Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તત્વા સૂત્રના
પેાતાનું ફલ પ્રદાન કરવા માટે ઉન્મુખ, ઉયમાં આવેલા કમના અવયવ જીવાત્માના અવયવસંચાગને શિથીલ કરીને અંદર પ્રવેશ કરી જાય છે. જીવ અને કર્માંના પરસ્પર મિશ્રણ રૂપ પ્રવેશ અન્યના કારણે જીવ કર્મની સાથે એકરૂપ થઈ જાય છે. તે લેઢાના પિન્ડાની જેમ ભિન્ન થતા નથી.
૨૦
સારાંશ એ છે કે જેમ દૂધ અને પાણી એકબીજામાં મળી જવાથી અલગ-અલગ પ્રતીત થતાં નથી તેવી જ રીતે આત્મા અને કમ એક એક થઈ જાય છે તેા બંને પૃથક્ પૃથક્ જણાતા નથી; તેા પણ ઉપયાગ રૂપ લક્ષણ ના કારણે જીવ પેાતાની સાથે આવેલા કદળાથી પૃથક્ આળખાય છે. ઉપયાગની અવસ્થામાં કર્મ પુદ્ગલાના ચૈતન્ય રૂપથી પરિણતી થતી નથી આથી જીવ પણામાં સમાન રૂપથી મળતાં ચૈતન્ય, ઉપશમ, ક્ષય અને ક્ષયે પશમથી ઔપશમિક ક્ષાયિક ક્ષાયે પશમિક ભાવથી તથા કમેદયના વશથી ક્લુષિત આકારથી પરિણત જીવપર્યાયની વિવક્ષામાં જીવના સ્વરૂપ હેાય છે.
ભવત્ અર્થાત્ થવાને “ભાવ” કહે છે. અહી ભાવમાં ઘઝ પ્રત્યય થયા છે. એવી રીતે જીવ ભવન રૂપ પરિણામને ભાવ કહે છે.
દ્રવ્યાદિનું નિમિત્ત મેળવીને કર્મોના ફળની પ્રાપ્તિ થવી ઉદય કહેવાય છે જેમ પાણીમાં કાદવનું આવવું તેમ કર્મીના ઉડ્ડયથી ઉત્પન્ન થનાર ભાવ ઔદિયક ભાવ કહેવાય છે. કમની કિતનુ આત્મામાં કારણવશાત્ દખાઈ રહેવુ. ઉપશમ છે, જેમ કડી આદિ દ્રવ્યાના સંયોગથી પાણીમાં કચરા નીચે બેસી જાય છે. કર્મની આત્યન્તિક નિવૃત્તિને ક્ષય કહે છે, ક્ષય અને ઉપશમના મિશ્રણને ક્ષાયેાપશમ કહેવાય છે જેવી રીતે કુવામાં રહેલા પાણીમાં કાદવની ઘેાડી ક્ષીણતા અને ઘેાડી અક્ષીણતા હેાય છે. દ્રવ્યનું સ્વાભાવિક રૂપ પરિણામ કહેવાય છે. કના વિપાકનું પ્રકટ થવું ઉદય છે અને ઉયથી ઉત્પન્ન થનારા ભાવને ઔયિક ભાવ કહેવામાં આવેલ છે. જેમ અગ્નિને રળ્યાથી ઢાંકી દઇએ તે તેની શક્તિ પ્રકટ થતી નથી તેવી જ રીતે કની શકિતનું દખાયેલ અવસ્થામાં રહેવું ઉપશમ કહેવાય છે અને ઉપશમથી ઉત્પન્ન થનારો ભાવ ઔપશમિકભાવ છે. આ પણ જીવની એક અવસ્થા છે.
આવી જ રીતે કમના ક્ષયથી ઉત્પન્ન થનારા ભાવ ક્ષાયિક અને ઉપશમથી ઉત્પન્ન થનારા ભાવ ક્ષાયે।પમિક અને આત્માનું પરિણામ જ પારિણામિક ભાવ છે. પિરણામ જેનુ પ્રત્યેાજક હાય અથવા પરિણામથી જે ઉત્પન્ન થાય તે પારિણામિક ભાવ એમ સમજવુ' ન જોઈ એ હકીકતનાં પારિણામિક ભાવ તેજ કહેવાય છે. જે કોઈપણ કર્માંના ઉદય ક્ષય, ક્ષયે।પશમ અગર ઉપશમની અપેક્ષા રાખતા નથી બલ્કે સ્વભાવથી જ હેાય છે. પાણિામિક કર્મના નિમિત્તથી માનવામાં આવે તે જીવત્ત્વ, ભવ્યત્ત્વ અને અભવ્યત્ત્વ સમ્યક્દન આદિની જેમ સાદિ થઈ જશે.
પરિણામ જેનું પ્રયાજન હેાય તે પાણિામિક ભાવ છે એવી વ્યુત્પત્તિ માની લઈએ. તે તેનાથી પહેલી અવસ્થામાં જીવનાઅભાવ હોવાથી તેની આદિ થઈ જશે એવી જ રીતે પિરણામથી ઉત્પન્ન થનારા ભાવને જો પાણિામિક ભાવ માનીએ તેા ઉત્પત્તિથી પહેલા તેની અનુત્પત્તિ માનવી પડશે કારણ કે જે ઉત્પન્ન થતું નથી તેની જ અનુત્પત્તિ હોય છે. આમ માનવાથી પણ પૂર્વકત દોષની પ્રાપ્તિ થાય છે. આ જ વાત ભવ્યત્ત્વ અને અભવ્યત્ત્વતા વિષયમાં પણ સમજવી જોઈ એ.
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧