Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ ઔદારિકશરીરની સૂક્ષમતાનું નિરૂપણ સૂ. ૩૦ ૫૭ પ્રશ્ન બીજે જ છે કે વિક્રિયા કરવાવાળાની ઈચ્છાથી તેનું વેકિય શરીર દષ્ટિગોચર પણ હોઈ શકે છે આવી રીતે ઔદારિકથી વૈક્રિય વૈક્રિયથી આહારક-આહારકથી તેજસ તૈજસથી કાર્મણશરીર સૂકમ છે.
જે કે શરીર અનુકમથી ઉત્તરોત્તર સૂક્ષમ છે તે પણ પુદ્ગલપ્રદેશની અપેક્ષા એ દારિક શરીરથી વિકિય અને વૈકિયથી આહારક શરીર અસંખ્યાતગણ છે આહારકની અપેક્ષા તેજસ શરીરમાં અને તેજસની અપેક્ષા કાશ્મણ શરીરમાં અનન્તગણ પ્રદેશ છે. આવી રીતે બહાર દ્રવ્યોથી ઉત્પન્ન થવા છતાં પણ તેમનું ઉત્તરોત્તર સૂમિ પરિણમન છે આથી જ તે સૂકમ કહેવાયા છે. - આ પાંચ શરીરમાંથી કઈ જીવને એક સાથે ચાર શરીર હોઈ શકે છે. કેઈને બે, કેઈને ત્રણ અને કોઈને ચાર શરીર સુધી પ્રાપ્ત થઈ શકે છે. (૧) એકી સાથે એક જીવને બે શરીર હોય તે તૈજસ અને કામણ હોય છે. બે શરીર માત્ર વિગ્રહગતિના સમયે જ હોય છે. (૨) ત્રણ શરીર એક સાથે હોય તે તેજસ કામણ અને ઔદારિક હોય છે. આ ત્રણ શરીર ઋદ્ધિવગરના તિર્યંચ તથા મનુષ્યમાં હોય છે. (૩) અથવા ત્રણ શરીર તેજસ, કામણ અને વૈક્રિય હોય છે જે દેવગતિ અને નારકીના જીવોને પ્રાપ્ત હોય છે. (૪) ચાર હોય તે તૈજસ, કામણ, ઔદારિક તથા વૈકિય હોય અથવા (૫) તેજસ, કાર્મણ, ઔદારિક તથા આહારક હોય આ ચાર શરીર વૈક્રિય લબ્ધિ અથવા આહારક લબ્ધિવાળા જીવને હોય છે.
એક જીવમાં એકી સાથે પાંચ શરીર હોતા નથી અને વૈકિય અને આહારક શરીર એકી સાથે મળી શકતા નથી કારણ કે એકી સાથે બનેવૈક્રિય અને આહારક લબ્ધિઓ હતી નથી. કાર્મણશરીર તે પ્રત્યેક સંસારી જીવને હોય જ છે. . ૩૦ છે
તત્વાર્થનિયુકિત–ઔદારિક વગેરે શરીર ઉત્તરોત્તર સૂફમ છે જેમકે—દારિકથી વૈકિય સૂક્ષમ છે વૈક્રિયથી આહારક. આહારકથી તૈજસ-તેજસથી કામણશરીર સૂમ છે આવિરીતે ઔદારિક પાંચે શરીરમાં એક બિજાની અપેક્ષા એ ઉત્તરોત્તર શરીર સૂક્ષ્મ છે.
આવી રીતે ઉત્તરોત્તર શરીર સૂકમ દ્રવ્યોથી બનેલા હોવાથી સૂક્ષમ છે અને આ કારણે દારિક શરીર સિવાયના ચાર વૈકિય વગેરે શરીર પ્રાયઃ જોઈ શકાતાં નથી. પુદ્ગલેનું પરિણમન વિવિધ પ્રકારનું છે. કેઈ-કઈ પુદ્ગલ થડા હોવા છતાં પણ પલા-પલા હોવાથી સ્થૂળ દેખાય છે જેમ ભીંડા અગર લાકડાનાં પુદ્ગલ. કોઈ આથી ઉલટું, પણ અત્યંત સઘનરૂપમાં પરિણત થાય છે. તે ઘણું વધારે હોવા છતાંપણ સૂફમ-પરિણત હોવાથી અલ્પ દેખાય છે દાખલાતરીકે. હાથી દાંતના પુદ્ગલ—
આ વાત ચોકકસ છે કે લંબાઈ-પહોળાઈમાં સરખાં ભીંડા અને હાથીદાંતના ટુકડાને જે ત્રાજવામાં જોખવામાં આવે તે તેમના વજનમાં ઘણો તફાવત હોય છે. આથી સાબીત થાય છે કે કઈ પુદ્ગલ સઘન એવાં સૂમ પરિણમનવાળા અને કઈ શિથિલ પરિણમનવાળા હોય છે નહીંતર જે તેમનું પ્રમાણ તુલ્ય છે એ લઘુતા અને ગુપ્તા કેમ થાય ? આ કારણે પહેલા પહે લાના શરીર ઉત્તરોત્તર શરીરની અપેક્ષા સ્થૂળ દ્રવ્યોથી બનેલા અને શિથિલ પરિણમનવાળા હોય છે અને ઉત્તરોત્તર શરીર સૂક્ષ્મ દ્રવ્યોથી નિમિત, સઘન પરિણતિવાળા અને સૂક્ષમ હોય છે. આ પુદ્ગલ દ્રવ્યની પરિણમનની વિચિત્રતા છે. આ રીતે દારિક શરીર અલ્પદ્રવ્યવાળું,
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧