Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ ઈન્દ્રિયના વિષયનું નિરૂપણ સૂ. ૨૧
૩૫ આકાર લાંબ અને ત્રિકે છરા જેવો હોય છે. અતિ સુક્તકને પુષ્ય-દાર ચન્દ્રકના આકાર જેવી કંઈક કંઈક કેસર સહિત ગોળાકાર અને મધ્યમાં કંઈક વિનત ધ્રાણેન્દ્રિય હોય છે. મધ્યમાં કિંચિત્ ઊંચી ઉઠેલી ગોળાકાર મસૂરની દાળ નામના અનાજ જેવી ચક્ષુ ઈન્દ્રિય છે શ્રોત્રેન્દ્રિયને આકાર કદંબના પુષ્પ જેવો છે. પ્રજ્ઞાપનસૂત્રના ઇન્દ્રિયપદમાં કહ્યું પણ છે.
પ્રશ્ન-ભગવાન ! ઇન્દ્રિય-ઉપચય કેટલા પ્રકારનાં છે ?
ઉત્તર–ગૌતમ ! ઇન્દ્રિય-ઉપચય પાંચ પ્રકારની છે. તે આ પ્રમાણે છે-ગેન્દ્રિય-ઉપચય ચક્ષુ-ઇન્દ્રિય-ઉપચય ધ્રાણેન્દ્રિય-ઉપચય જિહવેન્દ્રિય-ઉપચય અને સ્પર્શનેન્દ્રિય-ઉપય.
પ્રશ્ન–ભગવાન ! ઇન્દ્રિયનિર્વત્તના કેટલા પ્રકારની છે ?
ઉત્તર–ગૌતમ ! પાંચ પ્રકારની ઈન્દ્રિયનિર્વત્તનાં કહી છે જેમકે-શ્રેત્રઈન્દ્રિનિર્વતના ચક્ષુરિન્દ્રિય નિર્વ7ના ધ્રાણેન્દ્રિયનિર્વત્તના જિન્દ્રિય નિર્વર્તન અને સ્પર્શેન્દ્રિયનિર્વત્તનાં.
પ્રશ્ન–ભગવદ્ ! સ્પર્શેન્દ્રિય કેવા આકારની કહેવામાં આવી છે? ઉત્તર–ગૌતમ ! વિવિધ આકારની કહેવાય છે. પ્રન–હે ભગવન જીવા ઈન્દ્રિય કેવા આકારની કહી છે? ઉત્તર–હે ગૌતમ ! છરાના આકારની કહી છે. પ્રશ્ન–હે ભગવન્ ધ્રાણેન્દ્રિય કેવા આકારની કહી છે? ઉત્તર––હે ગૌતમ! અતિમુકતકના ચન્દ્રકના આકાર જેવી છે. પ્રશ્ન––હે ભગવંત ! ચક્ષુરિન્દ્રિય કેવા આકારની કહી છે? ઉત્તર--હે ગૌતમ ! મસુરની દાળ જેવા આકારની કહી છે. પ્રશ્ન–હે ભગવાન શ્રોબેન્દ્રિય! કેવા આકારની કહી છે ? ઉત્તર--હે ગૌતમ કદમ્બપુષ્પનાં આકારની જેમ છે. આ રીતે પ્રજ્ઞાપના સૂત્રના પંદરમાં પદમાં ૧૯૧માં સૂત્રમાં કહેવામાં આવેલા છે. મારો इंदियविसए पंचविहे फासे रसे गंधे वणे सद्दे य ॥२१॥ ઇન્દ્રિયના વિષય પાંચ પ્રકારના છે- સ્પર્શ રસ ગંધ વર્ણ તથા શબ્દ પારના
તત્વાર્થદીપિકા- પ્રથમ કહેવાઈ ગયું છે કે શ્રોત્ર વગેરે પાંચ ઈન્દ્રિયે દ્રવ્ય અને ભાવના ભેદથી બે-બે પ્રકારની છે-હવે તેમના વિષય બતાવવા માટે કહીએ છીએ-ઈન્દ્રિના વિષય પાંચ છે–સ્પર્શ, રસ. ગંધ વર્ણ અને શબ્દ.
જે ઈન્દ્રિ દ્વારા જાણી શકાય છે, તે ઇનિદ્રાને વિષય કહેવાય છે તેના પાંચ ભેદ છે. (૧) સ્પર્શ—જેને અડકીને જાણી શકાય (૨) રસ-જે ચાખવાથી જાણી શકાય (૩) ગંધ-જે સુંઘવાથી માલમ પડે (૪) વર્ણજવાથી જેનું જ્ઞાન થાય અને (૫) શબ્દ-જે કાનથી પ્રતીત થાય.
સ્પશ આઠ પ્રકારના છે-(૧) કર્કશ (૨) મૃદુ (૩) ભારે (૪) હલકે (૫) ઠંડો (૬) ઉને (૭) ચિકણ અને (૮) સૂકે. રસ પાંચ પ્રકારના છે (૧) તીખ (૨) કડવે (૩) કસેલે (૪) ખાટ (૫) મીઠે ગંધના બે ભેદ છે-સુગંધ અને દુર્ગધ વર્ણના પાંચ ભેદ છે-કાળે, નિલે, રાતે, પીળો અને ધળે. શબ્દ ત્રણ પ્રકારના છે-જીવશબ્દ, અજીવશબ્દ અને મિશ્ર શબ્દ.
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૧