________________
ગુજરાતી અનુવાદ
જીવના બે ભેદનું કથન સૂ. ૪
संसारिणो मुत्ताय મૂલાર્થ–જીવ બે પ્રકારના છે. સંસારી અને મુક્ત ૪
તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં સંસારી જીના સમનક તથા અમનસ્ક એ બે ભેદ જોઈ ગયા હવે સામાન્ય જીના બે ભેદ કહીએ છીએ-સંસારી અને મુક્ત. સંસરણ એટલે સંસાર. અર્થાતું. જેના કારણે જીવ એક ભવથી બીજા ભવમાં ગમન કરે છે તે જ્ઞાનાવરણ વગેરે આઠ કર્મ સંસાર કહેવાય છે. તે આઠ કર્મ આ પ્રમાણે છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ બેત્ર અને અન્તરાય.
આ રીતે સંસારમાં ભ્રમણ કરવાવાળા જીવ સંસારી કહેવાય છે. ક્રોધ, માન, માયા, લેભ વગેરે કષાય અથવા બળવાન મેહ રૂપ સંસાર જેમનામાં વિદ્યમાન છે તેઓ સંસારી કહેવાય છે. જેઓ આ પ્રકારના સંસારથી છૂટી ગયા હોય તે મુક્ત કહેવાય છે. સમસ્ત કર્મોથી રહિત જીવ સંસારથી મુકત હોવાના કારણે મુક્ત કહેવાય છે.
અથવા દ્રવ્યપરિવર્તન, ક્ષેત્રપરિવર્તન, કાલ પરિવર્તન ભવપરિવર્તન અને ભાવપરિવર્તન, આ પાંચ પ્રકારના પરિવર્તન રૂપ સંસારથી યુક્ત જીવ સંસારી કહેવાય છે અને જે એનાથી મુક્ત થઈ ગયા છે તે મુકત જીવો કહેવાય છે.
આ પૈકી દ્રવ્યપરિવર્તન બે પ્રકારનાં છે-કદ્રવ્યપરિવર્તન તથા ને કર્મ દ્રવ્યપરિવર્તન એક સમયમાં એક જીવે જ્ઞાનાવરણ આદિ આઠ કર્મોનાં જે પુદ્ગલેને ગ્રહણ કર્યા તે કર્મપુદ્ગલ એક સમય વધુ આવલિકાને ત્યાગ કરી બીજા સમયમાં નિજીર્ણ થઈને તેજ પૂર્વોક્ત કમથી તે જીવના કર્મરૂપમાં પ્રાપ્ત થાય છે. એટલે સમય દ્રવ્યકર્મ પરિવર્તન સમજ.
એક જીવે ઔદારિક ક્રિય આહારક એ ત્રણ શરીરે તથા છ પર્યાપ્તિઓને અનુરૂપ જે પુદ્ગલેને એક સમયમાં ગ્રહણ કર્યા હોય તે પુદ્ગલ સ્નિગ્ધ રૂક્ષ વર્ણ, ગંધ રસ તીવ્રતામન્દતા અગર મધ્યમ રૂપથી સ્થિત થયા. ત્યારબાદ બીજા વગેરે સમયમાં નિર્જરાને પામેલા, નહીં ગ્રહણ કરેલા મિશ્ર તથા ગૃહીત પુદ્ગલેને અનંત વાર છેડીને તેજ રીતે, તે જીવના, જેટલા કાળમાં ને કમપણને પ્રાપ્ત થાય છે તેટલો કાળ ને કર્મવ્યપરિવર્તન કહેવાય છે. આજ રીતે ક્ષેત્રપરિવર્તન વગેરે માટે પણ સમજી લેવું જોઈએ. સૂ૦ ૪
તવાનિયુકિત–પૂર્વસૂત્રમાં સમનસ્ક તથા અમનચ્છના ભેદથી જીવેના બે ભેદનું પ્રતિપાદન કરવામાં આવ્યું હવે એ જ જીવના બીજા પ્રકારથી ભેદ બતાવવામાં આવે છે.
અગાઉ કહેલ ઉપગ લક્ષણવાળા જીવ સંક્ષેપથી બે પ્રકારના છે સંસારી અને મુક્ત. જેના કારણે આત્માનું સંસરણ અર્થાત એક ભવથી બીજા ભવમાં ગમન થાય છે–તે આઠ કર્મ સંસાર કહેવાય છે. કર્મ આઠ પ્રકારના છે-જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય. વેદનીય, મેહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય. જે છે આવા સંસારને વશીભૂત છે, તેઓ સંસારી કહેવાય છે.
અથવા બળવાન મેહ રૂપ સંસારવાળા જીવ સંસારી કહેવાય છે અથવા–નારક આદિ અવસ્થા રૂપ સંસારવાળા જીવ સંસારી કહેવાય છે.
જે જીવે આ પ્રકારના સંસારથી નિવૃત્ત થઈ ગયા હોય તે મુકત કહેવાય છે. અર્થાત્ સમસ્ત કર્મોથી રહિત જીવ સંસારથી મુક્ત કહેવાય છે.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧