Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તત્વાર્થસૂત્રને
મન બે પ્રકારના છે. દ્રવ્યમન અને ભાવમન દ્રવ્યમન શરીર છે તે ભાવમન આત્મા. ભાવમન દ્રવ્યમનનું અવલંબન કરીને ઇન્દ્રિયપરિણામનું મનન કરે છે તે દ્રવ્યમનનું જ અનુસરણ કરે છે.
આ રીતે શ્રોત્રની પ્રણાલી દ્વારા ગ્રહીત શબ્દોના અર્થને વિચાર કરનાર અતીન્દ્રીય થયેલ રૂપ મનને વિષય શ્રુતજ્ઞાન છે. પ્રગવિશેષથી સંસ્કૃત તે શ્રતને વર્ણ, પદ, વાકય, પ્રકરણ, અધ્યયન વગેરે ભેદવાળે છે. મન સિવાય અન્ય કોઈ ઇન્દ્રિય જાણવા માટે સમર્થ નથી. આ કારણે આત્માની પરિણતી વિશેષ રૂપ શ્રુતજ્ઞાન જ મનને વિષય છે શબ્દ સ્વરૂપ શ્રત મનને વિષય હોઈ શકે નહીં.
શબ્દાત્મક શ્રુત પ્રતિઘાત અને અભિભવથી જોડાયેલા હોવાથી તેમજ મૂર્તિક હોવાથી શ્રેત્ર દ્વારા જ ગ્રાહ્ય હોય છે. મન દ્વારા નહીં. આ રીતે મન ઇન્દ્રિય હોઈ શકતું નથી કારણકે તેમાં ઈન્દ્રિયનું પૂર્વોકત લક્ષણ ઘટિત હોતું નથી આથી જ મન નો ઈન્દ્રિય કહેવાય છે પરરા
पोग्गल जीवगइ दुविहा अणुसेढीय विसेढीय મૂળસૂત્રાર્થ –પુદ્ગલ અને જીવની ગતિ બે પ્રકારની હોય છે અનુશ્રેણિગતિ અને વિશ્રેણિગતિ ૨૩
તત્વાર્થદીપિકા–અગાઉ જીનું સ્વરૂપ પ્રતિપાદિત કરવામાં આવ્યું એજ પ્રસંગને લઈને એ બતાવીએ છીએ કે જેની ભવાન્તરને પ્રાપ્ત કરાવવા વાળી જે ગતિ હોય છે તે અનિયત અર્થાત્ ગમે તેવી હોય છે કે તેને કેઈ નિયમ છે ? આ જિજ્ઞાસાનું સમાધાન કરવા માટે પ્રથમ ગતિનું સ્વરૂપ કહે છે-પગલે અને જેની ગતિ અર્થાત્ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવાના બે પ્રકાર હોય છે-અનુશ્રેણિ અને વિશ્રેણિ.
પરમાણુપુદ્ગલેની ક્રિપ્રદેશી વગેરે સ્કંધની તરફ જીવેની દેશાન્તરપ્રાપ્તિ ગતિ રૂપ ગતિ એક પ્રકારની હોય છે-અનુશ્રેણિરૂપ પરમાણુપુદ્ગલેની સાથે ક્રિપ્રદેશી આદિ સ્કંધની ગતિ અનુશ્રેણિ હોય છે.
જીવને પણ અનુશ્રેણિ જ ગતિ હોય છે. લોકના મધ્યભાગથી શરૂ કરીને ઉપર નીચે અને તી અનુક્રમે રહેલાં આકાશપ્રદેશની હરોળને શ્રેણિ કહે છે. આ શ્રેણી અનુસાર છે અને પુદ્ગલેની જે ગતિ થાય છે તે અનુશ્રેણિ ગતિ કહેવાય છે.
આ પૈકી અનુશ્રેણિ ગતિ પુદ્ગલ અને જીવની હોય છે. પુગેલેમાં પણ જીવ મરીને જ્યારે બીજા ભવમાં જાય છે અને મુક્ત જીવ જ્યારે ઉર્ધ્વગમન કરે છે ત્યારે તેની અનુશ્રેણિગતિ થાય છે.
પરપ્રયાગ વગર પુદ્ગલેની પણ સ્વાભાવિક ગતિ શ્રેણી અનુસાર જ થાય છે, પરપ્રેગથી અર્થાત્ બહ્ય દબાણથી પુદ્ગલેની અનુશ્રેણિગતિ થાય છે, એ વસ્તુસ્થિતિ છે | ૨૩ .
તત્વાર્થનિર્યુકિત-જીવોના સ્વરૂપનું નિરૂપણ પ્રથમ કરવામાં આવ્યું. હવે જીવની ભવાન્તરમાં જે ગતિ થાય છે તે ગમે તેવી થઈ જાય છે અથવા તે શું તેને કેઈ નિયમ છે ? આ રીતની શંકા હોવાથી પ્રથમ ગતિનું નિરૂપણ કરે છે.
પુદ્ગલ અને જેની ગતિ એક પ્રકારની છે અનુશ્રેણિ ગમન કરવું તેને ગતિ કહે છે. અને ગમનને અર્થ છે એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચવું.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧