Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તત્વાર્થસૂત્રને જીવન પ્રથમ બે ભેદ છે. દ્રવ્યજીવ અને ભાવજીવ. જે ગુણ અને પર્યાયથી રહિત હોય, પ્રજ્ઞામાં સ્થાપિત કરેલ હોય અર્થાત્ હકીક્તમાં ન હોવા છતાં પણ જે કેવળ કલ્પનાથી સ્વીકારી લેવામાં આવ્યો હોય, એવા પરિણામિક ભાવથી યુકત જીવ દ્રવ્યજીવ કહેવાય છે. હકીકતમાં કોઈ પણ જીવ, પછી ભલે તે સંસારી હોય અગર મુક્ત હોય પરંતુ કદાપી તે પોતાના ગુણ અને પર્યાય થી અલગ હોઈ શક્તો નથી.) કઈને કઈ ગુણ અને પર્યાય તેમાં હમેશાં વિદ્યમાન રહે છે. તેમ છતાં દ્રવ્યને ભંગ શૂન્ય ન રહે એ પ્રયજન થી એવી કલ્પના કરવામાં આવે છે જે જીવ ઔપશમિક ભાવોથી યુક્ત છે તેમજ જેમાં ઉપગ લક્ષણ મળી આવે છે તે ભાવજીવ કહેવાય છે. તેના બે ભેદ છે. સંસારી અને મુકત.
ઉપગ લક્ષણવાળા જીવના જ્ઞાનરૂપ અને દશનરૂપ બંને પ્રકારના વ્યાપારમાં ચૈતન્ય રૂપની જેમ સ્વાભાવિક પરિણમન થાય છે કારણકે જ્ઞાન અને દર્શન જીવના ચૈતન્ય રૂપમાં સ્વાભાવિક પરિણામ છે. આ પૈકી જ્ઞાન સાકાર અથવા વિશેષ ધર્મોને જ્ઞાપક છે અને દર્શન નિરાકાર અર્થાત્ સામાન્ય ધર્મને જ બોધક હોય છે.
સ્વાભાવિક ચૈતન્યરૂપ પરિણતીને પ્રાપ્ત હોવા થકા જ્ઞાન-દર્શન રૂપ ઉપયોગ કર્મોની સાથે મળેલ હોવાના કારણે એકમેક હોવા છતાં પણ આત્માની ભિન્નતાનું જ્ઞાન કરાવે છે.
અભિપ્રાય એ છે કે કર્મ જ્યારે યોગ અને કષાયના કારણે આત્મપ્રદેશની સાથે બંધાચેલા હોય છે ત્યારે એકમેક થઈ જાય છે. બન્ધના કારણે જીવ જુદો રહેતું નથી–કમની સાથે એકરૂપ થઈ જાય છે – જુદો જણાતો નથી. જેવી રીતે પાણીની સાથે મેળવેલ દૂધ પાણી સાથે એકાકાર થઈ જાય છે. જુદું જણાતું નથી તે જ રીતે બન્ધ થવાથી જીવ અને કર્મ પણ જુદા જુદા જણાતા નથી. પરંતુ એકાકાર થઈ જાય છે. આમ છતાં ઉપગરૂપ લક્ષણના કારણે જીવની કર્મોથી જુદાઈ જાણી શકાય છે. જીવની સાથે મળી જવા છતાં પણ કર્મ પુદ્ગલેની ચૈતન્યરૂપ પરિણતી થતી નથી તે તે માત્ર જીવમાં જ સંભવી શકે છે.
જ્યારે શરીરમાં સ્થિત જીવ જ્ઞાનાદિ ભાવથી રહિત વિવક્ષા કરવામાં આવે છે ત્યારે તે દ્રવ્ય જીવ કહેવાય છે. લેકમાં જોઈ શકાય છે કે ભવિષ્યમાં રાજા થનાર રાજપુત્ર પણ રાજા જ કહેવાય છે. આ સંજોગોમાં તે માત્ર દ્રવ્ય છે. અથવા જેવી રીતે મુનિજીવનું શરીર પૃથ્વી અગર શિલા ઉપર અથવા સંસ્મારક ઉપર રહેલ હોય તે તે મુનિ કહેવાય છે.
આ રીતે જીવના ચાર પ્રકાર છે – નામજીવ, સ્થાપનાજીવ, દ્રવ્યજીવ તથા ભાવજીવ, નામને અર્થ છે સંજ્ઞા. કઈ સચેતન અથવા અચેતન દ્રવ્યનું જીવ એવું નામ રાખવામાં આવે તો તે દ્રવ્ય નામ જીવ કહેવાય છે. કાષ્ટ, પુસ્તક, ચિત્ર, કર્માક્ષ નિક્ષેપ વગેરેમાં જીવના આકારને સ્થાપિત કરે સ્થાપના જીવ કહેવાય છે. દ્રવ્યજીવ તથા ભાવજીવ અગાઉ કહેવાઈ ગયેલ છે. આ પૈકી દ્રવ્યજીવ અને ભાવજીવ યુકિતથી સંપન્ન છે જ્યારે નામજીવ તથા સ્થાપનાજીવ સર્વથા જ્ઞાન વગેરે ગુણેથી પર હેવાના કારણે અનુપાદેય છે તેઓ કયારેય પણ ઉપાદેય નથી. પદાર્થનું નામ રૂપ નામનિક્ષેપ અને આકૃતિ વિશેષરૂપ સ્થાપના નિક્ષેપ છે. આ બંને તુચ્છ હોવાના કારણે લગીર પણ વસ્તુના જ્ઞાપક નથી.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧