Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તત્વાર્થસૂત્રને વચનયોગથી નિકળેલે, અનન્તાનંદ પ્રદેશી પુદ્ગલ દ્રવ્યોને સ્કંધ અગર પુદ્ગલ દ્રવ્યના સંધાનથી ઉત્પન્ન ધ્વનિને શબ્દ કહે છે.
આ સ્પર્શ વગેરે પાંચ વિષય ક્રમશઃ સ્પર્શન વગેરે ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરવામાં આવે છે. જીવ તેમની અભિલાષા કરે છે આથી તેમને અર્થ પણ કહે છે કે ૨૧ છે
તત્વાર્થનિકિત—પહેલા સ્પર્શન. જીભ, નાક, ચક્ષુ અને કાન એ પાંચ ઈનિદ્ર કહેવાઈ ગઈ. હવે એમના પાંચ વિષયનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ-ઈન્દ્રિયેનાં વિષય પાંચ છે–સ્પર્શ, રસ, ગંધ,-વર્ણ તથા શબ્દ.
ઈન્દ્રિયે વડે જેનું જ્ઞાન થાય તે ઈન્દ્રિયને વિષય કહેવાય છે તેના પાંચ ભેદ છે-સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ. જેને અટકાય તે સ્પર્શ જે આઠ પ્રકારને છે–કર, કમળ, ભારે, હલકે, ઠંડે, ગરમ, ચિકણો તથા લુખો.
જીભ વડે જે ચાખી શકાય તે રસ કહેવાય. તીખ, મધુર, કટુ, કષાય તથા ખાટાના ભેદથી રસના પાંચ ભેદ છે. મીઠું મીઠા રસમાં આવી જાય છે. ગધના–સુગંધ તથા દુર્ગધ–બે પ્રકાર છે. વર્ણ પાંચ પ્રકારના હોય છે કાળો, લીલે, રાતે, પીળે તથા સફેદ. વમનયેગથી નિકળેલ અનન્તાનન્દ પ્રદેશી પુગલસ્કંધનું એક વિશિષ્ટ પરિણમન શબ્દ કહેવાય છે શબ્દ કયારેક પુગલ દ્રવ્યોથી અથડાઈ જવાને અને જુદા જુદા થવાને કારણે ઉત્પન્ન થાય છે તેના ત્રણ ભેદ છેજીવશબ્દ અજવશબ્દ તથા મિશ્રશબ્દ-એમ ત્રણ ભેદ છે.
આ સ્પર્શ વગેરે પાંચ વિષયે અનુકમે, સ્પર્શન જીભ, ઘાણ, ચક્ષુ તથા શ્રોત્રેનિન્દ્ર દ્વારા ગ્રાહ્ય હોય છે આથી એમને–અર્થ વર્ણ કહે છે કારણ કે જીવ તેમની અભિલાષા કરે છે. આ બધા મળીને ૨૩ વિષય છે. સ્થાનાંગસૂત્રનાં પાંચમાં સ્થાનમાં, ત્રીજા ઉદ્દેશકના ૪૪૩માં સૂત્રમાં કહ્યું છે ઈન્દ્રિયનાં પાંચ વિષય કહેલા છે-બેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય તથા સ્પર્શનેન્દ્રિયના વિષયે છે ૨૧ છે
णो इंदियं मणे ता विसए सुअं ॥२२॥ મૂળસૂત્રાથ–મનનો ઈન્દ્રિય છે અને તેને વિષય શ્રત છે . રર
તત્વાર્થ દિપિકા–પહેલા ઈન્દ્રિયનું અને એમના વિષયોનું નિરૂપણ કરવામાં આવ્યું શ્રેત્ર વગેરે ઉપગનું કારણ હોવાથી ઈન્દ્રિય છે અને શબ્દ વગેરે એમના વિષય નિશ્ચીત છે, અર્થાત્ શ્રેત્ર શબ્દને જ જણાવે છે, ચક્ષુ રૂપને જ ગ્રહણ કરે છે એ રીતે પ્રત્યેક ઇન્દ્રિયનો. પિત પિતાને વિષય ચોકકસ છે. પરંતુ મનને વિષય નિશ્રીત નથી.-તે શબ્દ રૂપ રસ વગેરે બધા વિષયમાં પ્રવૃત્ત થઈ શકે છે એથી એને ઇન્દ્રિય માનવામાં આવ્યું નથી. મનને ન ઈન્દ્રિય કહેવું જ યંગ્ય છે આ માટે કહે છે –
મન ને ઈન્દ્રિય કહેવાય છે કારણકે તેને વિષય શબ્દ વગેરે નિશ્ચીત નથી તે પણ તે શ્રેત્ર આદિની જેમ ઉપગમાં નિયત હવે થાય જ છે. એમના વિના શ્રેત્ર વગેરે ઈન્દ્રિયની શબ્દ વિગેરે વિષયમાં સ્વપ્રજનભૂત પ્રવૃત્તિ હોતી નથી.
આ રીતે મન બધી ઈન્દ્રિયનું તેમજ સાથે સાથે ઉપયોગનું પણ મદદરૂપ સાબીત થાય છે. પરંતુ મન માત્ર ઈન્દ્રિયોના સહાયક માત્ર નથી પરંતુ સ્વતંત્ર રૂપથી શ્રુત જ્ઞાનના વિષયને પણ જાણે છે આથી સૂત્રમાં કહ્યું છે. મનને વિષય શ્રત છે અર્થાત્ મનને વિષય શ્રુતજ્ઞાન છે.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧