Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તત્વાર્થસૂત્રને નારક જીવોને બે શરીર હોય છે. આત્યંતર અને બાહ્ય. આત્યંતર કાશ્મણ શરીર અને બાહ્ય વૈકિય શરીર. આવી જ રીતે દેવેને પણ આજ બે શરીર હોય છે.
પપાતિક સૂત્રનાં ૪૦માં સૂત્રમાં કહ્યું છે-કિય લબ્ધિથી થનારું શરીર વૈક્રિય કહેવાય છે. I ૩૩ |
તત્વાર્થનિર્યુક્તિ -પહેલાં ઔપપાતિક અને લબ્ધિ પ્રત્યય એમ બે પ્રકારનાં વેકિય શરીર કહ્યાં. હવે પહેલાં અવયવાર્થ કહે છે.-વિકયા. વિકાર, વિકૃતિ, વિકરણ આ બધાં સમાનાર્થક છે. વિવિધ પ્રકારની અથવા વિશિષ્ટ પ્રકારની ક્રિયાને વિક્રિયા કહે છે. તેમાં જે ઉત્પન્ન થાય તે વૈકિય. જે વસ્તુની જે પ્રકૃતિ છે તેમાં ભિન્નતા આવવી તે વિકાર છે. વિચિત્ર કૃતિને વિકૃતિ કહે છે. વિવિધ પ્રકારથી કરવું વિકરણ છે. જે શરીર અનેક પ્રકારનું બનાવાય તે વૈકિય કહેવાય છે.
વિકિયા લબ્ધિ જેને પ્રાપ્ત થાય છે તેની ઈચ્છા મુજબ જે શરીર એક થઈ અનેક થાય છે. અનેકમાંથી એક, નાનાથી મોટું અને મોટાથી નાનું, એક આકૃતિ થઈ અનેક આકૃતિવાળું, અનેક આકૃતિથી એક આકૃતિ, દશ્ય થઈ અદશ્ય, અદશ્ય થઈ દશ્ય, ભૂમિચર થઈખેચર અને ખેચર થઈ ભૂમિચર, સબળ ગતિવાળું થઈ અબળગતિ પ્રતિઘાતી થઈ અપ્રતિઘાતી અને અપ્રતિઘાતી થઈ પ્રતિઘાતી થઈ જાય છે. આ બધાં ભાવોને જે એકી સાથે અનુભવ કરે છે તે વૈકિય શરીર છે. વૈક્રિય સિવાયનાં બીજાં શરીર એકીસાથે આ ભાવને અનુભવ કરતાં નથી. પહેલા સ્થૂલ હોવાનાં કારણે પ્રતિઘાતી હોય છે. પછી સૂક્ષમ અવસ્થાને પ્રાપ્ત કરીને અપ્રતિ ઘાતી થઈ જાય છે. ભગવતી સૂત્રનાં બીજા શતકનાં પાંચમાં ઉદ્દેશકમાં કહ્યું છે.
પ્રશ્ન–ભગવન્ત, ભાવિતાત્મા, અનગાર બદ્ધ પુદ્ગલેને ગ્રહણકરીતે એક મહાન સ્ત્રીરુપની જેમ પાલખીનાં રૂપની વિક્રિયા કરવામાં સમર્થ છે? ઉત્તર-હા, સમર્થ છે.
પ્રન–ભગવન્ત, ભાવિતાત્મા, અનગાર કેટલાં સ્ત્રીરૂપની વિક્રિયા કરવામાં સમર્થ હોય છે.
ઉત્તર–ગૌતમ, જેમ કેઈ યુવાન પુરૂષ કેઈ યુવતીના હાથને પિતાનાં હાથમાં ગ્રહણ કરે અથવા ચક્રની નાભિ આરાથી યુક્ત હોય એ જ રીતે હે ગૌતમ, ભાવિતાત્મા, અણગાર વૈકિય સમુઘાત કરીને સંખ્યાત યોજનેને દંડ કાઢે છે એવી રીતે બીજી વાર વૈક્રિય સમુદ્દઘાત કરીને સંપૂર્ણ જંબુદ્વીપને ઘણી સ્ત્રીરૂપોથી વ્યાપ્ત કરી શકે છે. આ ભાવિતાત્મા અનાગારની વિક્રિયા કરવાની શક્તિ બતાવી છે. પરંતુ કેઈ અનગાર આટલી વિકિયા કરતો નથી. તેમ કરશે પણ નહીં.
એ રીતે ચૌદમા શતકના આઠમા ઉદ્દેશકમાં કહ્યું છે. પ્રશ્ન–ભગવન્ત, શું દેવ અવ્યાબાધ છે ? ઉત્તર–હા, છે. પ્રન–ભગવન્ત, ક્યા હેતુથી દેવ અવ્યાબાધ છે એમ કહેવાય છે.
ઉતર–ગૌતમ, એક-એક અવ્યાબાધ દેવ એક-એક પુરુષને એક–એક પળમાં દિવ્ય દેવ ઋદ્ધિ, દિવ્યદેવઘુતિ, દિવ્યદેવાનુભાવ અને દિવ્ય બત્રીસ પ્રકારની નાટ્યવિધિ દેખાડવામાં સમર્થ છે. પરંતુ તે દેવ તે પુરુષને કેઈપણ બાધા કે મુશ્કેલી ઉત્પન્ન કરતું નથી. ન તેની ચામડીનું છેદન કરે છે. તે સૂક્ષ્મ રૂપથી આ બધું દેખાડે છે. આ અભિપ્રાયથી દેવ અવ્યાબાધ છે એમ કહેવાયું છે.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧