Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તત્વાર્થસૂત્રને જો કે ઉમાસ્વાતિકૃત તત્વાર્થસૂત્રમાં પથમિક આદિ પાંચ જ ભાવ કહ્યા છે, સાન્નિ પાતિક ભાવ કહેલ નથી તે પણ આગળ ઉપર કહેવામાં આવનારા આગમપ્રમાણ અનુસાર સાન્નિપાતિક ભાવને પણ પૃથક કહેવું જરૂરી છે. સ્થાનાંગસૂત્રના છઠા સ્થાનના પ૩૭માં સૂત્રમાં કહ્યું છે-છ પ્રકારના ભાવ કહેવામાં આવ્યા છે તે આ મુજબ છે-(૧) ઔદયિક (૨) ઔપથમિક (૩) ક્ષાયિક (૪ લાપશમિક (૫) પારિણામિક અને (૬) સાન્નિપાતિક. એવી સ્થિતીમાં મિશ્રનું ગ્રહણ કરવાથી એક જીવમાં ઉત્પન્ન થનારા સાન્નિપાતિક ભાવને, કે જે ઔપશમિક આદિ ભાવમાંથી બે, ત્રણ ચાર વગેરેના સાગથી ઉત્પન્ન થાય છે, અન્તર્ભાવ થવા પર પણ ઉપરબતાવેલ આગમના પ્રમાણથી તેને જુદો ગ્રહણ કરે જ યથાયોગ્ય છે ૧૪
__एगवीसह बेनोद्वादसतिनेगमेया जहाकर्म મૂળસૂવાથ–પૂર્વોકત છ ભાવના અનુક્રમથી ૨૧, ૨, ૯, ૧૮, ૩ અને અનેક ભેદ છે ૧પ
તત્વાર્થદીપિકા-પૂર્વસૂત્રમાં જીવના દયિક વગેરે છ ભાવના સ્વરૂપ અને લક્ષણનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે તેમનામાંથી પ્રત્યેકના ભેદ બતાવવા માટે કહીએ છીએ
અનુકમથી ઔદયિક ભાવના ૨૧ ભેદ છે, ઔપશમિક ભાવના ૨ ભેદ છે, ક્ષાયિક ભાવના ૯ ભેદ છે, મિશ્રરૂપ શાપથમિક ભાવના ૧૮ ભેદ છે, પરિણામિક ભાવના ૩ ભેદ છે અને સાન્નિપાતિકભાવના અનેક ભેદો છે.
ઔદયિક ભાવના ૨૧ ભેદ–(૧–૪) નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિના ભેદથી ચાર પ્રકારની ગતિ, (પ-૮) ક્રોધ, માન, માયા, અને લેભના ભેદથી ૪ કષાય, (૯–૧૧) સ્ત્રીવેદ, પુરુષવેદ, અને નપુંસકવેદના ભેદથી ૩ લગ, (૧૨) મિથ્યાષ્ટિ (૧૩) અજ્ઞાન (૧૪) (૧૫) અસિદ્ધત્વ અને (૧૬–૨૧) કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કપિલેશ્યા, તેજોલેશ્યા, પદ્મલેશ્યા, અવિરતિ શુકલલેશ્યા આ ઔદયિક ભાવના ૨૧ ભેદ છે.
જે જોડાયેલ હોય તેને વેશ્યા કહે છે. મનગના નિમિત્તથી ઉત્પન્ન થનારાં પરિણામ વિશેષ લેશ્યા કહેવાય છે અથવા જે કર્મ પુદ્ગલ લિશ્યન્ત અર્થાત્ આત્માની સાથે એકમેક થઈ જાય તેને વેશ્યા કહે છે. લેશ્યા બે પ્રકારની છે દ્રવ્યલેશ્યા અને ભાવેશ્યા. કાળા વગેરે રંગવાળા દ્રવ્યવિશેષકોને દ્રવ્યલેશ્યા અને કાળા વગેરે દ્રવ્યના નિમિત્તથી ઉત્પન્ન થનારા–અધ્યવસાયને ભાવલેશ્યા કહે છે. આ ભાવલેશ્યા કમબન્ધના કારણે થાય છે.
કાળા વર્ણવાળા દ્રવ્યના નિમિત્તથી જે અશુદ્ધ પરિણામ વિશેષ ઉત્પન્ન થાય છે તે કૃષ્ણલેશ્યા કહેવાય છે “જે લેશ્યાવાળા દ્રવ્યોને જીવ ગ્રહણ કરે છે તે જ વેશ્યાને અનુરૂપ તેના પરિ ણામ થાય છે એમ પ્રજ્ઞાપના સૂત્રનાં લેશ્યાપદમાં કહ્યું છે. એવી જ રીતે વાદળી દ્રવ્યના નિમિત્તાથી નીલલેશ્યા થાય છે. નીલ અને રકત બંને વર્ણવાળા દ્રવ્યના નિમિત્તથી કપિલેશ્યા, રક્તવર્ણવાળા દ્રવ્યના નિમિત્તથી તેલેશ્યા, પત વર્ણવાળા દ્રવ્યના નિમિત્તથી પદ્મલેશ્યા અને શુકલ વર્ણવાળા દ્રવ્યના નિમિત્તથી શુકલ લેગ્યા ઉત્પન્ન થાય છે. ત્યાં અતિમ ત્રણે લેશ્યાઓ કમિક ઈષ્ટ, ઈષ્ટતર ઈષ્ટતમ હોય છે. આદિની ત્રણે લેશ્યાઓ ક્રમશઃ અનિષ્ટતમ, અનિષ્ટતર, અનિષ્ટ હોય છે.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧