Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૧૦
તત્વાર્થસૂત્રને
અહીં સમાસ રહિત નિર્દેશ કરવાથી એવું સૂચિત કરવામાં આવે છે કે આગળ ઉપર કહેવામાં આવનાર ઔપશમિક ક્ષાયિક, શાપથમિક ઔદયિક, પારિણમિક તથા સાનિયાતિક સ્વભાવવાળા, સંસારી જીવ હોય છે.
મુક્ત જીવ ક્ષાયિક અને પરિણામિક ભાવે શિવાયના અન્ય ભાવથી રહિત હોય છે. બહુવચનના પ્રગથી એવું સ્પષ્ટ કરવામાં આવે છે કે સંસારી જીવ પણ અનન્ત છે અને મુક્ત જીવ પણ અનન્ત છે. “ચ” પદના પ્રગથી એમ સૂચિત થાય છે કે સંસારી જીનાં સંસી–અસંજ્ઞી વગેરે અનેક પ્રકારના ભેદ હોય છે.
સ્થાનાંગ સૂત્રના બીજા સ્થાન, પ્રથમ ઉદ્દેશક, સૂત્ર ૧૦૧માં કહ્યું છે. સર્વ જીવ બે પ્રકારના કહેલા છે. સિદ્ધ અને અસિદ્ધ. મુક્તજીવ અનન્તરસિદ્ધ, પરમ્પરસિદ્ધ વગેરેના ભેદથી જુદાં છે. શાસૂ૦ ૪
હાળિો ટુવા તા થવા ૨ ....... મૂલાથ–સંસારી જીવ બે પ્રકારના છે–ત્રસ અને સ્થાવર
તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં જીના ટુંકમાં સંસારી અને મુકત, એ બે ભેદ. કહે વાઈ ગયા છે. હવે સંસારી જીનાં ભેદ કહીએ છીએ. અગાઉ કહેવાયેલા સંસારી જીવો બે પ્રકારના છે- ત્રસ અને સ્થાવર. જે જીવ ત્રસ નામકર્મના ઉદયથી સ્પષ્ટ સુખ દુઃખ, ઈચ્છા દ્વેષ વગેરેથી જોડાયેલા છે તે ત્રસ કહેવાય છે. સ્થાવર નામકર્મના ઉદયથી જે જીવોના દુઃખ વગેરેને અનુભવ અસ્પષ્ટ હોય છે. તે સ્થાવર કહેવાય છે. બેઈન્દ્રિયવાળા જીથી શરૂ કરી દેવપર્યન્તના તમામ જીવો ત્રસ છે. પૃથ્વીકાયથી લઈને વનસ્પતિકાય સુધીના એકેન્દ્રીય જ સ્થાવર કહેવાય છે. અત્રે સરળતાથી સમજવામાં આવે તે માટે પ્રથમ ત્રસ લેવામાં આવ્યા છે કારણકે તેમના માં જીવના લક્ષણ, સુખ વગેરે સ્પષ્ટ પ્રતીત થાય છે.–ચ શબ્દના પ્રયોગથી એમ સૂચિત કરવામાં આવ્યું છે કે આ બંને પ્રકારનાં જીવો બદલાતા રહે છે. અર્થાત્ ત્રસ જીવ મરીને સ્થાવરમાં અને સ્થાવર જેવો ત્રસમાં ઉત્પન્ન થાય છે, જ્યારે બહુવચને પ્રયોગ કરીને એવું કહેવા પ્રયત્ન કરવામાં આવ્યો છે કે ત્રસ જીવ પણ ઘણાં છે અને સ્થાવર પણ તેટલાં જ છે. શાસ્ત્ર પા
તત્વાર્થનિયુકિત–આના પહેલાના સૂત્રમાં સંસારી અને મુકતના ભેદથી જીવોના બે પ્રકાર દર્શાવ્યા હતા અત્રે પ્રથમ નિર્દિષ્ટ સંસારી જીના ભેદ દર્શાવવા માટે કહે છે સંસારી જીવ બે પ્રકારના છે–ત્રસ અને સ્થાવર. જે જીવ ત્રસનામકર્મને આધીન છે તેઓ ત્રસ અને જે સ્થાવર નામકર્મને આધીન છે તે સ્થાવર જ કહેવાય છે. બેઈન્દ્રીય, તેઈન્દ્રીય, ચતુરિન્દ્રીય વગેરેથી લઈને અયોગી કેવળી પર્યન્ત ત્રસ જીવ છે.
પૃથ્વીકાય અપૂકાય, તેજસ્કાય, વાયુકાય તથા વનસ્પતિકાય એ પાંચ પ્રકારના એકેન્દ્રીય જ સ્થાવર છે. આ રીતે ત્રસત્વ અને સ્થાવરત્વ ત્રસનામકર્મ તથા સ્થાવર નામકર્મના ઉદયથી થાય છે. ચાલવા ન ચાલવા પર ત્રણ સ્થાવરપણું નિર્ભર નથી. કદાચ માની લઈએ કે જે ગતિ કરે તે ત્રસ અને જે જડ હોય તે સ્થાવર તે આ માન્યતા આગમથી વિરુદ્ધ ગણાશે કારણ કે આગમમાં બેઈન્દ્રિયથી લઈને અગિકેવળી પર્યન્તના જીવને ત્રસ કહેલા છે. આથી ત્રસત્વ કર્મોદયની અપેક્ષાથી જ સ્વીકારવું જોઈએ અને નહીં કે વ્યુત્પત્તિનિમિત્તની અપેક્ષાથી.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧