Book Title: Tattvartha Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૧૨
તત્વાર્થસૂત્રને આજ પ્રમાણે હિમ, અવશ્યાય મિહિકા પૂવર કરક (ઓળા) હરતનું (પૃથ્વીને ભેદીને નિકળતા જળબિન્દુ). શુદ્ધ પાણી, ઠંડુ પાણી, ગરમ પાણી, ક્ષારનું પાણી, ખાટું પાણી, ખારું પાણુ ક્ષીરજળ તથા ધૃતજળ-ઘીનાજેવું પાણી વગેરે બાદર અપકાયિક જીવે છે.
સમુદ્ર તળાવ નદી વગેરે બાદર જળકાયિક જીવનાં સ્થાન છે. સૂક્ષમ જળકાયિક જીનાં સ્થાન સપૂર્ણ લેક છે.
એવી જ રીતે અંગાર, અર્ચિ, ઉત્સુક શુદ્ધ અગ્નિ વગેરે બાદર તેજસ્કાયિક જીવ મનુષ્યક્ષેત્ર અર્થાત્ અઢીદ્વીપમાં જ હોય છે એથી આગળ હેતા નથી. સૂક્ષ્મ તેજસ્કાયિક સંપૂર્ણ લેકમાં વ્યાપ્ત છે.
પૂવી પશ્ચિમી, ઓતરાદી વગેરે હવાઓ તથા ઉતકાલિકા, મડલિકા વગેરે હવાઓ બાદર વાયુકાયિક જીવો છે. બાદર વાયુકાયના સ્થાન ઘનવાત તનુવાતવલય. અલકના ભવન વગેરે છે. સૂમ વાયુકાયિકેનું સ્થાન સમસ્ત લેક છે.
એવી જ રીતે શેવાળ, અવક, પનક, હળદર, આદુ મૂળા બટાકા, ગુચ્છ, ગુલ્મ, લતા, વિતાન વગેરે વનસ્પતિકાયિક જીવે છે. એમનાંથી જે જુદા છે તે સૂક્ષ્મ વનસ્પતિકાયિક છે. બાદર વનસ્પતિકાયિકોનાં સ્થાન દ્વીપસમુદ્ર વગેરે છે. સૂમ વનસ્પતિકાય સપૂર્ણ લેકવ્યાપી સમજવા જોઈએ.
અત્રે એવું સમજવું જોઈએ કે ત્રત્વે બે પ્રકારનું છે-ક્રિયાથી અને લબ્ધિથી ક્રિયાનો અર્થ છે કર્મચલન એક સ્થળેથી બીજે સ્થળે પહોંચવું અર્થાત્ ગતિ કરવી. આ ક્રિયાની અપેક્ષાથી તેજસ્કાયિક અને વાયુકાયિક જીવો પણ ત્રસ છે. લબ્ધિને અર્થ છે ત્રસનામ કમને ઉદય એની અપેક્ષાથી તથા ગનમરૂપ ક્રિયાની અપેક્ષાથી બેઈન્દ્રિય વગેરે છ જ ત્રસ કહેવાય છે.
સ્થાવરનામકર્મના ઉદય રૂપ લબ્ધિની અપેક્ષાથી બધા પૃથ્વીકાયિક, અપ્રકાયિક તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક જે સ્થાવર કહેવાય છે.
મુક્ત જીવ નથી ત્રસ કે નથી સ્થાવર. આથી તેઓ બાદર કે સૂફમ કહેવાતા નથી. ત્રસ, સ્થાવર, સૂફમ તથા બાદરને વ્યવહાર માત્ર સંસારી જીવોમાં જ હોઈ શકે છે. શાસ્ત્ર ૬
पुणो दुविहा पज्जत्तिया अपज्जात्तया મૂલાથ–વળી પાછા જીવના બે પ્રકાર બતાવે છે પર્યાપ્ત અને અપર્યાપ્ત સૂત્ર છ તત્વાર્થદીપિકા-પૂર્વસૂત્રમાં કહેવાઈ ગયું છે કે સૂક્ષમ અને બાદરના ભેદથી સંસારી જીવો બે પ્રકારનાં હોય છે. હવે તેમનાં જ બીજી રીતે બે ભેદ બતાવવામાં આવે છે સંસારી જીવ આ રીતે પણ બે પ્રકારના છે પર્યાપ્ત તથા અપર્યાપ્ત પર્યાપ્તિના ૬ ભેદ છે—(૧) આડારપર્યાપ્તિ (૨) શરીરપર્યાપ્તિ (૩) ઇન્દ્રિય પર્યાપ્તિ (૪) શ્વાસોચ્છવાસપર્યાપ્તિ (૫) ભાષાપર્યાપ્તિ (૬) મન:પર્યાપ્તિ. તૈજસ અને કાર્મણ શરીરવાળા આત્માની કેઈ કિયાથી પૂર્તિ થવી તે પર્યાપ્તિ છે. કર્તા આત્મા છે.
જે કરણ દ્વારા આત્મામાં આહાર વગેરે ગ્રહણ કરવાની શક્તિ પેદા થાય છે, તે કરણ જીવ પુદ્ગલેથી ઉત્પન્ન થાય છે. પુદ્ગલ આત્મા વડે ગૃહીત થઈને અમુક રીતે પરિણમન કરે છે તેજ પર્યાપ્તિ, કહેવાય છે. આહારને ગ્રહણ કરવા માટે સમર્થ, કરણની નિષ્પત્તિ થઈ જવી
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧.