Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૫૫
ગુજરાતી અનુવાદ જીવના શરીરનું નિરૂપણ સ, ૨૯
જે શરીર અત્યન્ત શુભ, શુભ્ર, અને વિશુદ્ધ દ્રવ્યવર્ગણાઓથી ઉત્પન્ન થાય તથા એક વિશેષ પ્રજનથી જ બનાવાય તથા જેની સ્થિતિ અન્તમુહૂર્ત માત્રા હોય તે આહારક શરીર કહેવાય છે.
જે તેજસ ગુણવાળા દ્રવ્યોથી નિર્મિત હોય, તેજને વિકાર હોય અગર તેજ રૂપ જ હોય તે તેજસ શરીર છે. આ શરીર ઉષ્ણ ગુણવાળું તથા શાપ અને અનુગ્રહના સામર્થ્યવાળું પણ હોઈ શકે છે.
આ શરીર જેને મળે છે અને જે તે તેજલેશ્યા લબ્ધિવાળે હોય તે તે જ્યારે ક્રોધથી ભભુકી ઉઠે છે ત્યારે બીજા જીવને, બાળી મુકવા માટે તેને બહાર કાઢે છે જેવી રીતે ગોશાળકે કાઢી હતી તેમ. અને જ્યારે ખુશ હોય છે ત્યારે શીત તેજથી ઉપકાર પણ કરે છે. જે જીવને ઉત્તરગુણપ્રત્યયક લબ્ધિ પ્રાપ્ત થતી નથી તેનું જ તૈજસ શરીર ખાધેલા અન્નને પચાવવાનું કાર્ય કરે છે. આ પ્રમાણે જે શરીર ખોરાક પચાવવાની શક્તિવાળું હોય તે પણ તેજસ કહેવાય. આવી જ રીતે કર્મ દ્વારા નિષ્પન્ન શરીર કામણ કહેવાય છે. આ શરીર સમસ્ત કર્મરાશિનું એવી રીતે આધાર ભૂત છે જેવી રીતે બેર વગેરેને આધાર કુંડ વગેરે હેય છે. અથવા આ શરીર બીજની જેમ બધાં કર્મોને પિતા છે. આ શરીરનામકર્મની ઉત્તરપ્રકૃતિ છે અર્થાત્ શરીરનામકમને એક ઉપભેદ છે આથી આઠ કર્મોથી થોડુંક ભિન્ન છે. કર્મ જ કાર્મણ કહેવાય છે. હકીકતમાં તે કર્મો દ્વારા નિષ્પન્ન, કર્મોમાં થનારૂં અથવા કર્મ જ કામણ શરીર કહેવાય છે.
ઔદારિક વગેરે શરીર પિતાને ગમે તે પુદ્ગલોથી બનતાં નથી પરંતુ એમને યોગ્ય પુદ્ગલેની વગણ જુદી જુદી હોય છે. દારિક વર્ગણના પગલેથી ઔદારિક શરીર, વૈકિય વર્ગણના પુદ્ગલથી વૈક્રિય શરીર, આહારક વર્ગણાના પુદ્ગલથી આહારક શરીર, તૈજસવર્ગણાના પુદ્ગલથી તૈજસશરીર અને કામણવર્ગણ ના પુદ્ગલથી કાશ્મણ શરીરનું નિર્માણ થાય છે.
પુદ્ગલેના સમૂહને વર્ગણ કહે છે. આનું વગિકરણ અનેક પ્રકારથી કરવામાં આવેલ છે. જેવી રીતે દ્રવ્યની અપેક્ષાથી સમસ્ત પરમાણુદ્રની એક વર્ગ યાને (રાશિ) છે. દ્વિપ્રદેશી સ્કંધની એક વર્ગ છે. એવી જ રીતે એક–એક પરમાણુની વૃદ્ધિ કરીને સંખ્યાત વગણુઓ છે, અસંખ્યાત પ્રદેશી સ્કંધની અસંખ્યાત વર્ગણાઓ છે. અનન્તપ્રદેશી ઔધોની અનન્ત, વર્ગણાઓ હોય છે. - અલ્પ પુદ્ગલેવાળી કેટલીક એવી વર્ગનું હોય છે કે જેનાથી ઔદારિક શરીર બની શકતું નથી અર્થાત્ તે ઔદારિક શરીર માટે અયોગ્ય હોય છે તેમની આગળની અનન્ત વર્ગણાઓ ઔદારિક શરીરને યોગ્ય હોય છે આ યુગ્ય વર્ગણાઓની આગળની તેમનાથી પણ અનન્તગણી એવી વર્ગણા છે જે (વધારે દ્રવ્યવાળી હોવાને કારણે) ઔદારિક શરીર માટે યોગ્ય નથી આવી રીતે દારિક વર્ગણા ત્રણ પ્રકારની છે. (૧) અલ્પ પુદ્ગલેવાની હોવાથી અમ્ય (૨) ગ્ય પરિણામવાળી હોવાના કારણે યોગ્ય તથા (૩) બહપુગલવાળી હોવાથી અગ્ય. આવી જ રીતે વૈક્રિય આહારક, તેજસ ભાષા, આણુ પાણુ મન તથા કામણમાંથી પ્રત્યેક જાતિની ત્રણ પ્રકારની વર્ગણુએ કહેલી છે–અગ્ય, ગ્ય.
તાત્પર્ય એ છે કે દારિક વગેરે શરીરનાં તથા ભાષા આદિના નિર્માણ માટે યોગ્ય પરિમાણાવળી વગણાઓ જ એગ્ય હોય છે. આ ઉચિત પરિમાણવાળી વર્ગણાઓથી ઓછા
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧