Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૮
તત્વાર્થ સૂત્રના
દ નાપયેાગ કહેવાય છે. ઈંદ્રિયાની પ્રણાલીથી જ્ઞાનનું વિષયાકાર પરિણત થવાથી સાકાર વ્યાપાર થાય છે. પરતુ દેન, વિષયાકાર પરિણત થતુ નથી, આથી તે નિરાકાર અગર અનાકાર કહેવાય છે. જ્ઞાનાપયેગ આઠ પ્રકારના છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપવજ્ઞાન, કેવળજ્ઞાન, મત્યજ્ઞાન, શ્રુતાજ્ઞાન અને વિભ’ગજ્ઞાન.
દનાપયેાગ ચાર પ્રકારના છે.--ચક્ષુદન, અચક્ષુદન, અવધિદર્શન અને કેવળદર્શીન. જે આકારથી યુકત હેાય તે સાકાર જ્ઞાન. અને એનાથી વિપરીત હાય તે અનાકાર દન કહેવાય છે. અથવા જે ઉપયેગ પ્રકાર યુકત હાય તે જ્ઞાન અને એથી રહિત હોય તે દર્શન છે. કંઈક છે.” બસ એટલું માત્ર જ પ્રતીત થાય છે. ૫૧૬૫
તત્વા નિયુકિત—ઉપયોગ જીવનું લક્ષણ છે તે પહેલાં કહેવાઈ ગયું, ઉપયાગને ઉપલભ પણ કહે છે. અને તેના અર્થ છે પેતપાતાની હદનુ ઉલ્લંધન ન કરીને જ્ઞાન અને દનના વ્યાપાર થવા અથવા જ્ઞાન અને દર્શનની પ્રવૃત્તિ અગર વિષયના નિર્ણય માટે અભિમુખ થવુ. ઉપયાગ છે. ઉપ અર્થાત્ જીવને સમીપવતી ચેગ ઉપયેગ અથવા નિત્ય સંબંધી પણ કહેવાય છે. સાર એ નીકળ્યા કે કોઈ પણ પદાર્થને ગ્રહણ કરવા માટે આત્માના વ્યાપાર થવા ઉપયાગ કહેવાય છે.
ઉપયેાગના ભેદ બતાવતાં પ્રકારાન્તરથી તેની વિશેષતાનું પ્રતિપાદન કરવા માટે કહે છે ઉપયાગ એ પ્રકારના છે–સાકાર અને નિરાકાર. જ્ઞાન સાકાર ઉપયેગ છે. દર્શન નિરાકાર છે. જે ઉપયેગ પ્રતિનિયત હેાય છે યાની જાતિ, વસ્તુ વગેરે વિશેષને ગ્રહણ કરે છે તે સાકાર ઉપયેાગ જ્ઞાન કહેવાય છે. કહ્યું પણ છે-આકાર વિશેષને કહે છે. જે ઉપયેગમાં વસ્તુના વિશેષ અંશનું ગ્રહણ થતું નથી. તે અનાકાર ઉપયાગ છે. તાત્પર્ય એ છે કે દન વિશેષ રહિત સામાન્ય માત્રનુ જ ગ્રાહક હેાય છે. કહ્યુ પણ છે. જ્ઞાન સાકાર અને દન નિરાકાર હાય છે. મતિ, શ્રુત, અવિધ, મન:પર્યય, કેવળજ્ઞાન અને વિભગજ્ઞાન, કુમતિજ્ઞાન તથા કુશ્રુતજ્ઞાન સાકાર હાય છે. ચાર પ્રકારના દર્શન અનાકાર છે.
કોઈ એ આઘેથી વૃક્ષાના સમૂહ જોયા. પરંતુ તેને સાલ, તમાલ, બકુલ, અશેક, ચ'પક, કદંબ, જાંબુ, લીમડા વગેરે વિશેષનુ જ્ઞાન થયું નહિ–સામાન્ય રૂપથી જાડ માત્રની જ પ્રતીતિ થઈ. કંઈક છે.” એવી અપરિપકવ પ્રતીતિ થઈ તેા પછી તે દન છે કેમકે જે ઉપયેગમાં વિશેષનું ગ્રહણ થતુ નથી તે જ દઈને પયેગ કહેવાય છે. જયારે તે જ વ્યક્તિ નજીક આવે છે ત્યારે તાલ, તમાલ, સાલ આદિ આદિ વિશેષ રૂપમાં નિશ્ચય કરે છે ત્યારે તે પરિસ્ફુટ પ્રતિ ભાસ જ્ઞાન કહેવાય છે. મતલખ એ છે કે વિશેષ ધર્મોને ગ્રહણ કરવાવાળા ઉપયાગ જ્ઞાનાપયેગ છે.
જ્ઞાનાપયેાગને સાકાર અને દનાયેાગને નિરાકાર કહેવામાં આવે છે. ઈંદ્રિયાની પ્રણાલી દ્વારા વિષયના આકારમાં પિરણામ થવાનુ કારણુ જ્ઞાન સાકાર કહેવાય છે.
હકીકતમાં આકારના અથ છે–વિકલ્પ. જે જ્ઞાન વિકલ્પ સહિત હાય તે સવિકલ્પ અને એથી વિપરીત હાય તે નિવિકલ્પ તેજ અનાકાર કહેવાય છે. આથી પ્રકારયુકત જ્ઞાન સવિકલ્પ અને પ્રકારતાથી શૂન્ય હેાય તે નિવિકલ્પ કહેવાય છે. એટલે પ્રકાર સહિત વિશિષ્ટની વૈશિષ્ટતા ને જમાવવાવાલા જ્ઞાનને સવિકલ્પ અથવા સાકાર કહેવામાં આવે છે અને જે પ્રકારતાથી શૂન્ય હાય છે. તે, “ઈક છે” આ પ્રકાર ના આભાસ માત્ર જ હોય તે નિવિકલ્પ અથવા અનાકાર કહેવાય છે.
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧