જોઈએ. જેવું અસુરકુમારોના સંબંધમાં કહે છે તેવું જ વાનવ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિકેબાબતમાં પણ સમજવું જોઈએ છે ૩૮ છે
'नारगे समुच्छिमेय नपुंसगवेए' મૂળસૂવાથ-નારક અને સમૂચ્છિમ જીવ નપુંસકવેદી જ હોય છે . ૩૯
તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં ચારે નિકાયના દેશમાં સ્ત્રીવેદ અને પુરુષવેદનું વિધાન કરવામાં આવ્યું હવે નારકી અને સમૂર્ણિમ જેમાં માત્ર નપુંસદ જ હોય છે એ પ્રરૂપણા કરવા માટે કહે છે
રત્નપ્રભા વગેરે સાતે નરકભૂમિમાં રહેનારાં નારક જીવ અને પૂર્વોકત સ્વરૂપવાળા સમૂછિમ છ માત્ર નપુંસકવેદી જ હોય છે. તેમનામાં ન પુરુષવેદ હોય છે કે ન સ્ત્રીવેદ. આ રીતે બધાં નારક, પૃથ્વીકાય અપકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને કઈ-કઈ પંચેન્દ્રિય મનુષ્ય તથા તિર્યંચ સંમૂર્ણિમ હોય છે અને તે તમામને નપુંસકવેદી જ સમજવા જોઈએ કારણકે નારકી તથા સંમૂર્ણિમજીવોમાં ત્રણ વેદોમાંથી ફકત નપુંસકવેદ જ પૂર્વકાળમાં નિકાચીત રૂપમાં બંધાયેલા હોવાથી તેમાં જ તેમને ઉદય થાય છે. તેઓએ પૂર્વકાળમાં પુરુષવેદમેહનીય અને સ્ત્રીવેદમોહનીય કર્મો કે જે શુભ છે, તે બાંધ્યા ન હતાં. તે ૩૯ છે
તત્વાર્થનિર્યુકિત–સાત નરકભૂમિમાં રહેલા નારક છે તથા બધાં સંમૂછિમ જીવે અર્થાત્ પૃથ્વીકાય, અપૂકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિ ન્દ્રિય તથા કઈ-કઈ પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્ય નપુંસક જ હોય છે. તેઓ ન તે
સ્ત્રીવેદી હોય છે કે ન પુરુષવેદી કારણકે ચારિત્રમેહનીય કર્મને ભેદ જે નોકષાયવેદનીય છે તેના હાસ્યાદિ નવ ભેદમાંથી જે ત્રણ વેદ છે તેમાંથી એક નપુંસકવેદને જ ઉદય થાય છે. સ્ત્રીવેદ અગર પુરુષવેદને ઉદય થતા નથી. આ કારણે બધાં નારક તથા સંમૂર્ણિમ જીવ અશુભ નગરદાહની જેમ મૈથુનની અભિલાષાવાળા હોય છે.
આશય એ છે કે નારકી તથા સંમૂછિમ જીવોએ અનન્તર પૂર્વભવમાં નપુંસકવેદને ગ્ય કર્મોને આશ્રવ (આપાત) કર્યો, તે કર્મોને દૂધ અને પાણીની જેમ એક-એક કરીને નિકાચીત બંધ-ગ્રહણ કરેલ છે વળી તે કર્મો આત્મપ્રદેશ સાથે ભળી ગયા છે-જુદાં જણાઈ આવતાં નથી. વિશેષ પ્રકારનાં અધ્યવસાયથી તે કર્મને બંધ કર્યો છે. તેજ કર્મ આ વર્તમાનભવમાં પકિપકવ થઈ ઉદયાવસ્થામાં આવ્યા છે. આથી જ નારક અને સંમૂછિમ જીવ દુઃખની વિપુલતાવાળા હોવાથી નપુંસક જ હોય છે. તેઓ કદાપી સ્ત્રી અગર તે પુરુષ વેદવાળા લેતા નથી.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧