Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૩૦
તત્વાર્થસૂત્રને તત્વાર્થનિયુકિત–પ્રથમ જીવના જ્ઞાન દર્શનઉપગ રૂપ લક્ષણ કહેવામાં આવેલ છે. છવાસ્થ જીવોને તે ઉપયોગ ઈન્દ્રિયો દ્વારા જ થાય છે. આથી ભેદ બતાવીને ઇન્દ્રિયની પ્રરૂપણા કરીએ છીએ.
અથવા પહેલા પૃથ્વીકાય આદિ એકેન્દ્રીય, બેઈન્દ્રિય વગેરે જેની પ્રરૂપણા કરવામાં આવી છે. આથી એવી જિજ્ઞાસા સ્વાભાવિક રીતે જ થાય કે ઈન્દ્રિયે કેટલી હોય છે ? કેટલા પ્રકારની ? કયા ઉપયોગવાળા જીવને કઈ ઈન્દ્રિય હોય છે ? અહીં આ તમામ સવાલના જવાબ આપવામાં આવે છે.
અથવા સંસારી જીવનું જ્ઞાન ઇન્દ્રિયે મારફતે જ થાય છે પરંતુ બધી જ ઇન્દ્રિયે બધા જીવોને પ્રાપ્ત હોતી નથી. આથી ઇન્દ્રિયોને ભેદ દર્શાવી એની સંખ્યાનું નિયમન કરવા માટે કહીએ છીએ.
અથવા અગાઉ બતાવવામાં આવેલ છે કે ઉપગ જીવોનું અન્વયી લક્ષણ છે આથી હવે તે ઉપયોગના જે નિમિત્ત છે તે દર્શાવવા માટે કહે છે ઈન્દ્રિયે પાંચ પ્રકારની છે.
સમસ્ત દ્રવ્યોમાં ઐશ્વર્યનું ભાજન હોવાથી જીવ ઈન્દ્રિય કહેવાય છે અથવા પરઐશ્વર્યનો ઉપયોગ કરવાના કારણે પણ જીવને ઈન્દ્ર કહેવામાં આવે છે. રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આદિ વિષમાં પરઐશ્વર્યવાન હોવાના કારણથી પણ જીવ ઈંન્દ્ર કહેવાય છે. વ્યાકરણ અનુસાર-ઈદિ ધાતુ પરઐશ્વર્યભેગના અર્થમાં છે. આ કારણે ઇન્દ્રિયને અર્થ થયે-ઈન્દ્ર (જીવ) દ્વારા અધિષ્ઠિત ઈન્દ્રિના પાંચ ભેદ છે-(૧) સ્પર્શન (૨) રસના (૩) ઘાણ (૪) ચક્ષુ અને (૫) શોત્ર.
સ્પર્શન ઈન્દ્રિય સ્પર્શને, રસના રસને, ઘાણ ગંધને, ચક્ષુ રૂપને અને શ્રોત્રેન્દ્રિય શબ્દને મુખ્ય રૂપે ગ્રહણ કરે છે. મન, ચક્ષુ વગેરે ઇન્દ્રિયો દ્વારા નિર્ધારિત રૂપ વગેરે પદાર્થોને ગ્રહણ કરે છે. તે સાક્ષાત્ અર્થાત્ ઇન્દ્રિય નિરપેક્ષ હોઈ પદાર્થોને ગ્રહણ કરી શકતું નથી. કેમકે જે આંખ વગેરે બંધ હોય તે રૂપ આદિ વિષયનું મનથી ગ્રહણ થઈ શકતું નથી. આ કારણે મન ચક્ષુ વગેરેની જેમ ઇન્દ્રિય નહીં પરંતુ અતીન્દ્રિય કહેવાય છે.
વચન, હાથ, પગ, ગુદા અને મૂત્રન્દ્રિય ઇન્દ્રિય કહેવાતી નથી કારણકે જેવી રીતે ચક્ષુ વગેરે દ્વારા જાણેલું જ્ઞાન રૂપ વગેરે પદાર્થોના ગ્રહણ કરવામાં પરિણત થાય છે તેવી રીતે વચન વગેરે દ્વારા ઉત્પન્ન થનાર વાણી વગેરેની પરિણતિ જ્ઞાનમાં થતી નથી. અહીં તે પિતાના વિષયને ગ્રહણ કરવામાં સાધન રૂપ હોય તેને જ ઇન્દ્રિય કહેલ છે.
ઉત્કૃષ્ટ નવ જન દૂર દેશ થી આવેલા સ્પર્શ, રસ તથા ગંધને સ્પર્શન, રસના અને ઘાણ ઈન્દ્રિય ગ્રહણ કરી શકે છે. આ ઈન્દ્રિય પ્રાધ્યકારી છે અર્થાત્ પોતપોતાના વિષયને સ્પર્શ કરીને જાણે છે. આ ઇન્દ્રિયોને અગ્નિ આદિથી ઉપઘાત અને ચન્દન વગેરેથી અનુગ્રહ જોઈ શકાય છે આથી એમની પ્રાકારિતા પ્રત્યક્ષ પ્રમાણુથી સિદ્ધ છે. શબ્દ જે પિતાના પરિ ણામને ત્યાગ ન કરી દે તે બાર યેજન છેટેથી આવેલા શ્રવણ દ્વારા ગ્રહણ થાય છે. આથી બેન્દ્રિય પણ પ્રાપ્યકારી છે.
ચક્ષુ ઈન્દ્રિય તથા આગળ કહેવામાં આવનાર ઈન્દ્રિય રૂપ મન એ બંને અપ્રાપ્યકારી છે. તેઓ વિષયને પ્રાપ્ત થયા વગર જ ગ્રહણ કરી લે છે. ચક્ષુની અપ્રાકારિતા પ્રત્યક્ષથી સિદ્ધ છે કેમકે તે વિષયકૃત ઉપઘાત અને અનુગ્રહથી રહિત છે. જ્યારે આપણે આંખ વડે પાણી,
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧