Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ જીવની ઉત્પત્તિનું નિરૂપણ સૂ. ૨૮ થાય છે અર્થાત્ વર્તમાનભવને ક્ષય થાય છે ત્યારે તે જીવ જે ક્ષેત્રમાં પુનર્જન્મ લેવાવાળે છે, તે ક્ષેત્રમાં તે પિતાના પૂર્વભવનાં કર્મના સામર્થ્યથી જ જાય છે, ભગવાન વગેરેની પ્રેરણાથી જતો નથી. તે ઋજુ અગર વક ઉત્પત્તિસ્થાનમાં જાય ડાબા રસ્તે જાય, અમુક સમયમાં જાય અમુક નિમાં ઉત્પન્ન થાય, બીજે નહીં. આ બધી વાતેના નિયામક અચિન્ય સામર્થ્યશાળી નામકર્મ વગેરે જ છે. મરણ બાદ સમયની પ્રતીક્ષા કરતે થકો કેઈ સ્થળે રેકાઈ રહેતો નથી.
આ પ્રકારે કર્મના પ્રભાવથી પિતાના ઉત્પત્તિક્ષેત્રમાં પહોંચી જઈ જીવ પિતાને યોગ્ય ઔદારિક અથવા વૈકિય શરીરની નિષ્પત્તિ માટે શરીરના 5 પુદ્ગલેને ગ્રહણ કરે છે.
પ્રશ્નઃ—શરીરના યોગ્ય પુદ્ગલેને કયા કારણે સંબન્ધ થાય છે?
ઉત્તરઃ—કષાયયુક્ત હોવાથી જીવ કર્મના ચગ્ય પગલોને ગ્રહણ કરે છે. તે પગલા એવી જ રીતે ચેટીં જાય છે કે જેવી રીતે ચીકાશ લાગેલા શરીર અગર વસ્ત્ર ઉપર રેત ચેટી જાય છે તેમ, કાય, વચન મન અને પ્રાણ પુગલના ઉપકારક છે એ કથન અનુસાર પાંચે શરીર પુગલેના ઉપકારક છે–પુદ્ગલેનાં નિમિત્તથી ઉત્પન્ન કરે છે આથી ગ્રહણ કરવામાં આવેલા તે પુગલ વિશેષ પ્રકારથી શ્લેષને પ્રાપ્ત થઈને શરીરના રૂપમાં પરિણત થઈ જાય છે.
તે પુદ્ગલે ચારે બાજુથી, ગની વિશેષતા અનુસાર ગૃહીત, સૂક્ષ્મ, એક જ ક્ષેત્રમાં અવગાઢ અર્થાત્ જે આકાશપ્રદેશમાં જીવ રહેલું હોય તેજ આકાશપ્રદેશમાં સ્થિત તથા અનન્તાન્ત પ્રદેશવાળા હોય છે. આવી રીતે બધ નામકર્મના ઉદયથી કર્મપુલનું ગ્રહણ થવું પ્રથમ ઉત્પત્તિ છે, ઉપકારભેદની વિવક્ષા દ્વારા મધ્યમ ઉત્પત્તિ છે અને પ્રદેશાબના પ્રસ્તાવથી આકૃષ્ટ અન્તિમ ઉત્પત્તિ થાય છે. આનાથી ત્રણે ઉત્પત્તિની સૂચના થાય છે. આ ત્રણે ઉત્પત્તિઓ અભિન્ન એક વસ્તુ વિષયક નથી. આમ હોવાથી પુનરૂકિત દોષને પ્રસંગ આવે છે. કહેવાનું એ છે કે આવી રીતે પુદ્ગલેનું ગ્રહણ જન્મ કહેવાય છે.
કેવા પ્રકારના સ્થાને સૌ પ્રથમ ઉત્પન્ન થતે થકો જીવ શુક અને શેણિતનું ગ્રહણ કરે છે? સમૂર્શિત કરે છે અથવા વૈક્રિયશરીરને ગ્રહણ કરે છે ? નારક તથા દેવ કેવા પ્રકારના ગુણવાળા અને વિશેષતાવાળા સ્થાનમાં ઉત્પન્ન થાય છે? આ શંકાનું સમાધાન કરવા માટે પૂર્વોકત જન્મનાં વિશેષ સ્થાનની પ્રરૂપણ કરવાના હેતુથી નિઓનાં સ્વરૂપનું કથન કરીએ છીએ–
સંસારી જીવેનાં ઉપર કહેલાં ત્રણ પ્રકારનાં જન્મમાં નવ નિઓ કહેલી છે. તે આ પ્રકારે છે. (૧) સચિત્ત (૨) અચિત્ત (૩) સચિત્તાચિત (મિશ્ર) (૪) શીત, (૫) ઉષ્ણ (૬) શીતષ્ણ (મિશ્ર) (૭) સંવૃત (૮) વિવૃત અને (૯) સંવૃતવિવૃત્ત (મિશ્ર). આ પૈકી નારકી અને દેવતાએની અચિત્ત નિ હોય છે. ગર્ભજ મનુષ્ય અને તિર્યોની સચિત્તાચિત નિ હોય છે. સમૂઈિમ મનુષ્યો અને તિર્યંચની ત્રણ પ્રકારની યેની હોય છે-સચિત, અચિત અને સચિત્તાચિત્ત.
ગર્ભજ તિર્યો તથા મનુષ્યની તથા દેવતાઓની શીતોષ્ણ નિ હોય છે. સમૂઈિમ તિર્ય-ચો તથા મનુષ્યોમાં કેઈની શીત, કેઈની ઉષ્ણ અને કેઈની શીતાણનિ હોય છે. નારકીના જીની પ્રારંભની ત્રણ પૃથ્વીઓમાં શીત નિ હોય છે. ચોથી અને પાંચમી પ્રથ્વીમાં કઈ કઈ નરકાવાસમાં શીત અને કઈ કઈમાં ઉષ્ણ હોય છે. છઠી અને સાતમી નરકભૂમિમાં ઉષ્ણનિ હોય છે –
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧