Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ
જીવના છ ભાવનું નિરૂપણ સૂ. ૧૫ ગતિ-જાતિ–શરીર–અંગોપાંગ-બંધન-સંધાનન–સંહનન–સંસ્થાન-અકશરીરવૃન્દસંઘાતવિપ્રમુકત ક્ષીણશુભનામ, ક્ષીણ-અશુભનામ, નિર્નામ, ક્ષીણનામ, શુભાશુભનામ કર્મવિપ્રમુક્ત ક્ષીણ ઉચ્ચગેત્ર, ક્ષીણનીચગેત્ર, અગોત્ર નિગેત્ર, ક્ષીણત્ર, નેત્રાકર્મવિપ્રમુકત.
ક્ષીણદાનાન્તરાય, ક્ષીરૃલાભાન્તરાય, ક્ષીણભેગાન્તરાય, ક્ષીપગાન્તરાય, ક્ષીણવીર્યાન્તરાય અનન્તરાય, નિરન્તરાય, ક્ષીણાન્તરાય અનન્તરાયકર્મ વિપ્રમુક્ત સિદ્ધ, બુદ્ધ, મુકત, પરિનિવૃત્ત અન્તકૃત, સર્વદુઃખ પ્રક્ષીણ, આ બધાં ક્ષય નિષ્પન્ન છે.
અગાઉ કહેલા સ્વરૂપવાળા ક્ષાપશમિક ભાવના અઢાર ભેદ છે–ચાર પ્રકારનું જ્ઞાન અર્થાત્ મતિજ્ઞાન શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન ત્રણ પ્રકારનું અજ્ઞાન–મત્યજ્ઞાન, શ્રતઅજ્ઞાન, અને વિર્ભાગજ્ઞાન, ત્રણ પ્રકારના દર્શન, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અવધિ દશન– પાંચ પ્રકારની લબ્ધિઓ દાનલબ્ધિ લાભલબ્ધિ, ભેગલબ્ધિ ઉપગલબ્ધિ અને વીર્યલબ્ધિ. સમ્યકત્વચારિત્ર તથા સંયમસંયમ. આ બધા ભેગા મળીને ક્ષાપશમિકના અઢાર ભેદ થાય છે.
મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવરણીય, અને મન:પર્યવજ્ઞાનાવરણીય, કર્મોના સ્પર્ધક સર્વ ઘાતી પણ હોય છે અને દેશઘાતી પણ હોય છે. જયારે સમસ્ત સર્વઘાતી સ્પર્ધક નાશ પામે છે. અને આત્માની વિશુદ્ધિના કારણે સમયે સમયે દેશઘાતી પણ સ્પર્ધકેના અનન્ત ભાગ ક્ષયને પ્રાપ્ત થઈ જાય છે અને તેના ભાગ ઉપશાન્ત થઈ જાય છે ત્યારે સમ્યફ દર્શનના સાહચર્યથી જીવ જ્ઞાની થાય છે.
ક્ષયરામથી ઉત્પન્ન થનાર મતિજ્ઞાન વગેરે જ્યારે મિથ્યાત્વની સાથે હોય છે ત્યારે અજ્ઞાન અથવા મિથ્યાજ્ઞાન કહેવાય છે. અહીં “અજ્ઞાન” શબ્દથી કુત્સિત અર્થમાં નગ્ન સમાસ કરવામાં આવ્યો છે જેમ કે કુપુત્રને “અપુત્ર” કહે છે. મિથ્યાદષ્ટિ જીવનું અવધિજ્ઞાન વિભંગ કહેવાય છે. ભંગને અર્થ “પ્રકાર છે. “વિઉપસર્ગ કુત્સિત અર્થ માં છે. અર્થાત્ અપ્રશસ્ત ભંગને વિભંગ કહે છે. વિભંગ રૂપજ્ઞાન વિભંગજ્ઞાન કહેવાય છે. આ પ્રકારના અજ્ઞાન જ્ઞાનાવરણ કર્મને ક્ષપશમથી જ ઉત્પન્ન થાય છે. ચક્ષુદર્શન શ્રોત્રાદિ રૂપ અચક્ષુદર્શન અને અવધિદર્શન આ ત્રણેય દર્શનાવરણ કર્મના ક્ષપશમથી ઉત્પન્ન થાય છે. દાન ઇત્યાદિપાંચ લબ્ધિઓ પાંચ પ્રકારના અન્તરાય કર્મના ક્ષપશમથી થાય છે. સમ્યકત્વ અનન્તાનુબંધી કષાય મિથ્યાત્વીય મિશ્રમેહનીય અને સમ્યક્ત્વમેહનીય એ સાત કમપ્રકૃતિનાં પશમથી ક્ષયે પથમિક સમ્યત્વ ઉત્પન્ન થાય છે.
સર્વવિદિત ચારિત્ર, દર્શન મેહનીય અને બાર કષાયના ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે. સંયમસંયમ અર્થાત્ દેશવિરતિ જેમાં સંકલ્પપૂર્વક કરવામાં આવનારી હિંસાને ત્યાગ કરવામાં આવતું નથી તે દર્શન મેહનીય તથા અનતાનુબંધી કષાય અને અપ્રત્યાખ્યાન કષાયના ક્ષપશમથી ઉત્પન્ન થાય છે
જે કે અનુગદ્વાર સૂત્રમાં છ ભાવના પ્રકરણમાં ક્ષાપશમિક ભાવના પણ ઘણું ભેદ કહેવામાં આવ્યા છે તેમ છતાં ટુંકમાં પ્રતિપાદિત આ અઢાર ભેદમાં જ તે સઘળાને સમાવેશ થઈ જાય છે એ પૂકત કથન આ રીતે છે
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧