Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તત્વાર્થસૂત્રને છે ત્યારે તેનું સમાધાન મેળવવા માટે તેને તીર્થકર ભગવંતના ચરણકમળોમાં જવું અનિવાર્ય બની જાય છે પરંતુ વિદેહ વગેરે દરવતી ક્ષેત્રમાં ઔદારિક શરીરથી જવું શકય હોતું નથી. આ પરિસ્થિતિમાં તે પોતાની પૂર્વ પ્રાપ્ત લબ્ધિનો ઉપયોગ કરે છે અને તેની મદદથી અહારક શરીરનું નિર્માણ કરીને તેને તીર્થંકરના ચરણારવિન્દોમાં મેકલે છે અથવા એમ કહેવું
ગ્ય લેખાશે કે તે પેલા શરીર દ્વારા સ્વયં ભગવંતના ચરણકમળમાં હાજર થાય છે.
હવે ત્યાં પહોંચ્યા બાદ એવા સમાચાર મળેકે તીર્થકર ભગવંત વિહાર કરીને અન્ય સ્થળે ચાલ્યા ગયા છે તે તે આહારક શરીરથી મુઠીબાંધેલા હાથ જેટલું બીજું શરીર નિકળે છે અને આ બીજુ શરીર તીર્થકર ભગવંતની પાસે જાય છે, ત્યાં પહોંચી તુર્ત જ ભગવાનના દર્શન કરીને, તેમને નમસ્કાર કરીને અને પ્રશ્ન પૂછી સંશય રહિત થઈ જાય છે. સંશય ટળી જતાં તે પછું ફરે છે. બીજુ આહારક શરીર પ્રથમ આહારકશરીરમાં વિલીન થઈ જાય છે અને પ્રથમ આહારક શરીર મૂળ શરીરમાં સમાઈ જાય છે. આવી રીતે પિતાના પ્રજનને પ્રાપ્ત કરીને તે મુનિરાજ હતા તેવા થઈ જાય છે.
કોઈ કઠણ અને અત્યન્ત સૂક્ષ્મ અર્થમાં શંકા ઉપસ્થિત થવાથી તેને નિર્ણય કરવા માટે દૂર દેશવતી અહંન્ત ભગવંતના ચરણકમળમાં ઔદારિક શરીરથી જવાનું અસંભવિત સમજીને લબ્ધિ નિમિત્તક શરીરને ઉત્પન્ન કરે છે. ભગવાનથી પ્રફનેત્તરી થયા બાદ સંશય રહિત થઈ પાછા આવી તે શરીરનો ત્યાગ કરી દે છે. આ બધું એક અન્તર્મુહૂર્તમાં જ થઈ જાય છે. ભાષ્યિનું આ કથન પણ આનાથી સંગત થાય છે. પ્રજ્ઞાપનાના ૨૧માં શરીરપદમાં કહ્યું છે—
પ્રશન–ભગવંત! આહારકશરીરનું સંસ્થાન કેવું હોય છે ? ઉત્તર–ગૌતમ ! સમચોરસ સંસ્થાન હોય છે.
આ રીતે ભાવાર્થ એ થયો કે જે શરીર કેઈ વિશિષ્ટ પ્રજનની સિદ્ધિ માટે ઉત્પન્ન કરવામાં આવે છે અને તે પ્રજનની પ્રાપ્તી થઈ જવા પર–ઉછીના લીધેલા દાગીનાની જેમ ત્યાગ કરવામાં આવે છે તે આહારક શરીર છે. સંશયનું નિવારણ કરવું, નવું જ્ઞાન સંપાદન કરવું, દ્ધિદર્શન વગેરે તેના પ્રયેાજને છે. આ શરીર માત્ર અન્તર્મુહૂર્ત સુધી જ રહે છે. અન્તર્મહત સમયમાં જ ઇચ્છિત પ્રજનની સિદ્ધિ થઈ જાય છે. પ્રયજન સિદ્ધિ થઈ જવા પર આહારક શરીરને ત્યાગ કરવામાં આવે છે. “ત્યારબાદ તે મુનિ તે લબ્ધિનો પ્રયોગ કરતા નથી.”
આહારકશરીરથી જે પ્રજનની સિદ્ધિ થાય છે તેને ઔદારિક વગેરે અન્ય કોઈપણ શરીર સિદ્ધ કરી શકતાં નથી. અન્ય શરીર નિયમથી અન્તર્મુહૂર્ત માત્રની સ્થિતિવાળા જ હોય એ કેઈ નિયમ નથી. - તેજસ શરીર તેજના વિકાર રૂપ તેજોમય, તેજઃ સ્વભાવ હોય છે. તેનું પ્રયોજન શાપ અને અનુગ્રહ કરવાનું છે. અને તેને અધિકાર નથી. તેજનું લક્ષણ ઉષ્ણતા છે. તે સમસ્ત
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧