Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુજરાતી અનુવાદ સંસારી જીના બે ભેદનું કથન સૂ. ૫-૬ ૧૧
ત્રસ જીવમાં બાર ઉપગ મળી આવે છે આથી મુખ્ય હોવાના કારણે સૂત્રમાં તેમનો ઉલ્લેખ પ્રથમ કરવામાં આવેલ છે. સ્થાવર જેમાં ત્રણ જ ઉપયોગ હોય છે આથી તેઓ મુખ્ય ગણાય નહીં એ કારણથી જ તેમને પાછળથી ગ્રહણ કરવામાં આવ્યા છે. સ્થાનાંગ સૂત્રના બીજા સ્થાન–પ્રથમ ઉદેશના પાંચમાં સૂત્રમાં કહ્યું છે–સંસાર સમાપન જીવ બે પ્રકારના હોય છે–ત્રસ અને સ્થાવર
જીવાભિગમ” સૂત્રની પ્રથમ પ્રતિપત્તિના ર૭માં સૂત્રમાં કહ્યું છે ઉદાર-ધૂળ વસ પ્રાણી કેટલા પ્રકારનાં છે ? ઉત્તર-ચાર પ્રકારના છે-બેઈન્દ્રિય તેઈન્દ્રીય, ચતુરિય અને પંચેન્દ્રિય સૂપ છે
तं दुविहा सुहुमा बायराय सू० ६ મૂલાથ–સંસારી જીવ પુનઃ બે પ્રકારના છે–સૂક્ષ્મ અને બાદર માસૂ૦ દા
તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં સંસારી જીનાં ત્રસ તથા સ્થાવર એ બે ભેદ કહેવાયા છે હવે તેજ સંસારી જીવનાં પ્રકારાન્તરથી બે ભેદ બતાવીએ છીએ—
સંસારી જીવ પુનઃ બે પ્રકારના છે–સૂક્ષમ અને બાદર. આ પૈકી સૂક્ષ્મ જીવ આઠ પ્રકારનાં છે- (૧) સ્નેહ સૂક્રમ (૨) પુષ્પસૂકમ (૩) પ્રાણિસૂકમ (૪) ઉનિંગસૂમ (૫) પનકસૂક્ષમ (૬) બીજસૂક્ષ્મ (૭) હરિતસૂક્ષ્મ (૮) અડસૂક્ષ્મ. આથી ભિન્ન પૃથ્વીકાય વગેરે બાદર જીવ છે તે અનેક પ્રકારના છે. મુકતજીવે નથી સૂક્ષ્મ, નથી બાદર કે નથી ત્રસ અથવા સ્થાવર સૂઇ દા
તત્વાર્થનિર્યુકિત–પૂર્વસૂત્રમાં સંસારી જીવનાં ત્રસ અને સ્થાવરના ભેદથી બે પ્રકાર કહ્યાં છે. હવે એમનાં જ પ્રાકારાન્તરથી બે ભેદનું પ્રતિપાદન કરીએ છીએ–સંસારી છે બે પ્રકારના છે–સૂમ અને બાદર. દશવૈકાલિક સૂત્રના આઠમાં અધ્યયનની ૧૫મી ગાથામાં કહ્યું છે-આઠ સૂક્ષ્મ આ રીતે છે-સ્નેહસૂફમ, પુષ્પસૂક્ષ્મ, પ્રાણિસૂમ, ઉનિંગસૂમ, પનકસૂમ, બીજસૂફમ હરિતસૂક્ષ્મ તથા અન્ડસૂમ.
(એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે અત્રે જે આઠ સૂમ બતાવવામાં આવ્યા છે. તે સૂક્ષ્મ નામકર્મના ઉદયની અપેક્ષાથી નથી, પરંતુ પરિણામની અપેક્ષાથી છેઃ આ આઠ સૂક્ષ્મ સામાન્યતયા દૃષ્ટિગોચર થતાં નથી માટે જ એમને સૂક્ષ્મ કહ્યાં છે.)
બાદર છવ પૃથ્વીકાય વગેરેના ભેદથી અનેક પ્રકારના છે. શુદ્ધ પૃથિવી, શર્કરા પૃથિવી, વાલુકા-પૃથિવી–એવી જ રીતે ઉપલ, શિલા, લવણ, ત્રિપુ તામ્ર સીસુ ચાંદી સોનું, હડતાળ, હિંગુલ, મેનસિલ, સમ્યક, અંજન, પ્રવાળ, અશ્વપટલ, અભ્રવાલુકા, ગમેદ, રુચકાંગ, સ્ફટિક, લેહિતાક્ષ મરકત, મારગલ્લ, ભુજગેન્દ્ર, નીલ, ચન્દન, ઐરિક, હંસગર્ભ, પુલક, સૌગન્ધિક, ચન્દ્રકાન્ત, સૂર્યકાન્ત, વૈડૂર્ય, જલકાન્ત વગેરે બાદર પૃથ્વીકાયિક જીવોનાં ભેદો છે.
એમના સ્થાન આઠ પૃથ્વીઓ, પાતાલ વન, નરક. પ્રસ્તર વગેરે જાણવા જોઈએ. સૂકમ પૃથ્વીકાયિક જીવો કાજળથી. ભરેલી કુપ્પીની જેમ સંપૂર્ણ લેકમાં પ્રસરેલાં છે. બાદર પૃથિવીકાયિક જેમાં ચાર લેશ્યાઓ કૃષ્ણ, નીલ, કાપત અને તેને લેશ્યા હોય છે.
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧