Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ જીના શરીરનું નિરૂપણ સૂ. ૨૯
૫૩ શર્કરા વાલુકા વગેરે પૃથ્વીની જે જાતિઓ કહેવામાં આવી છે પૃથ્વીકાયની યુનિઓ પણ તેટલી જ સમજવી તે નિઓ પિતાની મૂળનિથી જુદી નથી. પરંતુ જાતિભેદથી તેમાં ભેદ પડી જાય છે. આથી આ વચન સંગ્રહકવચન સમજવું જોઈએ. આવી જ રીતે અન્ય જીની નિઓ પણ જાતિભેદની અપેક્ષાથી બહુ સંખ્યક છે. ર૮
सरीरा पंच ओरालियवेउब्धिय आहारग तेयकम्माई ॥२९॥ મૂળસૂવાથ- શરીર પાંચ છે-ઔદાકિ, વૈકયિક આહારક તેજસ તથા કામણ પારા
તવાર્થ દિપીકાઃ–પહેલા સંસારી જીના ગર્ભ, ઉપપાત અને સંમૂરઈનના ભેદથી ત્રણ પ્રકારના જન્મ બતાવેલા છે. હવે એવું બતાવીએ છીએ કે તે જન્મમાં જેના કયા શરીર હોય છે ? કેટલાં હોય છે ? તે શરીરનાં લક્ષણ કયા છે ?
જે પ્રતિક્ષણ વિનષ્ટ થતા રહે છે તે શરીર કહેવાય છે. વિશિષ્ટ નામકર્મના ઉદયથી તેમની રચના થાય છે તે પાંચ છે ઔદારિક, વૈકિય, આહારક તૈજસ તથા કાર્પણ આ શરીર યથાસંભવ નરકાદિ ચાર ગતિઓનાં જીવેને જ હેય છે. સિદ્ધ જીને નહીં આ બતાવવા માટે સૂત્રમાં સર્વ પ્રથમ શરીર શબ્દ પ્રયોગ કરવામાં આવ્યું છે. શરીર નાશવંત છે અને સિદ્ધોમાં તેનું હોવું સંભવિત નથી “શરીર” શબ્દની અપેક્ષા “કાય” શબ્દ નાનો છે તે પણ અત્રે કાયશબ્દનો પ્રયોગ નહીં કરતા શરીર શબ્દને પ્રવેશ કરવામાં આવ્યો છે તેને હેતુ શરીરની ક્ષણભંગુરતા દર્શાવે છે. “શરીરને વ્યુત્પત્યર્થ જ એ છે કે જે નાશવંત છે. આ રીતે સંસારી જીના ઉપર્યુક્ત પાંચ શરીર હોય છે.
આ પાંચ શરીરમાં પ્રથમ-પ્રથમ શરીરની અપેક્ષા ઉત્તરોત્તર શરીર સૂક્ષ્મ હોય છે. દા રિક શરીર સ્થૂળ છે તેની અપેક્ષા વૈકિય શરીર સૂક્ષ્મ છે, વૈકિય શરીરની અપેક્ષા આહારક સૂક્ષ્મ છે, આહારકની અપેક્ષા તૈજસ અને તૈજસની અપેક્ષા કારાણ શરીર સૂક્ષમ છે.
ઉદાર અર્થાત્ સ્થૂળ તથા અસાર દ્રવ્યથી બનેલું શરીર ઔદારિક કહેવાય છે. આ શરીરની ઉત્પત્તિ ઔદારિકને યોગ્ય પુદ્ગલેના ગ્રહણના કારણભૂત પુદ્ગલવિચારી ઔદારિક શરીર નામકર્મનાં ઉદયથી થાય છે અર્થાત્ જે શરીર સ્થૂલ અથવા જેનું પ્રજન સ્થૂલ હોય તે દારિક.
એક, અનેક, નાના, મોટા ઈત્યાદિ દરેક પ્રકારના શરીર કરવા તે વૈક્રિય કહેવાય છે. વિકિયા કરવી જેનું પ્રયોજન છે તે વૈકિય શરીર અથવા વિકિયાશક્તિ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલું શરીર વૈક્રિય શરીર કહેવાય છે.
દેવનું મૂળ શરીર તીર્થકર ભાગવંતેના જન્મકલ્યાણક વગેરે સમયે પણ વૈક્રિય શરીર ધારણ કરીને જન્મ ઉત્સવના સ્થળે આવે છે. મૂળ રૂપથી નહીં એક અથવા અનેક રૂપ ઉત્તર શરીર જ તેમના જન્મોત્સવ વગેરેમાં સમ્મિલિત થાય છે. વિકિયા, વિકાર, બહુરૂપતા અગર એકને અનેક બનાવવું, આ તમામ સમાનાર્થક શબ્દ છે. ટૂંકમાં જે શરીર વિકિયાથી બનેલું હાય, અનેક આશ્ચર્ય ઉત્પન્ન કરનાર હય, જુદા જુદા પ્રકારના ગુણોથી યુક્ત હોય, એવા વૈક્રિયવર્ગણના પુદ્ગલથી બનેલું શરીર વેકિય કહેવાય છે.
સૂક્ષ્મતત્ત્વને જાણવા માટે અથવા અસંયમનું નિવારણ કરવા માટે વગેરે કારણોથી પ્રમત્તસંયત દ્વારા જે શરીર નિષ્પાદિત કરવામાં આવે છે તે આહારક કહેવાય છે. આ શરીર
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧